android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: રાત્રે ખાળકૂવા અને ગટરના પાણીનો ગેરકાયદે નિકાલ
calendar_today September 16, 2026

Vadodara: રાત્રે ખાળકૂવા અને ગટરના પાણીનો ગેરકાયદે નિકાલ

વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તેમજ ગટરનું પાણી ભરેલું ટેન્કર ખાલી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ આ બાબતે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરાઈ રહી છે.મળતી માહિતી મુજબ, પ્રાઇવેટ હોસ્ટેલ દ્વારા ખાળકુવા અને ગટરના પાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જાણવા મળેલ છે, ત્યારે આ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના હદ વિસ્તારમાં આ ગંદા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. આ અંગે પૂછતાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, પરમિશન મેળવવા માટે નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને અરજી કરી છે. ત્યારે પાલિકા દ્વારા આ અંગે મંજૂરી આપવામાં આવી છે કે કેમ? જેવા સવાલો ખડા થઈ રહ્યા છે. જો મંજૂરી આપવામાં આવી હોય તો કયા નિયમો અને શરતોના આધારે લીમડા ગ્રામ પંચાયતમાથી નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તથા ગટરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે તપાસની માગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: શ્રી વિજય દેવસૂર જૈન સંઘ, ખાતે મહા પર્યુષણ પર્વની ઉજવણી
calendar_today September 16, 2026

Dabhoi: શ્રી વિજય દેવસૂર જૈન સંઘ, ખાતે મહા પર્યુષણ પર્વની ઉજવણી

શ્રી વિજય દેવસૂર જૈન સંઘ, દર્ભાવતી ખાતે પર્વાધિરાજ મહા પર્યુષણ પર્વની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી.પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. શ્રી તીર્થબોધીવિજયજી મ.સા., પ.પૂ. શ્રી તીર્થ સિધ્ધ વિજય મ.સા., પ.પૂ. શ્રી તીર્થસુધાકરવિજયજી મ.સા. તેમજ સાધ્વીજી મ.સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વની વિવિધ ધાર્મિક આરાધનાઓ કરાવાઈ હતી. આ પાવન પર્વ દરમિયાન 11, 9, 8 અને 7 ઉપવાસની તપસ્યાઓ તેમજ ચોસઠ પૌષધ સહિત આશરે 40 જેટલી વિવિધ તપસ્યાઓ કરાઈ હતી. તપસ્વીઓ સહિત સમગ્ર સંઘના નૌકારશીના પારણાં પણ કરાવાયા હતા. પર્યુષણ પર્વની પરંપરાગત પૂર્ણાહુતિ નિમિત્તે પર્યુષણ ઉજવણી કમિટી દ્વારા તા.18ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે બપોરે 1:30 કલાકે જૈનવાગા ખાતેથી પ્રસ્થાન કરશે અને જૈનવાગાથી વકીલના બંગલા, ટાવર, એસબીઆઈ થઈ પુનઃ ટાવર માર્ગે જૈનવાગા ખાતે પરત ફરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: શેરબજારમાં રોકાણના નામે રૂ.86 લાખની છેતરપિંડી કરનાર 3 ઠગની ધરપકડ
calendar_today September 16, 2026

Morbi: શેરબજારમાં રોકાણના નામે રૂ.86 લાખની છેતરપિંડી કરનાર 3 ઠગની ધરપકડ

મોરબીમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી ઠગ ટોળકીએ સિરામિક ટ્રેડર્સના પુત્ર સાથે રૂ.86.25 લાખની ઠગાઈ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચલાવી ઠગ ટોળકીના ત્રણ સભ્યોને દબોચી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.61 લાખની રકમ પણ રિકવર કરવામાં આવી છે.મોરબીમાં ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઇલ્સ અને માર્બલનો વેપાર કરતા ભરતભાઇ ખીમજીભાઈ વરમોરા ઉ.45 નામના વેપારીના પુત્ર પલ્લવને આરોપીઓ દ્વારા ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી મોટા આર્થિક ફાયદા થવાની અલગ અલગ સ્કીમો અંગે માહિતી આપી જાળમાં ફ્સાવવામાં આવ્યો હતો. મે-જુન 2026ના માસમાં અલગ અલગ તારીખે બેન્ક તથા આંગડિયા પેઢી મારફ્તે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે યુવાને આરોપીઓને કુલ રૂ.86,25,950 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ આ રકમ આરોપીઓ ઓળવી ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ હતી.આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરતા આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખૂલતાં એક ટીમને મહેસાણા રવાના કરવામાં આવી હતી. આ ટીમે નીતિન રબારી, ભલાભાઈ રબારી અને કશ્યપજી ઠાકોરની ધરપકડ કરી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 61,00,000ની માતબર રકમ રિકવર કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ ગેંગના સભ્યો નવ યુવાનોને ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સ્કીમો બતાવી, મોટા આર્થિક ફાયદા થવાના દિવાસ્વપ્ન બતાવી ફ્સાવતા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા મોટી રકમનું અલગ અલગ બેન્ક એકાઉન્ટ,UPI ID તથા આંગડિયા પેઢી મારફ્તે ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઈ આચરવામાં આવતીહતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward