Bharuch: ત્રણ યુવાનો આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળક્યાં
મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે વર્લ્ડ નેચરલ બોડી બિલ્ડીંગ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બોડી બીલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારત સહિત વિવિધ દેશોમાંથી 350 થી વધુ બોડી બિલ્ડરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભરૂચ માટે ગર્વની વાત છે કે આ પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભરૂચના ત્રણ યુવાન બોડી બિલ્ડરોએ પણ ભાગ લઈને શહેરનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભરૂચના અમન કાનુંગાએ પોતાની કેટેગરીમાં પાંચમું સ્થાન મેળવી મેડલ જીત્યો હતો.ભરૂચના જીમ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ અમન કાનુંગા અને ફહાદ પટેલે જુનિયર મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જયારે દિપક રાજપૂતે સિનિયર ઓપન બોડી બિલ્ડીંગ કેટેગરીમાં પોતાની કળા અને શારિરીક ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતુ. ત્રણે બોડી બિલ્ડરોએ સ્પર્ધામાં પોતાનું શ્રોષ્ઠ પ્રદર્શન આપ્યુ હતુ. તેમના માટે માત્ર જીત કે હાર મહત્વની નહોતી પરંતુ ભરૂચનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ થાય અને શહેરના યુવાનોની પ્રતિભા વિશ્વસ્તરે પહોંચે તે મુખ્ય ઉદ્દેશ હતો. અમન કાનુંગા દ્વારા મેળવવામાં આવેલ પાંચમું સ્થાન અને મેડલ ભરૂચના બોડી બિલ્ડીંગ ક્ષેત્ર માટે એક મહત્વપુર્ણ સિદ્ધિ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward