android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી
calendar_today September 16, 2026

Bharuch: શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી

ભરૂચ : શ્રાવણ વિદ્યાધામ ભરૂચ ખાતે ચાલી રહેલા ગણેશ મહોત્સવ 2026 અંતર્ગત બીજા દિવસે ભક્તિપુર્ણ આરતી અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આરતી મુખ્ય મહેમાન પદે ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, તાલુકા પંચાયત સભ્ય ફાલ્ગુનભાઈ લીંબાચીયા, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ઉમરાજ તાલુકાપંચાયત સભ્ય રોહિતભાઈ તોમર, પાલિકા કાયદા સમિતિ ચેરમેન કાજલબેન વસાવા અને દર્શન વસાવા તેમજ અન્ય સામાજીક કાર્યકરોના હસ્તે આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સમગ્ર શ્રાવણ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ વરસે શાળાના ગણેશ પંડાલને જળ, જમીન, જંગલના રક્ષક-ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિની થીમ પર શણગારવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓને પર્યાવરણ રક્ષા અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: યુવા બાઈક યાત્રિકોનું જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન
calendar_today September 16, 2026

Bharuch: યુવા બાઈક યાત્રિકોનું જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન

ભરૂચઃ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, કિશન મેર, આકાશ મોદી સહિતની ઉપસ્થિતિમાં બાઈક યાત્રિકોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પુર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઈક યાત્રિકોને પ્રસ્થાન કરાવાયુ હતુ. ભરૂચથી વડનગર અને ત્યાંથી બાઈક લઈ વારાણસી જનારા બાઈક યાત્રીઓને મહિલા આગેવાનો સહિત રચિતાબેન મોદી, ઉર્મિબેન વાનાની, પારૂલબેન ધોરાવાલા ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: જેટકોમાં આઉટ સોર્સિગના વિરોધમાં ઉમેદવારોના ભારે સૂત્રોચ્ચાર - દેખાવ
calendar_today September 16, 2026

Vadodara: જેટકોમાં આઉટ સોર્સિગના વિરોધમાં ઉમેદવારોના ભારે સૂત્રોચ્ચાર - દેખાવ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)માં વિદ્યુત સહાયક - ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા પર આઉટ સોર્સિંગ બંધ કરવાની માગણીના ટેકામાં આજે 300 ઉપરાંત યુવાનોએ દેખાવો કર્યા હતા. રાજ્યભરમાંથી ઉમટેલા આ યુવાનોએ અગાઉ એપ્રેન્ટીસશીપ કરી છે. તેમની માગણી છેકે, ભરતીના પહેલા રાઉન્ડમાં માત્ર 271ને જ ન્યાય મળ્યો છે. બીજા રાઉન્ડની ભરતી 2500 ઉપરાંતની કરવી જોઇએ.2023માં વિદ્યુત સહાયકની 8000જેટલી જગ્યા પર ભરતી અંગે પ્રક્રિયા બાદ બ્રેક વાગી છે ત્યારે એપ્રેન્ટીસશીપ કરનારાઓને 2027 સુધી જ તક મળશે. સરકારે અને જેટકોએ આ અંગે મેરિટના નિયમોમાં છૂટછાટ આપવી જોઇએ. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ 2026ની ભરતી પ્રક્રિયા પણ વધુ ઝડપી બનાવવી જોઇએ.સમગ્ર રાજ્યમાંથી ઉમટેલા આ યુવાનાએ હમારી માંગે પૂરી કરો. ન્યાય આપો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.વીજ કંપની દ્વારા મોટા પાયા ઉપર આઉટ સોર્સિંગ કરવામાં આવે છે તેના કારણે એપ્રેન્ટિસશીપ કરી ચૂકેલા ઉમેદવારોની રોજગારીની તક છીનવાય છે.અત્રે રેસકોર્સ ખાતે આવેલા સરદાર પટેલ વિદ્યુત ભવનની બહાર જ સવારથી જ રાજ્યભરમાંથી આવેલા યુવાનોએ દેખાવો અને સૂત્રોચ્ચર કર્યા હતા.ભૂતકાળમાં પણ આ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા છતાં હજી સુધી અમને વીજ કંપની દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી ત્યારે જરૂર પડે ગાંધીનગર સુધી પણ દેખાવો કરવાની ચીમકી આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા માગણીઓ અંગે કરાતા જોરદાર સૂત્રોચ્ચારથી આ માર્ગ પરથી પસાર થતાં લોકોનું પણ ધ્યાન ખેંચ્યુ હતું. જીયુવીએનએલના સિક્યુરિટી વિભાગ અને પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward