android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: યુવા બાઈક યાત્રિકોનું જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન
calendar_today September 16, 2026

Bharuch: યુવા બાઈક યાત્રિકોનું જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન

ભરૂચઃ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, કિશન મેર, આકાશ મોદી સહિતની ઉપસ્થિતિમાં બાઈક યાત્રિકોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પુર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઈક યાત્રિકોને પ્રસ્થાન કરાવાયુ હતુ. ભરૂચથી વડનગર અને ત્યાંથી બાઈક લઈ વારાણસી જનારા બાઈક યાત્રીઓને મહિલા આગેવાનો સહિત રચિતાબેન મોદી, ઉર્મિબેન વાનાની, પારૂલબેન ધોરાવાલા ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: જેટકોમાં આઉટ સોર્સિગના વિરોધમાં ઉમેદવારોના ભારે સૂત્રોચ્ચાર - દેખાવ
calendar_today September 16, 2026

Vadodara: જેટકોમાં આઉટ સોર્સિગના વિરોધમાં ઉમેદવારોના ભારે સૂત્રોચ્ચાર - દેખાવ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)માં વિદ્યુત સહાયક - ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા પર આઉટ સોર્સિંગ બંધ કરવાની માગણીના ટેકામાં આજે 300 ઉપરાંત યુવાનોએ દેખાવો કર્યા હતા. રાજ્યભરમાંથી ઉમટેલા આ યુવાનોએ અગાઉ એપ્રેન્ટીસશીપ કરી છે. તેમની માગણી છેકે, ભરતીના પહેલા રાઉન્ડમાં માત્ર 271ને જ ન્યાય મળ્યો છે. બીજા રાઉન્ડની ભરતી 2500 ઉપરાંતની કરવી જોઇએ.2023માં વિદ્યુત સહાયકની 8000જેટલી જગ્યા પર ભરતી અંગે પ્રક્રિયા બાદ બ્રેક વાગી છે ત્યારે એપ્રેન્ટીસશીપ કરનારાઓને 2027 સુધી જ તક મળશે. સરકારે અને જેટકોએ આ અંગે મેરિટના નિયમોમાં છૂટછાટ આપવી જોઇએ. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ 2026ની ભરતી પ્રક્રિયા પણ વધુ ઝડપી બનાવવી જોઇએ.સમગ્ર રાજ્યમાંથી ઉમટેલા આ યુવાનાએ હમારી માંગે પૂરી કરો. ન્યાય આપો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.વીજ કંપની દ્વારા મોટા પાયા ઉપર આઉટ સોર્સિંગ કરવામાં આવે છે તેના કારણે એપ્રેન્ટિસશીપ કરી ચૂકેલા ઉમેદવારોની રોજગારીની તક છીનવાય છે.અત્રે રેસકોર્સ ખાતે આવેલા સરદાર પટેલ વિદ્યુત ભવનની બહાર જ સવારથી જ રાજ્યભરમાંથી આવેલા યુવાનોએ દેખાવો અને સૂત્રોચ્ચર કર્યા હતા.ભૂતકાળમાં પણ આ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા છતાં હજી સુધી અમને વીજ કંપની દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી ત્યારે જરૂર પડે ગાંધીનગર સુધી પણ દેખાવો કરવાની ચીમકી આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા માગણીઓ અંગે કરાતા જોરદાર સૂત્રોચ્ચારથી આ માર્ગ પરથી પસાર થતાં લોકોનું પણ ધ્યાન ખેંચ્યુ હતું. જીયુવીએનએલના સિક્યુરિટી વિભાગ અને પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સમા વિસ્તારમાં ચાલતા જઈ રહેલા યુવકના રસ્તામાં ઢોર આવતા પટકાયો
calendar_today September 16, 2026

Vadodara: સમા વિસ્તારમાં ચાલતા જઈ રહેલા યુવકના રસ્તામાં ઢોર આવતા પટકાયો

રાજ્યના મુખ્ય મહાનગરોમાં રખડતાં ઢોરનો ત્રાસ હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યો, પરંતુ નાગરિકો માટે જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ બની ગયો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં વડોદરામાં જ રખડતાં પશુઓને કારણે 1,538 જેટલા માર્ગ અકસ્માતો નોંધાયા છે.શહેરના સમા વિસ્તારની શ્રધ્ધા પૂર્ણિમાં સોસાયટીમાં રહેતા 26 વર્ષીય અક્ષય લાલજીભાઈ વણકર બે દિવસ અગાઉ સાંજના સમયે ચાલીને સમા અભિલાષા પાસે રામજીમંદિર નજીકની પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક રખડતાં ઢોર દોડી આવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી તેમને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા હતા.તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ વડોદરામાં બે વર્ષના ગાળામાં 5528 ભયાનક અકસ્માત સર્જાયા છે. અકસ્માતો વધવા પાછળનું મુખ્ય કારણ રાત્રિના સમયે રસ્તા પર બેઠેલા પશુઓનું ન દેખાવું અને પશુપાલકો દ્વારા દૂધ દોહ્યા બાદ ઢોરને જાહેર રસ્તા પર ખુલ્લા મૂકી દેવાની ટેવ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમોની ઢીલી કામગીરી અને સામાન્ય દંડને કારણે પશુપાલકોમાં કાયદાનો ભય રહ્યો નથી. હાઈકોર્ટની કડક ફ્ટકાર છતાં રસ્તાઓ પરથી રખડતાં ઢોર ગાયબ થયા નથી, જેના કારણે દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward