android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: પ્રાર્થના વિદ્યાલય ખાતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું
calendar_today September 16, 2026

Bharuch: પ્રાર્થના વિદ્યાલય ખાતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે દર વરસે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે મુજબ તા.14-9-26 ના રોજ શાળામાં વાજતેગાજતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ નિમિત્તે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.જિજ્ઞેશભાઈ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ અને ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો.હાર્વીબેન પટેલ અને ડો.માર્ગીબેન પટેલના હસ્તે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ વખતે શાળાના શિક્ષકો દ્વારા ફકત નાડાછડીનો ઉપયોગ કરી ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. જેણે અનોખું આકર્ષણ જન્માવ્યુ હતુ. ગણેશજીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી નૈવેદ્ય ધરાવવામાં આવ્યુ હતુ. બાપ્પાની ભક્તિભાવ સાથે સેવાઅર્ચના કરી પાંચમા દિવસે ભાવભીંની વિદાય આપવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: યુપીએલ યુનિવર્સિટી દ્વારા દોડવાડા ગામે NSS કૅમ્પ યોજાયો
calendar_today September 16, 2026

Ankleshwar: યુપીએલ યુનિવર્સિટી દ્વારા દોડવાડા ગામે NSS કૅમ્પ યોજાયો

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી ઓફ્ સસ્ટેનેબલ ટેક્નોલોજી ના NSS યુનિટ દ્વારા વાલીયા તાલુકાના દોડવાડા ગામ ખાતે 5 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન 7-દિવસીય NSS વિશેષ શિબિરનું સ્આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસીય શિબિર દરમિયાન,NSSના સ્વયંસેવકોએ વિવિધ સામુદાયિક સેવાના કાર્યો, ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ, જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાનો, આંખની તપાસ શિબિર અને સામાજિક સંપર્ક અભિયાનોમાં સક્રિયપણે ભાગ લીધો. આ સાત દિવસીય શિબિરનો સમાપન સમારોહ 11 સપ્ટેમ્બર 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો, જેમાં સ્વયંસેવકો, અધ્યાપકો અને મહેમાનો હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી
calendar_today September 16, 2026

Bharuch: શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી

ભરૂચ : શ્રાવણ વિદ્યાધામ ભરૂચ ખાતે ચાલી રહેલા ગણેશ મહોત્સવ 2026 અંતર્ગત બીજા દિવસે ભક્તિપુર્ણ આરતી અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આરતી મુખ્ય મહેમાન પદે ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, તાલુકા પંચાયત સભ્ય ફાલ્ગુનભાઈ લીંબાચીયા, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ઉમરાજ તાલુકાપંચાયત સભ્ય રોહિતભાઈ તોમર, પાલિકા કાયદા સમિતિ ચેરમેન કાજલબેન વસાવા અને દર્શન વસાવા તેમજ અન્ય સામાજીક કાર્યકરોના હસ્તે આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સમગ્ર શ્રાવણ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ વરસે શાળાના ગણેશ પંડાલને જળ, જમીન, જંગલના રક્ષક-ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિની થીમ પર શણગારવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓને પર્યાવરણ રક્ષા અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward