android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: રંગપુર નાકા પાસેથી રૂપિયા 3.21 લાખના દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા
calendar_today September 16, 2026

Chhota Udepur: રંગપુર નાકા પાસેથી રૂપિયા 3.21 લાખના દારૂ સાથે 4 શખ્સ ઝડપાયા

છોટાઉદેપુરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચનાથી LCBએ રંગપુર નાકા પાસેથી રૂા.3.21 લાખના દારૂ સાથે કુલ રૂા.13.44 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને રાજકોટના ચાર આરોપીની ધકપકડ કરી છે. રાજકોટના ચાર આરોપીઓ મધ્ય પ્રદેશથી સ્કોર્પિઓમાં દારૂની ખેપ મારી રહ્યા હતા.છોટાઉદેપુર LCB ઇન્સ્પેક્ટર એમ.એફ્. ડામોર અને તેમનીટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને સુરેખડા તરફ્થી છોટાઉદેપુર તરફ્ લાવવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે રંગપુર નાકા પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને ઘેરી લીધી હતી અને કારમાંથી રૂ. 3,21,000ની કિંમતની 1,000 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્કોર્પિયો કારઃ રૂ. 1 લાખમોબાઈલ ફોન 4 નંગઃ રૂ. 20,000 રોકડ રકમઃ રૂ. 3,000 મળી કુલ રૂ. 13,44,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 4 આરોપીઓ 1) તૌફીક મહમદભાઇ સધાર (રહે. દૂધ સાગર મેન રોડ, રાજકોટ), 2) અસરફ્ રહીમ રફઇ (રહે. બેડીપરા, ભાવનગર રોડ, રાજકોટ), 3) મુસ્તુફ સલીમભાઇ સિપાઇ (રહે. વૃંદાવન સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ) અને 4) જયદીપ નારણભાઇ પરમાર (રહે. ગંજીવાડા, રાજકોટ)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મુસ્તુફ સલીમભાઇ સિપાઇ વિરુદ્ધ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુનો નોંધાયેલો છે.આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વિજય બહાદુરસિંહ ઠાકુર ઉર્ફે નન્નું ઠાકુર તેમજ રાજકોટના ચંદ્રેશભાઇ ચૌહાણ અને સતીશભાઇ પરમાર નામના આરોપીઓને પકડવાના બાકી છે. જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: સ્થિત પોલીસ લાઇનમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી
calendar_today September 16, 2026

Chhota Udepur: સ્થિત પોલીસ લાઇનમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી

છોટાઉદેપુર જિલ્લામાં ગણેશોત્સવની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુરના ખૂટાલીયા પોલીસ લાઇન ખાતે પણ ગણેશોત્સવની ઉજવણી દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તેમજ સેવાભાવી IPS અધિકારી ઇમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ભાવપૂર્વક આરાધના અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પરિવાર સાથે ભક્તિમાં લીન થયા હતા.IPS ઇમ્તિયાઝ શેખે શ્રીજીની આરાધના કરીને કોમી એકતા અને ભાઇચારાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આ પ્રસંગે જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં DySP ડી. કે. રાઠોડ LCBPI મહેન્દ્રસિંહ ફ્તેસિંહ ડામોર SOG PI: મયૂરસિંહ જાદવ, આર. પી. આઈ. આ સિવાય જિલ્લા હેડક્વાર્ટરના તમામ નાના-મોટા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પરિવારજનો સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સાવલી - ઉદલપુરના 38 કિ.મી.ના રોડના કામમાં વિલંબથી લોકોમાં રોષ
calendar_today September 16, 2026

Vadodara: સાવલી - ઉદલપુરના 38 કિ.મી.ના રોડના કામમાં વિલંબથી લોકોમાં રોષ

સાવલી - ઉદલપુરના રૂા.389 કરોડના ખર્ચે નવા બની રહેલા રોડ પરથી સરકારના બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે રાહદારીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળી રહ્યા છે, આ મામલે ધારાસભ્યે રાજ્ય સરકારના બે વિભાગોને જવાબદાર ઠેરવ્યા છે.સાવલીથી ઉદલપુર સુધીના 38 કિ.મી.ના માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા જોવા મળે છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગત રોજ એક બાઈકસવાર ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનતા બચી ગયો હોવાનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ક્વોરી ઉદ્યોગના કારણે 24 કલાક ધમધમતા રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાથી તાલુકાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ ચાર માર્ગીય રોડના નવનિર્માણ માટે રાજ્યસરકાર દ્વારા રૂ.389 કરોડની ફાળવણી કરીને વર્ક ઓર્ડર અપાયો છે. એક વર્ષ પહેલા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું, છતાં હજુ સુધી માત્ર 25 % પણ કામ થયું નથી, ત્યારે વાયરલ વીડિયો અને ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત બાદ તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward