Ankleshwar: અંકલેશ્વર પોલીસે કતલ માટે લઈ જવાતા 12 પશુઓ છોડાવ્યા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે-48 પર અમરતપરા પાટીયા અને મોતાલી પાટીયા વચ્ચે અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી કતલના ઇરાદે ધુલિયા લઈ જવાતી 12 ભેંસોને મુક્ત કરાવી છે. ગૌરક્ષકો સાથે મળીને પોલીસે બાતમીના આધારે ભેંસો ભરેલા આઇસર ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી.તપાસ હાથ ધરી હતી.પોલીસે આઇસર ટેમ્પોની તપાસ કરતાં તેમાં 12 જેટલી ભેંસોને ખીચોખીચ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી કબજામાં લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.2.40 લાખની કિંમતના પશુઓ, રૂ.6 લાખનો આઇસર ટેમ્પો અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આ મામલે સેલંબાના જમાદારફ્ળિયામાં રહેતા ટેમ્પો ચાલક અકબર રમજુ મકરાણી અને ક્લીનર સાજીદ વલ્લી પટેલની ધરપકડ કરી હતી. જ્યારે ભેંસો ભરી આપનાર લાલુ યુસુફ્ અન્નાને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward