android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskatha :તાણા રત્નાકર સ્ક્વેરમાં કચરાના ઢગ, સફાઈ વ્યવસ્થા સામે સવાલ
calendar_today September 16, 2026

Banaskatha :તાણા રત્નાકર સ્ક્વેરમાં કચરાના ઢગ, સફાઈ વ્યવસ્થા સામે સવાલ

ઓગડ તાલુકાના તાણા ગ્રામ પંચાયતની હદમાં આવેલા રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળતાં સ્થાનિકો અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જાહેર અવરજવરના સ્થળો તથા સીડીઓની આસપાસ પ્લાસ્ટિક, કાગળ, ખાદ્યપદાર્થોના રેપર સહિતનો કચરો ફેલાયેલો હોવાની સ્થિતિ સામે આવી છે. રત્નાકર સ્ક્વેરમાં બેન્ક ઓફ્ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, મુથૂટ ફાઇનાન્સ સહિત વિવિધ ઓનલાઇન સેવાઓ અને નાણાકીય સંસ્થાઓ આવેલી હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા મહત્વના જાહેર વિસ્તારમાં કચરો લાંબા સમય સુધી એકઠો રહેતા દુર્ગંધ તેમજ મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેમજ કચરો એકઠો ન થાય તે માટે પૂરતી કચરાપેટીઓ મૂકવામાં આવે અને નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી જરૂર છે. રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોએ માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur : મોંઘવારીથી ગ્રામ્ય પરિવારોનું બજેટ ખોરવાયું
calendar_today September 16, 2026

Palanpur : મોંઘવારીથી ગ્રામ્ય પરિવારોનું બજેટ ખોરવાયું

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. શાકભાજી, ખાદ્યતેલ અને ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવકના સાધનો મર્યાદિત હોવાથી મહિનાના અંતિમ દિવસોમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધી રહેલા ખર્ચ અને સ્થિર આવક વચ્ચે ગ્રામીણ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીના વધતા પ્રભાવને કારણે સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત વધઘટ અને ખાસ કરીને શાકભાજીના વધતા ભાવની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર પડી રહી છે. શાકભાજી, ખાદ્યતેલ, ગેસ તેમજ અન્ય ઘર વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આવકના મર્યાદિત સાધનો હોવાથી પરિવારના માસિક બજેટનું સંતુલિત કરવું ગૃહિણીઓ માટે પડકારરૂપ બની રહ્યું છે. ગ્રામ્ય પરિવારોમાં અગાઉ જે રકમમાં અઠવાડિયાનો ઘરખર્ચ સરળતાથી ચાલતો હતો તેમાં હવે અનેક ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓએ ખરીદીનું પ્રમાણ ઘટાડવું પડે છે અથવા તો ઓછા ભાવની ચીજવસ્તુઓ તરફ વળવું પડે છે. રોજિંદા જીવનમાં જરૂરી એવી વસ્તુઓના ભાવ વધતા મહિનાના અંતિમ દિવસોમાં ઘરખર્ચ ચલાવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે. મોંઘવારીની અસર માત્ર રસોડા પુરતી સીમિત રહી નથી. પરંતુ પરિવારના અન્ય ખર્ચ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. શિક્ષણ, આરોગ્ય, મુસાફરી અને અન્ય આવશ્યક ખર્ચ વચ્ચે ઘરવપરાશની ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય પરીવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારી સામે ગ્રામ્ય વિસ્તારની ગૃહિણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આવકમાં ખાસ વધારો થતો નથી. પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે માસિક આવકમાંથી વધુ મોટો હિસ્સો માત્ર ઘરખર્ચમાં જ વપરાઈ જાય છે. ગૃહિણીઓએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવી સામાન્ય સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajpipla: નર્મદામાં ગંભીર બીમારી એઇડ્સ અંગે જાગૃતિ માટે રેડ રન મેરેથોન
calendar_today September 16, 2026

Rajpipla: નર્મદામાં ગંભીર બીમારી એઇડ્સ અંગે જાગૃતિ માટે રેડ રન મેરેથોન

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તથા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના માર્ગદર્શન હેઠળ દિશા ક્લસ્ટર યુનિટ, વડોદરા તથા દિશા યુનિટ, નર્મદા દ્વારા ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગતછોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ્ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળા ખાતે HIV/AIDS અંગે જનજાગૃતિ હેતુથી યોજાયેલ રેડ રન મેરેથોનને રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શીવાનીબેન મહેતા, ડિસ્ટ્રિક્ટ ટીબી-એચઆઈવી ઓફ્સિર ડૉ. ઝંખના વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.ઓ.માઢકના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં HIV/AIDS અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રેડ રન મેરેથોનમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ HIV/AIDS અંગે જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડયો હતો.મેરેથોનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહનરૂપે સર્ટિફ્કિેટ તથા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપીપળા તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. એ.કે. સુમન, કોલેજના આચાર્ય, દિશા ક્લસ્ટર યુનિટ વડોદરા ટીમ તથા NACP નર્મદાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાનયુવાઓને HIV/AIDS અંગે સાચી માહિતી, સંક્રમણથી બચવાના ઉપાયો, સુરક્ષિત વર્તન તથા HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward