android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ
calendar_today September 17, 2026

Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ

કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’(RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL)ને જવાબદારી સોંપવામાં આવી છે.MSME એકમોની મુલાકાત લેવામાં આવશેપ્રોજેક્ટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા MSME એકમોની મુલાકાત લેવામાં આવશે.આ મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી કરવામાં આવશે. રાજ્યના તમામ MSME એકમોને GIPLના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી સહકાર આપવા તેમજ મેપિંગ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના આયોજન, નીતિ ઘડતર અને વિવિધ યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે. નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશેMSME ક્ષેત્રના એકમો અંગેનો ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે.GIS આધારિત મેપિંગ દ્વારા MSME એકમોના સ્થાન અને સંબંધિત વિગતોને વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી MSME ક્ષેત્રને જરૂરિયાત આધારિત સહાય અને સુવિધાઓ પહોંચાડવામાં પણ મદદ મળશે.રાજ્યના MSME ક્ષેત્રના વિકાસ માટે ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે.આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત MSME એકમો અને ઉદ્યોગ સંગઠનોને GIPL તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને સંપૂર્ણ સહકાર આપવા તેમજ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા MSME કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

Read Full Story arrow_forward
PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ
calendar_today September 17, 2026

PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી 17 ઓક્ટોબર સુધી 'સંકલ્પ સેવા અભિયાન' ની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવવા માટે દેશભરમાં વિવિધ સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશેઆજે દિલ્હીમાં વડાપ્રધાન મોદી 'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે 11,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી કરી હતી. વારાણસીથી વડનગર સુધી વિશાળ બાઇક રેલી નીકાળાશેઆ ઉજવણીનું મુખ્ય આકર્ષણ 'સેવા સંકલ્પ બાઇક યાત્રા' છે. પીએમ મોદીના વતન વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી આ વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. વડનગરમાં ભવ્ય કળશ યાત્રા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. વારાણસીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લલિતા ઘાટ પર પૂજા-અર્ચના કરી રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા ૨૨ દિવસમાં ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામોને આવરી લેશે, જેના દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.પીએમના જન્મદિવસ નિમિત્તે દીપોત્સવનું આયોજનઆ ઉપરાંત, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિપ્રા ઘાટ પર આશરે ૩૦,૦૦૦ સ્વયંસેવકો દ્વારા ૨.૫ મિલિયનથી વધુ દીવા પ્રગટાવીને પ્રકાશનો આ મહાત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં સેવા અને સમર્પણના આ અભિયાન સાથે પીએમ મોદીના જન્મદિવસને એક યાદગાર ઉત્સવ તરીકે બનાવ્યો છે.આ પણ વાંચોઃ Tariff: ભારત અને ચીન પર 100% ટેરિફનો ખતરો, યુએસ હાઉસે રશિયા પ્રતિબંધ બિલ મંજૂર કર્યું

Read Full Story arrow_forward
Weather Update :  દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
calendar_today September 17, 2026

Weather Update : દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચોમાસાના પ્રસ્થાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૭ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું બની રહ્યું છે.દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહીરાજધાની દિલ્હીમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ અથવા ઝરમર વરસાદની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આગામી 18 થી 20સપ્ટેમ્બર દરમિયાન પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, જ્યારે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે આકાશ સ્વચ્છ થવાની ધારણા છે.આટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટઉત્તર પ્રદેશમાં પણ મહારાજગંજ, ગોરખપુર, આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, મેરઠ, આગ્રા અને લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.પર્વતીય વિસ્તારો અને અન્ય રાજ્યોની સ્થિતિપર્વતીય પ્રદેશોમાં ઉત્તરાખંડના નૈનિતાલ, પિથોરાગઢ અને ચમોલી તેમજ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ, કુલગામ, જમ્મુ, ઉધમપુર અને કુપવાડા જેવા વિસ્તારોમાં પણ ખરાબ હવામાનની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા તેમજ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે નાગરિકોને આ પ્રતિકૂળ હવામાન દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.આ પણ વાંચોઃ PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ

Read Full Story arrow_forward