android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ઘર અને હોટલ બંનેની થાળી મોંઘી થઈ, લીંંબુ અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો
calendar_today September 17, 2026

Gujarat News: ઘર અને હોટલ બંનેની થાળી મોંઘી થઈ, લીંંબુ અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો

દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ડુંગળી અને લીંબુના ભાવમાં છેલ્લા બે સપ્તાહમાં જ ત્રણ ગણો વધારો થયો છે.એક સપ્તાહ પહેલાં હોલસેલમાં રૂ.80 પ્રતિ કિલોના ભાવે મળતા લીંબુ અત્યારે રિટેલમાં રૂ.300ની કિંમતે વેચાવા માંડ્યા છે.જ્યારે રૂ.20પ્રતિ કિલો મળતી ડુંગળી રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.બીજી તરફ લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 30નો વધારો થયો છે.લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છેવેપારીઓના જણાવ્યા કે મુજબ ડુંગળી અને લીંબુની આવક ઓછી હોવાને લીધે રિટેલમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે.નાની ગુજરાતી અને પંજાબી હોટેલોમાં થાળીમાંથી ડુંગળી અને લીંબુ ગાયબ થઈ ગયા છે.જ્યારે પાંઉભાજી અને દાળવડાની લારીઓ પર માપસરની ડુંગળી આપવાનું શરૂ કરાયું છે.આમ શાકભાજી,લીંબુ અને ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે.જેના લીધે ગૃહિણીઓના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,હવે ક્યાં સુધી અમે ધીરજ રાખીશું.ઊલટાનું મોંઘવારી વધતી જાય છેમોંઘવારી ઘટવાનું નામ લેતી નથી,ઊલટાનું મોંઘવારી વધતી જાય છે.બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તોલમાપ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતું નથી.જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.સામાન્ય દિવસોમાં લીંબુ રિટેલમાં રૂ.60 પ્રતિ કિલો મળતા હતા.પરંતુ છેલ્લા પંદર દિવસમાં બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતાં હાલ હોલસેલમાં રૂ.130 પ્રતિ કિલો મળી રહ્યા છે.જ્યારે છૂટક લીંબુનો ભાવ રૂ.300 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.જ્યારે ડુંગળી પંદર દિવસ પહેલાં રૂ.20થી 30 પ્રતિ કિલો મળતી હતી તે અત્યારે રિટેલમાં રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.જ્યારે લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 40 સુધીનો વધારો થયો છે.આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત, HTAT પરીક્ષા આપવા માટે સ્નાતક હોવું ફરજિયાત નથી!
calendar_today September 17, 2026

Gandhinagar News : ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત, HTAT પરીક્ષા આપવા માટે સ્નાતક હોવું ફરજિયાત નથી!

ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT) અંગે મોટી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે આ પરીક્ષામાં બેસવા માટે હવે શિક્ષકો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું ફરજિયાત નથી. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકોને મોટો લાભ થશે અને તેમના માટે પ્રમોશન મેળવવાના નવા દ્વાર ખુલશે.ફીડર કેડરના શિક્ષકો લાયકાતના આધારે આપી શકશે પરીક્ષાશિક્ષણ વિભાગની નવી સ્પષ્ટતા મુજબ, બઢતી (પ્રમોશન) માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતાં હોય તેવા ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે HTAT પરીક્ષા આપી શકશે. ઉમેદવાર શિક્ષક સ્નાતક છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ તેમને આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જિલ્લા ફેરબદલી અટકેલા શિક્ષકોને પણ પરીક્ષાની મંજૂરીઆ ઉપરાંત અન્ય એક સંવેદનશીલ મુદ્દા પર વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ગયા હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (રિલીવ) કરવામાં આવ્યા ન હોય, તેવા શિક્ષકોને પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા શિક્ષકોની તક છીનવાઈ જશે નહીં, જેને તમામ શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર

Read Full Story arrow_forward
PM Modi’s 76th Birthday LIVE : "રામ મંદિર, 370 અને સંસ્કૃતિનું જતન", PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલેશ્વર દાસજીનું મોટું નિવેદન
calendar_today September 17, 2026

PM Modi’s 76th Birthday LIVE : "રામ મંદિર, 370 અને સંસ્કૃતિનું જતન", PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલેશ્વર દાસજીનું મોટું નિવેદન

PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની જન્મભૂમિ વડનગરમાં વિવિધ દિવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી ખાસ વડનગર ખાતે પધાર્યા હતા. PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમગ્ર વડનગર નગરીમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર સવારથી જ ઉજવણીની ધામધૂમ શરૂ થઈ ગઈ છે.200 ઋષિકુમારો દ્વારા ડમરુનાદ અને શંખનાદ સાથે મહાનુભાવોનું સ્વાગતઆ ઉજવણી અંતર્ગત વડનગરમાં ડમરુનાદ અને શંખનાદ માટે એક વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિદ્ધપુરથી ખાસ પધારેલા 200 જેટલા ઋષિકુમારો દ્વારા એકસાથે શંખનાદ અને ડમરુનાદ કરીને કાર્યક્રમમાં પધારેલા આમંત્રિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત થનારી મહાઆરતી દરમિયાન પણ આ 200 ઋષિકુમારો દ્વારા દિવ્ય શંખનાદ અને ડમરુનાદ કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવવામાં આવશે."હિન્દુ સંસ્કૃતિનું જતન અને વિશ્વ સ્તરે ભારતનો ડંકો": અખિલેશ્વર દાસજીવડનગર ખાતે ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ PMના નેતૃત્વની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને કશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને એક તાંતણે બાંધવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે PM મોદીના પ્રયાસોથી જ આજે હિન્દુ સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે. જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારત આવે છે ત્યારે PM તેમને પવિત્ર મંદિરોના દર્શને લઈ જાય છે અને પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપીને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પરિચય કરાવે છે.આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર

Read Full Story arrow_forward