Nvsari : વેજલપોર નજીક હાઈવેની બાજુમાં એક કિમીથી વધુ લાંબા ખાડા, સુરક્ષાનાં પગલાં લેવાયા નહીં
નવસારી હાઇવેના પરથાણ અને ધોળાપીપળા વચ્ચે ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ઉજાગર થઈ છે. માર્ગની બાજુમાં અંદાજે એક કિલોમીટરથી વધુ લાંબો અને ઊંડો ખાડો ખોદી દેવામાં આવ્યો છે, પરંતુ તેની આસપાસ સુરક્ષાના કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, હાઇવે પર યોગ્ય બેરિકેડિંગ કે ચેતવણીરૂપ આધુનિક સાધનો મૂકવાને બદલે માત્ર 'દેશી પદ્ધતિ' અપનાવીને સિમેન્ટની ખાલી થેલીઓમાં કપચી ભરીને મૂકી દેવામાં આવી છે.અમદાવાદ-મુંબઈને જોડતા નવસારી હાઇવે પરથી દિવસભર હજારો નાના-મોટા વાહનો પુરપાટ ઝડપે દોડે છે. જો કોઈ વાહનચાલક રાત્રિના અંધકારમાં કે ભારે વરસાદમાં કાબૂ ગુમાવે તો આ કપચી ભરેલી થેલીઓ વાહનને ખાડામાં પડતા અટકાવવા માટે તદ્દન નકામી સાબિત થાય તેમ છે.એક તરફ્ વાહનચાલકો પાસેથી હાઇવે પરથી પસાર થવા માટે મસમોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તો બીજી તરફ્ ઓથોરિટી પાસે કામગીરી દરમિયાન રિફ્લેક્ટર લગાવેલા બેરિકેટ્સ કે લાઈટિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ચોમાસાના દિવસોમાં રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે આ બેદરકારીભરી કામગીરી ટૂ-વ્હીલર અને કારચાલકો માટે 'મોતનો કૂવો' સાબિત થઈ શકે તેવી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. જો કોઈ ગમખ્વાર અકસ્માત સર્જાશે, તો શું હાઈવે ઓથોરિટી આ બાબત સ્વીકારશે..ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward