android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : કામરેજનાં યુવા અગ્રણી વર્લ્ડ યૂથ ફેસ્ટિવલમાં જવાની તક છોડી વડનગર-કાશી બાઇક રેલીમાં જોડાયા
calendar_today September 16, 2026

Surat : કામરેજનાં યુવા અગ્રણી વર્લ્ડ યૂથ ફેસ્ટિવલમાં જવાની તક છોડી વડનગર-કાશી બાઇક રેલીમાં જોડાયા

કામરેજ લાલચુડા સમાજનાં યુવા ભાજપનાં પ્રમુખ અને સ્માર્ટ વિલેજ ઉંભેળનાં ઉપસરપંચ દર્શન પટેલની રશિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2026માં ભારત અને ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તેણે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાની તક જતી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 25 વર્ષનાં સફળ નેતૃત્ત્વ અને સુશાસન પર્વ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા વડનગરથી કાશી સેવા સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા. તેઓ ઉંભેળ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનાં ઉપપ્રમુખ, 39 ગામોની દૂધ અને શાકભાજી ઉત્પાદક મંડળીનાં ડિરેક્ટર, 90 ગામોનાં કડવા પાટીદાર કેળવણી મંડળનાં ટ્રસ્ટી તેમજ નવરાત્રી સમિતિનાં કન્વીનર તરીકે શિક્ષણ, ગ્રામીણ અર્થતંત્ર અને સંસ્કૃતિનાં જતન માટે સતત કાર્યરત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad : સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ માટે ઓવાડામાં જમીન ફાળવણીનો હુકમ રદ કરવા માંગણી
calendar_today September 16, 2026

Valsad : સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ માટે ઓવાડામાં જમીન ફાળવણીનો હુકમ રદ કરવા માંગણી

વલસાડ નગરપાલિકાને સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ માટે કલેક્ટર દ્વારા ઓવાડા ગામે સરકારી પડતર જમીન ફાળવવામાં આવી છે. જો કે, વશિયર ગામે પ્લાન્ટ બનાવવામાં આવે તેવી લેખિત રજૂઆત વિપક્ષના પૂર્વ નેતાએ વલસાડ પાલિકાના સી.ઓ., પ્રમુખ, કારોબારી અને સેનેટરી સમિતિના ચેરમેનોને કરી છે.વલસાડ નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ગિરીશભાઇ બી. દેસાઇએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઓવાડામાં ફાળવવામાં આવેલી જમીન વલસાડ શહેરથી અંદાજે 16થી વધુ કિ.મી. દૂર આવેલુ છે. જ્યારે વશિયર ખાતે આવેલી જમીન વલસાડની સીમાથી 1 કિ.મી. ઉપર છે. વશિયરની જમીન સરકાર હસ્તક લેવા માટે વારંવાર જરૂરી હુકમો થયા છે. જમીન સરકાર હસ્તક લઇ નગરપાલિકાને ફાળવવામાં આવે તો સરકારની નીતિ મુજબ નગરપાલિકાએ આ પ્લાન્ટ માટે કોઇ રકમ ભરવાની થતી નથી. ઓવાડા ગામની જમીન ઉપર સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ બનાવવા માટે રસ્તા વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અંદાજે 8થી 10 કરોડ થવાની સંભાવના છે. જ્યારે વશિયરમાં જમીનને લાગુ હાલમાં વિવાદી વાંકી નદી પરનો બ્રિજ જે 3.5 કરોડના ખર્ચે બનાવેલ છે, જે આ વિસ્તાર માટે બિનઉપયોગી છે અને ફક્ત સ.નં.51વાળી તથા તેને લાગુ અન્ય 315 અને 326 સ.નં. વગેરે જમીનો પૂરતો જ છે. અને વિવાદી છે, જે ખોટી રીતે બનાવતા તેની તપાસ કે કાયદાકીય કાર્યવાહી કરવા સાથે તેઓ સહમત છે. પરંતુ જે બ્રિજથી ઇન્ફ્રાસ્ટ્રકચર બન્યું છે, જે કાયમી હોય, નગરપાલિકાને અહીં સોલિડ વેસ્ટ પ્લાન્ટ માટે ઉપયોગી થઇ શકે છે. અહીં કોઇપમ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો ખર્ચ કરવાની જરૂર નથી. વધુમાં, વશિયરમાં વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ બનાવવામાં આવે તો આજુબાજુ કોઇ વસતી નથી. આ સ્થળે વેસ્ટનો નિકાલ કરવા માટેનો વાહન વ્યવહારનો ખર્ચ પણ પાલિકાને ઓછો આવશે અને વધુ ઝડપથી વેસ્ટનો નિકાલ થઇ શકે છે. વશિયર ગામ તથા ઉપરોક્ત જમીન વલસાડના સીમાંકનને લાગુ છે. શહેરના સીમાંકનના 05 કિ.મી. લાગુ વિસ્તાર અર્બન એરિયામાં આવે છે. જેથી અર્બન એરિયાના વેસ્ટનો નિકાલ કરવો પણ સરળ થઇ શકે છે. ભવિષ્યમાં વલસાડ નગરપાલિકાનો વિસ્તાર વધવાની પૂરેપૂરી શક્યતા છે. એ સમયે વશિયર ગામ પણ નગરપાલિકામાં સામેલ થઇ શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad : ઉમરગામના દેહરી ગામે 7 હજારથી વધુ પ્લાસ્ટિક કેપથી ગણેશ પંડાલનું ડેકોરેશન
calendar_today September 16, 2026

Valsad : ઉમરગામના દેહરી ગામે 7 હજારથી વધુ પ્લાસ્ટિક કેપથી ગણેશ પંડાલનું ડેકોરેશન

ગણેશોત્સવમાં દેહરીના કટવાડ ફ્ળિયા દહાડ બોય્ઝ મિત્ર મંડળે પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. સોશિયલ ક્લિનર્સ ગ્રૂપ દ્વારા દરિયા સફાઈ દરમિયાન એકત્ર કરેલી પ્લાસ્ટિક બોટલની કેપનો ઉપયોગ કરી ગણેશ પંડાલનું આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંડળના સભ્ય નિખિલ ધોડીના જણાવ્યા મુજબ, સોશિયલ ક્લિનર્સ ગ્રૂપ છેલ્લા ઘણાં અઠવાડિયાથી ઉમરગામના દરિયાકિનારા સહિત વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે. સફાઈ દરમિયાન એકત્ર થતી પ્લાસ્ટિકની બોટલો અને તેના ઢાંકણામાંથી ઉપયોગી સામગ્રી અલગ કરવામાં આવે છે. દરિયા સફાઈમાંથી મળેલા પ્લાસ્ટિક કચરાનો સર્જનાત્મક રીતે પુનઃ ઉપયોગ કરી ગણેશ પંડાલને સજાવવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward