android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : ડાંગના કાકશાળા ગામે શાળાના નબળા બાંધકામ મામલે જિ. પં. પ્રમુખ લાલઘૂમ
calendar_today September 16, 2026

Navsari : ડાંગના કાકશાળા ગામે શાળાના નબળા બાંધકામ મામલે જિ. પં. પ્રમુખ લાલઘૂમ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ આવતા કાકશાળા ગામે નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. શાળાનું બાંધકામ અત્યંત નિમ્નસ્તરનું થતુ હોવાની ફરિયાદો ઉઠતા આ બાબત સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી ચર્ચાનો વિષય બની હતી. શાળાના નિર્માણમાં કથિત ભ્રષ્ટાચાર થવાના સવાલો ઉભા થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.આ ગંભીર બાબતને ધ્યાને રાખીને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ ગામીત ત્વરિત એક્શન મોડમાં આવ્યા હતાં. તેમણે કોઈ પણ પૂર્વ સૂચના વગર કાકશાળા ગામે પહોંચીને નવી શાળાના બાંધકામની ઓચિંતી સ્થળ મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ વિઝિટ દરમ્યાન તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય પવાર, જિ. પં.ના સદસ્ય અને વર્તમાન આરોગ્ય ચેરમેન દિનેશ હિલિમ પણ જોડાયા હતાં. ઉપસ્થિત તમામ આગેવાનોએ જાતે સ્થળ પર જઈને નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામ તથા સામગ્રીની બારીકાઈથી ચકાસણી કરી હતી.સ્થળ તપાસ દરમ્યાન બાંધકામમાં અનેક કમીઓ અને ગંભીર ગેરરીતિઓ નજરે પડતા જિ. પંચાયત પ્રમુખ રાજેશ ગામીતે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઘટનાસ્થળેથી જ ટેલિફોનિક સંપર્ક સાધીને સંબંધિત કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. પ્રમુખએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે અત્યાર સુધીમાં જે પણ નબળું અને નિમ્ન કક્ષાનું બાંધકામ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને સરકારી નિયમો તેમજ નિર્ધારિત ધોરણો અનુસાર નવેસરથી ગુણવત્તાસભર કામગીરી શરૂ કરવામાં આવે. તેની સાથે પ્રમુખે ચીમકી આપતા જણાવ્યું કે, આ શાળા આપણા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણસ્થળ છે.બાળકોના ભવિષ્ય અને તેમની સલામતી સાથે ચેડાં કરતી આવી નબળી કામગીરી કે ગેરરીતિ હું કોઈપણ સંજોગોમાં બિલકુલ ચલાવી લઈશ નહીં. જિલ્લા પંચાયત પ્રમુખની આ અચાનક મુલાકાત અને લાલ આંખ કરતી કડક કાર્યવાહીના પગલે બેદરકાર અધિકારીઓ, સંબંધિત તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં ભારે હડકંપ મચી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : પૂર્ણા કાંઠે વિસર્જન વ્યવસ્થાપન અને સફાઈ કામ સુનિશ્ચિત કરવા તાકીદ
calendar_today September 16, 2026

Navsari : પૂર્ણા કાંઠે વિસર્જન વ્યવસ્થાપન અને સફાઈ કામ સુનિશ્ચિત કરવા તાકીદ

નવસારી શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી અને આગામી તહેવારોની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય અને પાલિકાની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.મહાનગરપાલિકાના અધિકારીઓની મુલાકાત દરમિયાન મુખ્યત્વે ગણેશ વિસર્જન આયોજન, સઘન સ્વચ્છતા, ગાર્ડન ડેવલપમેન્ટ અને નાગરિકો માટેની જાહેર સુવિધાઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવી હતી. લુન્સીકૂઈ ગ્રાઉન્ડ અને પૂર્ણા નદી કિનારે વિસર્જન વ્યવસ્થાની સમીક્ષા કમિશનર જયેશ ઉપાધ્યાયે લુન્સીકૂઇ ગ્રાઉન્ડ ખાતે આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા આદેશ આપ્યા હતા.ત્યારબાદ આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પૂર્ણા નદીના કિનારે ઊભી થનારી વિવિધ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વિસર્જન પર્વ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે અને સમગ્ર વિસ્તાર સ્વચ્છ તેમજ વ્યવસ્થિત રહે તે માટે ભાર મૂક્યો હતો. આ સ્થળે યોગ્ય બ્રાન્ડિંગ, સમયસર સફાઈ અને ઉત્તમ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ અપાયો હતો. આ ઉપરાંત મનપાની શહેરના ફુવારા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જયુબિલી ગાર્ડનની મુલાકાત લઈ ગાર્ડનના રિડેવલપમેન્ટ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અંગે સમીક્ષા કરાઈ હતી. આ ગાર્ડનમાં મનપાની આવક ઊભી કરવાના હેતુથી તૈયાર કરાયેલા ફૂડ કોર્ટના યોગ્ય સંચાલન અંગે ગહન ચર્ચા થઈ હતી. ફૂડ કોર્ટને નિયમોનુસાર અને પારદર્શક હરાજી પદ્ધતિથી ફાળવીને મહાનગરપાલિકાની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ અપાયા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર
calendar_today September 16, 2026

Navsari : વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર

નવસારીઃ વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ડોક્ટર ફોરમ પારેખે જણાવ્યું કે, વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વતી આ પ્રકારનું માનવતાવાદી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 યુનિટ રક્ત પ્રાપ્ત થવું એ ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. ડો. ફોરમ પારેખે રક્તદાતાઓ, આરોગ્ય સ્ટાફ અને રેડક્રોસની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward