android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!
calendar_today September 17, 2026

Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના જણાવ્યા અનુસાર, મેળા દરમિયાન દેશ-વિદેશમાંથી આવતા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને માઈભક્તો માટે સુચારુ બસ સેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના ચારેય ખૂણેથી અંબાજી ધામ તરફ જતી વિશેષ બસો દોડાવવામાં આવશે જેથી પદયાત્રીઓ અને યાત્રાળુઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.પર્યાવરણ જાળવણી અને સેવા પર્વ નિમિત્તે અનોખી પહેલએસટી તંત્ર દ્વારા મેળા દરમિયાન માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણી પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સેવા પર્વ નિમિત્તે GSRTC દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. માઈભક્તોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે એસટી નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ટેકનિકલ સ્ટાફ દિવસ-રાત ચોવીસે કલાક પોતાની ફરજ બજાવશે. આ વિશેષ આયોજનથી પદયાત્રીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મોટી સરળતા રહેશે.સલામત મુસાફરી અને સુચારુ આયોજન સાથે એસટી તંત્ર સજ્જઅંબાજી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સૌથી પ્રાથમિક બાબત રહેશે. માઈભક્તોને સસ્તી, સરળ અને સલામત રીતે અંબાજી પહોંચાડવા અને દર્શન બાદ પોતાના વતન પરત લાવવા માટેનું કડક મેનેજમેન્ટ ગોઠવવામાં આવ્યું છે. એસટી વિભાગ દ્વારા મુખ્ય માર્ગો પર વધારાના કંટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે જેથી અંબાજી આવતા દર્શનાર્થીઓને સ્થળ પર જ તાત્કાલિક માર્ગદર્શન અને સુવિધા મળી રહે.આ પણ વાંચો : Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા

Read Full Story arrow_forward
Tariff:  100% ટેરિફ બિલ સામે ભારત ઝૂકશે નહીં, ટ્રમ્પને ભારતનું અલ્ટીમેટમ
calendar_today September 17, 2026

Tariff: 100% ટેરિફ બિલ સામે ભારત ઝૂકશે નહીં, ટ્રમ્પને ભારતનું અલ્ટીમેટમ

અમેરિકા દ્વારા રશિયા અને ઈરાન વિરુદ્ધ લાવવામાં આવેલા નવા પ્રતિબંધો અને 100% ટેરિફના પ્રસ્તાવ પર ભારતે અત્યંત મક્કમ અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દેશની ૧.૪ અબજથી વધુ વસ્તીની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે બાહ્ય દબાણ કે ટેરિફની ધમકીઓ સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર જ નિર્ણયો લેશે.ટેરિફ સામે ઝૂકશે નહીં ભારતભારત સરકારે યુએસ કોંગ્રેસમાં પસાર થયેલા આ નવા કાયદાઓની નોંધ લીધી છે અને તે વૈશ્વિક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની ઉર્જા સુરક્ષા અકબંધ રાખવા માટે વિવિધ દેશો પાસેથી તેલ અને ગેસની આયાત ચાલુ રાખવામાં આવશે. બજારની વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ આયાત અંગેના નિર્ણયો લેવામાં આવશે.ભારતે અમેરિકાને ચેતવણી આપી અમેરિકન અધિકારીઓ સાથે અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પણ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ભારતે અમેરિકાને ચેતવણી આપી છે કે આવા કડક પ્રતિબંધો માત્ર ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારને અસ્થિર કરી શકે છે. ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સક્ષમ અને તૈયાર છે.આ સંભવિત પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દેશના વ્યાપાર અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને રણનીતિ ઘડી રહી છે. ભારતનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી સહિતના ઉર્જા નિર્ણયો માત્ર ભારતના પોતાના હિતો પર આધારિત હશે, અન્ય કોઈના દબાણ પર નહીં.આ પણ વાંચોઃ CM થી લઇને PM સુધી નરેન્દ્ર મોદીનો કેટલો પગાર વધ્યો?

Read Full Story arrow_forward
Maharashtra: મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ..ગરબામાં મુસ્લિમોના પ્રતિબંધને લઇને બાબા બાગેશ્વરનું નિવેદન
calendar_today September 17, 2026

Maharashtra: મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ..ગરબામાં મુસ્લિમોના પ્રતિબંધને લઇને બાબા બાગેશ્વરનું નિવેદન

મહારાષ્ટ્રમાં નવરાત્રિને લઇને મુસલમાનોની એન્ટ્રીને લઇને વિવાદ સર્જાયો છે. પહેલા આ વિવાદમાં દેવેન્દ્ર ફડણવીસના પત્ની અને બીજેપીના નેતા નિતેશ રાણેના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આ મામલે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિવેદન આપ્યુ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રિમાં ગરબાને લઇને શું બોલ્યા ? નવરાત્રિના ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના ભાગ લેવા પરના પ્રતિબંધ અંગેની ચર્ચા ચાલુ છે. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની એ માંગનું સમર્થન કર્યું છે કે નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવો જોઈએ.આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા શાસ્ત્રીએ કહ્યું કે નવરાત્રિ એ સનાતન પરંપરાનો તહેવાર છે અને તેમાં મુસ્લિમોની શું ભૂમિકા હોઈ શકે તેવો પ્રશ્ન ઉઠાવ્યો; તેમણે નોંધ્યું કે તેમના ધર્મમાં મૂર્તિપૂજા વર્જિત છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં મુંબઈમાં છે, જ્યાં તેઓ અંબાણી પરિવારના ગણેશોત્સવ ('એન્ટિલિયા ચા રાજા')માં સામેલ થવા આવ્યા છે.મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ મીડિયાના પ્રશ્નોના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું કે જોકે દરેક વ્યક્તિએ નવરાત્રિ (સનાતન પરંપરાનો તહેવાર) ઉજવવી જોઈએ. પરંતુ ધાર્મિક પ્રથાઓમાં મૂળભૂત તફાવત છે. તેમણે કહ્યું કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે, જ્યારે આપણી ત્યાં દુર્ગા પૂજા અને ગરબાની ઉજવણી મૂર્તિપૂજા પર આધારિત તહેવારો છે. તો પછી મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ ?" આ વાતચીત દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું, "હું ભારતના વડાપ્રધાનને તેમના 76મા જન્મદિવસ પર હૃદયપૂર્વકની અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ દીર્ઘાયુ અને સુખી જીવન જીવે અને તમામ ભારતીયો તથા આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરીને આનંદપૂર્વક રાષ્ટ્રનું સંચાલન કરતા રહે." મુસ્લિમો પરના પ્રતિબંધ અંગેનો મુદ્દો શું છે?ઉલ્લેખનીય છે કે ગરબા કાર્યક્રમો પહેલાં, વિશ્વ હિન્દુ પરિષદે (VHP) ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોને ભાગ લેવાની મંજૂરી ન આપવા માટે અપીલ કરી હતી. તેમનો તર્ક હતો કે આ તહેવાર દેવીની પૂજા માટે સમર્પિત છે, માત્ર મનોરંજનનું સાધન નથી. આ સંદર્ભમાં, VHPએ સહભાગીઓની ઓળખ ચકાસવા (જેમ કે આધાર કાર્ડ તપાસવા) અને કપાળ પર તિલક લગાવવા જેવી પ્રથાઓનું પાલન કરવા માટે સૂચનાઓ જાહેર કરી હતી.રાજ્યના વિપક્ષે VHPની આ અપીલનો સખત વિરોધ કર્યો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ પગલાની વિરુદ્ધમાં વાત કરી છે. જોકે, ભાજપ અને અન્ય કેટલાક અગ્રણી વ્યક્તિઓએ આ બાબતે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા

Read Full Story arrow_forward