android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી
calendar_today September 17, 2026

Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે.આ સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકેહવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સાથે મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.બુધવારે વરસાદની ગેરહાજરી વચ્ચે મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ વધી 31.5 ડિગ્રીએ પહોંચ્યું હતું.બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 333.65 ફૂટે નોંધાઈ હતી.જ્યારે બુધવારે બપોરે 12 વાગ્યા બાદ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ હતી.અરબ સાગરમાં સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા લો પ્રેશરની સાથે મોન્સૂન ટ્રફને કારણે આગામી બે દિવસ ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે.ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.આ સાથે જ મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.વીતેલા ત્રણેક દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જેને કારણે તાપમાનનો પારો પણ ઘટી ગયો હતો.જોકે, આજરોજ મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધી 18 ડિગ્રીથી 31.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.જ્યારે રાત્રીનો પારો 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ સાથે જ સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ 9 કિલોમીટરની રહી હતી.વરસાદના જોરથી ગણેશ ભક્તોની ભવ્ય યાત્રા નીકળવાની મનસા ઠેકઠેકાણે મનમાં જ રહી ગઈ ત્યારે હવે આ ઉત્સવ દરમિયાન વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના વચ્ચે આગામીથી ગણેશ ભક્તોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ

Read Full Story arrow_forward
PM Modi Birthday: BJP એ શેર કર્યો 34 વર્ષ જૂનો ફોટો,અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા
calendar_today September 17, 2026

PM Modi Birthday: BJP એ શેર કર્યો 34 વર્ષ જૂનો ફોટો,અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને રાષ્ટ્રસેવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો એક ૩૪ વર્ષ જૂનો ઐતિહાસિક ફોટો ભારે ચર્ચામાં આવ્યો છે.1992 નો પીએમ મોદીનો એક ફોટો શેર કર્યોભાજપે શ્રીનગરના લાલ ચોકનો ૧૯૯૨નો એક પ્રખ્યાત ફોટો શેર કર્યો છે, જેમાં યુવાન નરેન્દ્ર મોદી નજરે પડે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ તત્કાલીન ભાજપ અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં 'એકતા યાત્રા' કન્યાકુમારીથી શ્રીનગર સુધી કાઢવામાં આવી હતી અને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક યાત્રાના આયોજનમાં યુવાન આયોજક તરીકે પીએમ મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભાજપે આ ફોટો શેર કરીને લખ્યું કે આઝાદી અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પથી શરૂ થયેલી એક યુવા આયોજકની આ સફર આજે દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચી છે. ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાદેશના દિગ્ગજ નેતાઓએ પણ પીએમ મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અથાક મહેનત, બલિદાન અને દૂરંદેશીના પ્રતીક સમાન પીએમ મોદીનું જીવન અટલ સંકલ્પની ગાથા છે, જે લાખો દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે.  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ૨૫ વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવતા કહ્યું કે તેમણે સુશાસનને પોતાનો સંકલ્પ બનાવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ તેમના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરતા ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ પણ વાંચોઃ Weather Update : દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Happy Birthday PM Modi: દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે, PM Modiએ શેર કરી પોસ્ટ, જુઓ Video
calendar_today September 17, 2026

Happy Birthday PM Modi: દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે, PM Modiએ શેર કરી પોસ્ટ, જુઓ Video

પીએમ મોદી આજે 76 વર્ષના થયા છે. ભારતના ખૂણે ખૂણેથી તેમને જન્મ દિવસની શુભકામના મળી રહી છે. ત્યારે પીએમ મોદીએ એક્સ પર એક વીડિયો પોસ્ટકરીને સૌનો આભાર માન્યો છે.પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું છે દેશવાસીઓના આશીર્વાદથી મને તાકાત મળે છે.  આશીર્વાદના દિયા પર પીએમ મોદીએ પોસ્ટ  કરી છે.  પીએમ મોદીએ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે કહ્યું કે આશીર્વાદનો દીવો એ સ્નેહની અભિવ્યક્તિ છે. 

Read Full Story arrow_forward