android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadnagar News : વિપક્ષના નેતા ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ
calendar_today September 17, 2026

Vadnagar News : વિપક્ષના નેતા ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે,હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.આ અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની એક વિશેષ બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કુલ 600 બાઈકર્સ 7 રાજ્યોમાંથી પસાર થઈને વારાણસી પહોંચશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ ભલે બીલ રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ કોઈપણ સંજોગોમાં આવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસાઅમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યુંગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ માત્ર સખત પરિશ્રમ જ નથી કર્યો પરંતુ દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું છે.સામાન્ય ગરીબ પરિવારમાં અને ગરીબી વચ્ચે બાળપણ વિતાવનાર નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતિ કે રાજકીય બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર ધ્રુવના તારાની જેમ પ્રગતિ કરી છે. તેમણે આખા સમાજના સરખા વિકાસ માટે કામ કરીને માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને 80 કરોડ લોકોને મફત અનાજ તથા ઘરની સુવિધા પૂરી પાડી છે જેને દેશ હંમેશાં યાદ રાખશે.આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દુનિયાના દેશો ભારતને નગણ્ય ગણતા હતા.પરંતુ આજે ભારત વિશ્વ માટે એક મજબૂત વિકલ્પ બન્યું છે. આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું,પરંતુ તેના મૂળમાં નરેન્દ્રભાઈની 25 વર્ષની સનિષ્ઠ જનસાધના રહેલી છે.જેમણે હંમેશાં સત્તાને સેવાગિરીનું માધ્યમ બનાવીને દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.આ સાથે જ પીએમ મોદીનું વડનગર આજે વિરાસતથી વિકાસનું એક રોલ મોડેલ બન્યું છે.જ્યાં તેમની યાદગીરી અને ઇતિહાસને ઉજાગર કરતું સંગ્રહાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Banaskantha News: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 40 લાખ પેકેટ તૈયાર કરાશે
calendar_today September 17, 2026

Banaskantha News: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 40 લાખ પેકેટ તૈયાર કરાશે

અંબાજી મહાકુંભ દરમિયાન દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળના પ્રસાદની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે મેળા દરમિયાન માઇભક્તો માટે અંદાજે 40 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.આ ભવ્ય આયોજનને પહોંચી વળવા માટે સમગ્ર મેળા દરમિયાન મોહનથાળના 1000 જેટલા વિશાળ ઘાણ તૈયાર કરવામાં આવશે.સામગ્રીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ​મોહનથાળ પ્રસાદની ગુણવત્તા અને સ્વાદ જળવાઈ રહે તે માટે સામગ્રીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.મોહનથાળના માત્ર એક ઘાણની વાત કરીએ તો તેમાં 100 કિલો ખાંડ,200 કિલો બેસન, 76.5 કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે.શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ સામગ્રીના મિશ્રણથી તૈયાર થતો આ પ્રસાદ ભક્તો માટે અંબાજીના દર્શન જેટલો જ પવિત્ર અનુભવ બની રહે છે.અદ્ભુત ગુણવત્તા અને ટકાવ ક્ષમતાઆ મોહનથાળ‌‌ પ્રસાદની સૌથી મોટી ખાસિયત તેની અદ્ભુત ગુણવત્તા અને ટકાવ ક્ષમતા છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો, તાજો અને ગુણવત્તાયુક્ત ટકી રહે તે માટે બનાવટ દરમિયાન તેમાં દૂધનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દૂધને બદલે શુદ્ધ દેશી ઘીનો વિશેષ અને પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીને પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતા અકબંધ રાખવામાં આવે છે, જેથી દૂર-દૂરથી આવેલા ભક્તો પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી પ્રસાદ ઉત્તમ સ્થિતિમાં રહે.29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવીજિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. 5 હજાર જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશેજિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે,અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે 2000 સફાઈ મિત્રો અને 135 થી 150 ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે.5 હજાર જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે.ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે.ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. આ પણ વાંચોઃ Vadnagar News : વિપક્ષ નેતા રોકીને બેઠા છે પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ

Read Full Story arrow_forward
Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!
calendar_today September 17, 2026

Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના જણાવ્યા અનુસાર, મેળા દરમિયાન દેશ-વિદેશમાંથી આવતા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને માઈભક્તો માટે સુચારુ બસ સેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના ચારેય ખૂણેથી અંબાજી ધામ તરફ જતી વિશેષ બસો દોડાવવામાં આવશે જેથી પદયાત્રીઓ અને યાત્રાળુઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.પર્યાવરણ જાળવણી અને સેવા પર્વ નિમિત્તે અનોખી પહેલએસટી તંત્ર દ્વારા મેળા દરમિયાન માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણી પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સેવા પર્વ નિમિત્તે GSRTC દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. માઈભક્તોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે એસટી નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ટેકનિકલ સ્ટાફ દિવસ-રાત ચોવીસે કલાક પોતાની ફરજ બજાવશે. આ વિશેષ આયોજનથી પદયાત્રીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મોટી સરળતા રહેશે.સલામત મુસાફરી અને સુચારુ આયોજન સાથે એસટી તંત્ર સજ્જઅંબાજી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સૌથી પ્રાથમિક બાબત રહેશે. માઈભક્તોને સસ્તી, સરળ અને સલામત રીતે અંબાજી પહોંચાડવા અને દર્શન બાદ પોતાના વતન પરત લાવવા માટેનું કડક મેનેજમેન્ટ ગોઠવવામાં આવ્યું છે. એસટી વિભાગ દ્વારા મુખ્ય માર્ગો પર વધારાના કંટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે જેથી અંબાજી આવતા દર્શનાર્થીઓને સ્થળ પર જ તાત્કાલિક માર્ગદર્શન અને સુવિધા મળી રહે.આ પણ વાંચો : Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા

Read Full Story arrow_forward