android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, એક કામદારનું મોત, 6 લોકોને ઈજા પહોંચી
calendar_today September 17, 2026

Gujarat Latest News Live : સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, એક કામદારનું મોત, 6 લોકોને ઈજા પહોંચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા
calendar_today September 17, 2026

Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા

આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ ધાર્મિક અને ભક્તિમય પ્રયાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા બોરસદ અને તેના આસપાસના વિવિધ ગામોમાંથી 4 હજારથી વધુ કાર્યકરો અને શ્રદ્ધાળુઓ દ્વારકા જવા માટે રવાના થયા છે.65 લક્ઝરી બસો સહિત 95 વાહનોનો કાફલોબોરસદ ખાતેથી પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજના નેતૃત્વમાં આ ભવ્ય કાફલો દ્વારકા માટે રવાના થયો હતો. કાર્યકરોને દ્વારકા લઈ જવા માટે 65 જેટલી લક્ઝરી બસો અને અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 95 વાહનોનો વિશાળ કાફલો તૈયાર કરવામાં આવ્યો હતો. દ્વારકા પ્રયાણ કરતાં પહેલાં તમામ કાર્યકરોએ બોરસદમાં આવેલી મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ જ દ્વારકાધીશના ધામે જવાનો પ્રારંભ કર્યો હતો.દ્વારકાધીશને 52 ગજની ધજા ચઢાવી દેશના વિકાસ માટે કરાશે પ્રાર્થનાદ્વારકા પહોંચીને તમામ કાર્યકરો પવિત્ર જગત મંદિર ખાતે દ્વારકાધીશ ભગવાનને 52 ગજની ધજા અર્પણ કરશે અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેશે. દેશના સશક્ત વિકાસ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તે માટે કાર્યકરો કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરશે. બોરસદથી નિકળેલા આ ભવ્ય કાફલાથી સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર!

Read Full Story arrow_forward
Vadnagar News : વિપક્ષના નેતા ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ
calendar_today September 17, 2026

Vadnagar News : વિપક્ષના નેતા ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે,હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.આ અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની એક વિશેષ બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કુલ 600 બાઈકર્સ 7 રાજ્યોમાંથી પસાર થઈને વારાણસી પહોંચશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ ભલે બીલ રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ કોઈપણ સંજોગોમાં આવશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસાઅમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યુંગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ માત્ર સખત પરિશ્રમ જ નથી કર્યો પરંતુ દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું છે.સામાન્ય ગરીબ પરિવારમાં અને ગરીબી વચ્ચે બાળપણ વિતાવનાર નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતિ કે રાજકીય બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર ધ્રુવના તારાની જેમ પ્રગતિ કરી છે. તેમણે આખા સમાજના સરખા વિકાસ માટે કામ કરીને માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને 80 કરોડ લોકોને મફત અનાજ તથા ઘરની સુવિધા પૂરી પાડી છે જેને દેશ હંમેશાં યાદ રાખશે.આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દુનિયાના દેશો ભારતને નગણ્ય ગણતા હતા.પરંતુ આજે ભારત વિશ્વ માટે એક મજબૂત વિકલ્પ બન્યું છે. આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું,પરંતુ તેના મૂળમાં નરેન્દ્રભાઈની 25 વર્ષની સનિષ્ઠ જનસાધના રહેલી છે.જેમણે હંમેશાં સત્તાને સેવાગિરીનું માધ્યમ બનાવીને દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.આ સાથે જ પીએમ મોદીનું વડનગર આજે વિરાસતથી વિકાસનું એક રોલ મોડેલ બન્યું છે.જ્યાં તેમની યાદગીરી અને ઇતિહાસને ઉજાગર કરતું સંગ્રહાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward