android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે
calendar_today September 17, 2026

NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અધિકૃત પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ આગામી દિવસોમાં લેવાનારી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ યોગ્ય રીતે કરી શકશે.JEE Main 2027નું આયોજન જાન્યુઆરીમાંજાહેરાત કરવામાં આવેલા શિડ્યુલ અનુસાર, એન્જિનિયરિંગ પ્રવેશ માટેની અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષા JEE Main 2027 (સત્ર-૧) નું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. આ પરીક્ષા ૨૨ થી ૨૪ જાન્યુઆરી અને ૨૮ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન લેવાશે. જ્યારે મેનેજમેન્ટ અભ્યાસક્રમો માટેની CMAT 2027 પરીક્ષા ૭ ફેબ્રુઆરીએ યોજાવાનું નક્કી કરાયું છે.શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓની તારીખ જાહેરઆ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેની UGC-NET (ડિસેમ્બર ૨૦૨૬) પરીક્ષા ૧૪ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાશે. સ્નાતકોત્તર પ્રવેશ માટેની CUET-PG 2027 પરીક્ષા માર્ચ મહિનામાં વિવિધ તારીખો પર લેવામાં આવશે. આ સાથે જ NIFT અને અન્ય પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. NTA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ જાહેર કરાયેલી તમામ તારીખો સંભવિત (Tentative) છે અને અનિવાર્ય સંજોગોમાં તેમાં ફેરફાર થઈ શકે છે.આ પણ વાંચોઃ South Africa: બ્રિક્સથી પાછા ફર્યા બાદ રાષ્ટ્રપતિ રામાફોસા બીમાર! વિદેશ મંત્રાલયે દાવાને ફગાવ્યા

Read Full Story arrow_forward
વડાપ્રધાન નરેન્દ્ર મોદી.... જાણો બૂથ કાર્યકરથી 'મોદી યુગ' સુધીની ઐતિહાસિક રાજકીય સફર
calendar_today September 17, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી.... જાણો બૂથ કાર્યકરથી 'મોદી યુગ' સુધીની ઐતિહાસિક રાજકીય સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 17સપ્ટેમ્બરના રોજ તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ અને રાજનેતા સહિત તમામ જાણીતી હસ્તીઓએ વડાપ્રધાનને જન્મદિવસની ભાવભીની સદભાવનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, એક કામદારનું મોત, 6 લોકોને ઈજા પહોંચી
calendar_today September 17, 2026

Gujarat Latest News Live : સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, એક કામદારનું મોત, 6 લોકોને ઈજા પહોંચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward