android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: 12 વર્ષીય સગીરાને કેટરર્સના કામના બહાને દેહવ્યાપારમાં ધકેલી
calendar_today September 17, 2026

Rajkotમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: 12 વર્ષીય સગીરાને કેટરર્સના કામના બહાને દેહવ્યાપારમાં ધકેલી

રાજકોટ શહેરમાં માતા-પિતાની આંખ ઉઘાડતો અને કાળજું કંપાવી દેતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષીય માસુમ સગીરાને કેટરર્સના કામમાં સારી કમાણી અપાવવાની લાલચ આપીને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દેવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ હૃદયકંપાવનારી ઘટનાને પગલે સમગ્ર રાજકોટ શહેરમાં અરેરાટી અને ભારે ચકચાર મચી જવા પામી છે.સતત ચાર દિવસ રૂમમાં પૂરી ગ્રાહક દીઠ રૂ.500 માં વસૂલીમળતી વિગતો અનુસાર, સગીરાને એક મકાનમાં સતત ચાર દિવસ સુધી બાનમાં રાખીને તેની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આરોપીઓ સગીરાને હવસખોરો સમક્ષ સોંપીને ગ્રાહક દીઠ રૂ.500 ની રકમ વસૂલતા હતા. આ દરમિયાન મકાનમાં કંઈક અજુગતું થતું હોવાની શંકા જાગતાં એક જાગૃત પાડોશી મહિલાએ બાળકીની માતાને જાણ કરી હતી. પરિવારજનોએ જ્યારે દીકરીની પ્રેમથી પૂછપરછ કરી ત્યારે બાળકીએ રડતાં રડતાં પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પોક્સો હેઠળ ગુનો નોંધી બે મહિલાઓની ધરપકડબનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક જાણ કરાતાં આજીડેમ પોલીસ મથકનો કાફલો એક્શનમાં આવ્યો હતો. પોલીસે પોક્સો (POCSO) એક્ટ તેમજ દુષ્કર્મ અને માનવ તસ્કરી સહિતની સખત કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપી પાડોશી મહિલા અને તેની બહેનપણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે બાળકી પર દુષ્કર્મ ગુજારનારા તમામ હવસખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર
calendar_today September 17, 2026

Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી અગમચેતી મુજબ આજે સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના આ મુખ્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા છે.લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિયવાતાવરણમાં એકસાથે સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફના કારણે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે આકરી તાકીદ કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં હજુ 9 ટકા વરસાદની ઘટનોંધનીય છે કે ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં રાજ્યમાં હજુ પણ સરેરાશ 9 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આવા સમયે શરૂ થયેલા વરસાદના આ નવા રાઉન્ડથી ઘટ પૂરી થવાની અને ધરતીપુત્રોને ખેતી માટે મોટી રાહત મળવાની આશા જાગી છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 24થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહેશે, જેનાથી જળાશયોમાં પાણીની આવક વધશે.આ પણ વાંચો : Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા

Read Full Story arrow_forward
Rajkotના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ મહિલાની નિર્મમ હત્યા!
calendar_today September 17, 2026

Rajkotના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ મહિલાની નિર્મમ હત્યા!

રાજકોટ શહેરના પોશ ગણાતા કાલાવડ રોડ વિસ્તારમાંથી એક અત્યંત ચકચારી અને ભયાનક ઘટના સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલી જાણીતી મટુકી રેસ્ટોરન્ટની પાછળના ભાગેથી એક પ્રૌઢ મહિલાની લોહી નીતરતી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને સનસનાટી મચી જવા પામી છે.મૃતકની ઓળખ અને હત્યાનો ખુલાસોબનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ 55 વર્ષીય ગીતાબેન વાંજા તરીકે થઈ છે. મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા હોવાથી તેમની ધારદાર હથિયાર કે ઘાતક હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.ક્રાઇમ બ્રાન્ચ અને LCB નો કાફલો મેદાનમાંઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની અલગ-અલગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હત્યા પાછળનું અંગત વૈરઝેર, લૂંટ કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવીને અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward