android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના અત્યંત વ્યસ્ત એસ.જી. હાઇવે પર રખડતાં પશુઓનો ત્રાસ યથાવત!
calendar_today September 17, 2026

Ahmedabadના અત્યંત વ્યસ્ત એસ.જી. હાઇવે પર રખડતાં પશુઓનો ત્રાસ યથાવત!

અમદાવાદ શહેર અને આસપાસના મુખ્ય માર્ગો પર રખડતાં પશુઓનો ગંભીર ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા એસ.જી. હાઇવે પર અડાલજ નજીક રખડતાં પશુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. હાઇવેના મુખ્ય માર્ગ પર જ પશુઓએ અડિંગો જમાવી લેતાં આંતરરાજ્ય અને સ્થાનિક વાહનવ્યવહાર પર તેની સીધી અસર પડી રહી છે.વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ અને ટ્રાફિક જામમુખ્ય માર્ગો પર વચોવચ પશુઓ બેસી રહેવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ઝડપથી આવતા વાહનો માટે ભારે અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. અનેકવાર અચાનક પશુઓ સામે આવી જતાં વાહનચાલકોએ અચાનક બ્રેક મારવી પડે છે, જેનાથી નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકોને રોજના ક્રમે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલોતંત્ર દ્વારા રખડતાં પશુઓને પકડવા અને માલિકો સામે કડક કાર્યવાહી કરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. હાઇવે જેવા અત્યંત ઝડપી માર્ગો પર પણ પશુઓનો આ રીતે અડિંગો હોવા છતાં જવાબદારો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પશુઓને હટાવીને માર્ગ સુરક્ષિત બનાવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagarના વઢવાણની હદમાં SMC ના દરોડા, લીંબડી-રાજકોટ હાઇવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today September 17, 2026

Surendranagarના વઢવાણની હદમાં SMC ના દરોડા, લીંબડી-રાજકોટ હાઇવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે મોટો દરોડો પાડીને વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. SMC ની ટીમે બાતમીના આધારે લીંબડી-રાજકોટ હાઇવે પર આવેલા બલદાણા ગામ નજીક 'જય દ્વારકાધીશ ટી સ્ટોલ' સામેના જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.20,976 બોટલો અને રૂ.1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત2 આરોપીઓની ધરપકડ અને 4 વોન્ટેડઆ સમગ્ર મામલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી હરિયાણાના જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના અને નરેશ મદનલાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રમેશકુમાર જાટ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક આકાઓ અને ટ્રક માલિક સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ફરાર આરોપીઓ અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા
calendar_today September 17, 2026

Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર ઠગોએ એક નાગરિકને લગ્નનું આમંત્રણ આપવાના બહાને મોબાઈલ પર એક એપીકે (APK) ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઈલને લગ્નની ડિજિટલ કંકુતરી સમજીને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી, જેના પરિણામે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા.બેંક એકાઉન્ટમાંથી રૂ.15.45 લાખ ગાયબ, મોબાઈલ થયો હેકજેવી જ ફરિયાદીએ પોતાના ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરી કે તુરંત જ સાયબર ઠગોએ તેમના મોબાઈલનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદી કઈ સમજે તે પહેલા જ તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ રૂ. 15 લાખ 45 હજારની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. બેંકમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતાં જ ફરિયાદીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાવચેત રહેવા અપીલઆ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેને બ્લોક કરવાની તજવીજ સાથે આ ટેકનિકલ ફ્રોડ કરનાર ગેંગને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આ સાથે જ સાયબર પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ APK ફાઈલ ડાઉનલોડ ન કરવા કડક ચેતવણી આપી છે.આ પણ વાંચો : Ahmedabad News : પાલડી ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વેપારી સાથે 21.79 લાખની ઠગાઈ, તેજસ શાહ સામે ફરિયાદ

Read Full Story arrow_forward