android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tata Sons News: ટાટા સન્સના IPOનો રસ્તો ક્લિયર ! ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે સોંપાઇ કમાન
calendar_today September 17, 2026

Tata Sons News: ટાટા સન્સના IPOનો રસ્તો ક્લિયર ! ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે સોંપાઇ કમાન

ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનની વિદાયને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારે, ટાટા સન્સ લિમિટેડના બોર્ડે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરન માટે પાંચ વર્ષના નવા કાર્યકાળને મંજૂરી આપી હતી અને ગ્રુપની હોલ્ડિંગ કંપનીને લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.એન. ચંદ્રશેખરન વધુ 5 વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેનએન. ચંદ્રશેખરન આગામી પાંચ વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે. બોર્ડે ગુરુવારે તેમના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપી હતી. ચંદ્રશેખરને થોડા દિવસો પહેલા જ રાજીનામું આપ્યું હતું.IPOની તૈયારીઓમાં ચંદ્રશેખરન મહત્વની ભૂમિકાઆનો અર્થ એ છે કે IPOની તૈયારીઓમાં ચંદ્રશેખરન મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યકાળ લંબાવવાની સાથે સાથે, ટાટા સન્સના બોર્ડે કંપનીના લિસ્ટિંગને પણ મંજૂરી આપી છે. જોકે, ટાટા ટ્રસ્ટ્સ જે હોલ્ડિંગ કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે તેઓ ચેરમેન તરીકે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી શકે છે.

Read Full Story arrow_forward
PM Modi’s 76th Birthday : પીએમ મોદીના જન્મદિને વડનગરના શર્મિષ્ઠા તળાવથી ‘સેવા યાત્રા’નો શુભારંભ, અમિત શાહ સહિતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
calendar_today September 17, 2026

PM Modi’s 76th Birthday : પીએમ મોદીના જન્મદિને વડનગરના શર્મિષ્ઠા તળાવથી ‘સેવા યાત્રા’નો શુભારંભ, અમિત શાહ સહિતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને ભગવાન વિશ્વકર્મા પૂજનના પવિત્ર અવસરે તેમની જન્મભૂમિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી એક માસ સુધી ચાલનારી ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પીએમ મોદીના દીર્ઘાયુની કામના સાથે તેમના જાહેર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જન્મભૂમિથી કર્મભૂમિ સુધી યોજાનારી આ યાત્રા અંતર્ગત આગામી એક મહિના સુધી ગરીબ, કિસાન અને યુવા કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસાઅમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યુંગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ માત્ર સખત પરિશ્રમ જ નથી કર્યો પરંતુ દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું છે.સામાન્ય ગરીબ પરિવારમાં અને ગરીબી વચ્ચે બાળપણ વિતાવનાર નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતિ કે રાજકીય બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર ધ્રુવના તારાની જેમ પ્રગતિ કરી છે. તેમણે આખા સમાજના સરખા વિકાસ માટે કામ કરીને માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને 80 કરોડ લોકોને મફત અનાજ તથા ઘરની સુવિધા પૂરી પાડી છે જેને દેશ હંમેશાં યાદ રાખશે.આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દુનિયાના દેશો ભારતને નગણ્ય ગણતા હતા.પરંતુ આજે ભારત વિશ્વ માટે એક મજબૂત વિકલ્પ બન્યું છે. આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું,પરંતુ તેના મૂળમાં નરેન્દ્રભાઈની 25 વર્ષની સનિષ્ઠ જનસાધના રહેલી છે.જેમણે હંમેશાં સત્તાને સેવાગિરીનું માધ્યમ બનાવીને દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.આ સાથે જ પીએમ મોદીનું વડનગર આજે વિરાસતથી વિકાસનું એક રોલ મોડેલ બન્યું છે.જ્યાં તેમની યાદગીરી અને ઇતિહાસને ઉજાગર કરતું સંગ્રહાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનું નિવેદનવડનગરની પવિત્ર ભૂમિ પરથી સંબોધન કરતાં મહારાષ્ટ્રના ડીવાયસીએમ એકનાથ શિંદેએ પોતાના વક્તવ્યની શરૂઆત ગુજરાતી ભાષામાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડનગરના સપૂત નરેન્દ્ર મોદી આજે સમગ્ર દેશના લાડલા નેતા બની ગયા છે, અને તેમની ઉંમર જોવાને બદલે તેમણે દેશ માટે કરેલી કામગીરી જોવી જોઈએ જેનું કદ હિમાલય જેવડું છે. વર્ષ ૨૦૧૪ પછી ગરીબોને રોટી, કપડાં અને મકાન પૂરાં પાડી તેમના જીવન બદલવાનું કાર્ય થયું છે. યોજનાઓ કાગળ પરથી નીકળીને સીધી લાભાર્થી સુધી પહોંચે તે જ સાચી સેવા છે અને કેન્દ્ર સરકારની દરેક યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનની વૈશ્વિક સ્વીકૃતિના પરિણામે જ વિશ્વના 36 દેશોએ તેમને પોતપોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.G20નું સફળ આયોજન અને વેક્સિન મૈત્રી દ્વારા ભારતની વૈશ્વિક છબી થઈ મજબૂતવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક અને શાસન સેવા ક્ષેત્રે ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમના નેતૃત્વ હેઠળ મેળવેલી વિવિધ દેશી-વિદેશી સિદ્ધિઓ રેખાંકિત કરવામાં આવી છે. તેમના શાસનકાળ દરમિયાન યોજનાઓ અને સુશાસનના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે તાજેતરમાં દેશનો જીડીપી (GDP) ગ્રોથ રેટ ૭.૮% નોંધાયો છે. આ ઉપરાંત, ભારતમાં સફળતાપૂર્વક યોજાયેલી G20 સમિટથી વૈશ્વિક સ્તરે દેશનું માન-સન્માન વધ્યું છે. મહામારી દરમિયાન ૧૦૦થી વધુ દેશોને વેક્સિન પહોંચાડીને 'વેક્સિન મૈત્રી' દ્વારા ભારત પર વિશ્વનો ભરોસો વધુ મજબૂત બન્યો છે.વ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજનPM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની જન્મભૂમિ વડનગરમાં વિવિધ દિવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી ખાસ વડનગર ખાતે પધાર્યા હતા. PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમગ્ર વડનગર નગરીમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર સવારથી જ ઉજવણીની ધામધૂમ શરૂ થઈ ગઈ છે.200 ઋષિકુમારો દ્વારા ડમરુનાદ અને શંખનાદ સાથે મહાનુભાવોનું સ્વાગતઆ ઉજવણી અંતર્ગત વડનગરમાં ડમરુનાદ અને શંખનાદ માટે એક વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિદ્ધપુરથી ખાસ પધારેલા 200 જેટલા ઋષિકુમારો દ્વારા એકસાથે શંખનાદ અને ડમરુનાદ કરીને કાર્યક્રમમાં પધારેલા આમંત્રિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત થનારી મહાઆરતી દરમિયાન પણ આ 200 ઋષિકુમારો દ્વારા દિવ્ય શંખનાદ અને ડમરુનાદ કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવવામાં આવશે."હિન્દુ સંસ્કૃતિનું જતન અને વિશ્વ સ્તરે ભારતનો ડંકો": અખિલેશ્વર દાસજીવડનગર ખાતે ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ PMના નેતૃત્વની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને કશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને એક તાંતણે બાંધવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે PM મોદીના પ્રયાસોથી જ આજે હિન્દુ સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે. જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારત આવે છે ત્યારે PM તેમને પવિત્ર મંદિરોના દર્શને લઈ જાય છે અને પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપીને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પરિચય કરાવે છે.આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલ, 2 કલાકમાં 44 મીમી વરસાદ નોંધાયો
calendar_today September 17, 2026

Gujarat Latest News Live : યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલ, 2 કલાકમાં 44 મીમી વરસાદ નોંધાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward