android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ
calendar_today September 18, 2026

Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરે 01 વાગ્યા સુધીમાં રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,પંચમહાલ,દાહોદ અને મહિસાગર સહિત કુલ 9 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી માહોલ જામ્યોસાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતા કુદરતી નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.નવા નીરની આવકથી ધરોઈ જળાશયના જળસ્તરમાં વધારો થશે.આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કૂવાના પાણી ઊંચા આવશે.શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.મેઘરજમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિઅરવલ્લી જિલ્લાના શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે બીજી બાજુ અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ ધોધમાર વરસાદમાં ભીંજાઈ ગયા છે.રસ્તામાં ભારે વરસાદ પડવાથી માતાજીના રથને સુરક્ષિત રાખવા માટે પદયાત્રીઓએ તેના પર પ્લાસ્ટિક ઢાંકીને ચાલવાની ફરજ પડી છે જેના કારણે આ વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે. મેઘરજમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. પાટણ અને મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદપાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને શહેરના સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. તેમજ રેલવે ઘરનાળું પણ પાણીમાં ડૂબી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ધીમીધારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહી છે.આ પણ વાંચોઃ Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ

Read Full Story arrow_forward
Bharuch News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત, ફાયર વિભાગે બસ ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું
calendar_today September 18, 2026

Bharuch News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત, ફાયર વિભાગે બસ ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું

ભરૂચના આમોદ પંથકમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.માતર ગામ નજીક સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા.જોકે કરજણ ફાયર વિભાગની સમયસૂચકતા અને કામગીરીના કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. માતર ટોલ પ્લાઝાથી લગભગ બે કિલોમીટર વડોદરા તરફ આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો રાજસ્થાનના બાડમેરથી સુરત તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસેન્જર ટ્રાવેલ્સ બસ એક લાંબુ ટ્રેલર અને એક ફોર વ્હીલર ગાડી આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કરને કારણે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર આગળની કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા.વાહનના પતરા અંદરની તરફ ધસી જવાને કારણે ડ્રાઈવર બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા.ઘટનાને પગલે હાઈવે પર અને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાઅકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.આધુનિક હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના લોખંડના પતરા અને સ્ટિયરિંગને કાળજીપૂર્વક કાપવામાં આવ્યા હતા.આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.ડ્રાઈવરને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ

Read Full Story arrow_forward
IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો!
calendar_today September 18, 2026

IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો!

ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો આંચકો સમાન સમાચાર સામે આવ્યા છે. દેશેની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે પોતાની વિવિધ સેવાઓ અને ચાર્જમાં મોટો વધારો કર્યો છે. જો તમે આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બાળકોની ટિકિટ, સામાનનું ભાડું અને અન્ય સુવિધાઓ માટે વધુ ખિસ્સું ખાલી કરવું પડશે.શિશુ ટિકિટ અને વધારાના સામાનના ચાર્જમાં વધારોજો તમે ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે શિશુ ટિકિટ (Infant Ticket) માટે તમારે વધારાના ₹૧,૦૦૦ ચૂકવા પડશે. અગાઉ આ ફી ₹૨,૦۰۰ હતી, જે હવે વધારીને ₹૩,૦૦૦ કરી દેવામાં આવી છે. આ નિયમ એવા બાળકો પર લાગુ થાય છે જેમને અલગ સીટ ફાળવવામાં આવતી નથી અને તેઓ માતા-પિતા સાથે પ્રવાસ કરે છે.આ ઉપરાંત, ફ્રી અલોવાન્સ મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા પર હવે પ્રવાસીઓએ પ્રતિ કિલોગ્રામ ₹૮૦૦ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલોગ્રામ હતો.પ્રાયોરિટી ચેક-ઇન અને અન્ય સેવાઓ મોંઘીએરપોર્ટ પર લાંબી કતારોથી બચવા માટે લેવાતી સેવાઓ પણ હવે મોંઘી બની છે:પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ: આ સેવા માટે હવે મુસાફરોએ ₹૪૫૦ ની જગ્યાએ ₹૬૫૦ ચૂકવવા પડશે.અનએકંપનીડ માઇનોર સર્વિસ (એકલા મુસાફરી કરતા બાળકો): જો કોઈ બાળક વાલી વગર એકલું મુસાફરી કરી રહ્યું હોય, તો આ ખાસ સેવાનો ચાર્જ ₹૫,૦૦૦ થી વધારીને ₹૫,૯૯૯ કરી દેવામાં આવ્યો છે.ટ્રાવેલ સર્ટિફિકેટ ફી: ટ્રાવેલ સર્ટિફિકેટ મેળવવા માટે હવે અગાઉના ₹૨૦૦ ના બદલે ₹૩૦૦ ફી વસૂલવામાં આવશે. સેવા શુલ્કમાં થયેલા આ વધારાને કારણે હવે મુસાફરોનું પ્રવાસ બજેટ થોડું વધી જશે.આ પણ વાંચોઃ  તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!

Read Full Story arrow_forward