android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?
calendar_today September 18, 2026

Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?

રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.શંકાસ્પદ ઘી અને મોતીચૂર લાડુ સહિત 37 સેમ્પલ લેવાયાઆ દરોડા દરમિયાન ખોરાકમાં ભેળસેળની આશંકાને પગલે આરોગ્ય ટીમે શંકાસ્પદ ઘી, મોતીચૂરના લાડુ તેમજ અન્ય મીઠાઈઓ અને ખાદ્યસામગ્રી સહિત કુલ 37 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ્સને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ માલસામાન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો : Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ

Read Full Story arrow_forward
Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો
calendar_today September 18, 2026

Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા સર્કલ નજીક આવેલા ચામુંડા ટાયર સામેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક યુવકની અટકાયત કરી તલાશી લેતાં તેની પાસેથી અંદાજે રૂ.55.50 લાખની કિંમતનું 1.850 કિલોગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) નો મોટો જથ્થો મળી આવ્યો છે.શોલ્ડર બેગમાંથી મળી આવ્યું 1.85 કિલો મેફેડ્રોનપોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ બેંગ્લોરના 24 વર્ષીય નિકીલેશ ક્રીષ્નપ્પા તરીકે થઈ છે. આરોપીના કબજામાંથી મળી આવેલી શોલ્ડર બેગની ઝડતી લેતાં અંદરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પ્રાથમિક ચકાસણીમાં પણ આ પદાર્થ મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી પાસે આ નશાકારક પદાર્થ રાખવા કે તેની હેરાફેરી કરવા અંગે કોઈ કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.બેંગ્લોરમાં નાઇજિરિયનને સોંપવાનું હતું સપ્લાયપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી નિકીલેશ આ મેફેડ્રોનનો જથ્થો ચંદીગઢ ખાતે બે નાઇજિરિયન શખ્સો પાસેથી મેળવીને આવ્યો હતો. આ જથ્થો બેંગ્લોર ખાતે રહેતા 'ફ્રેન્ક' નામના અન્ય એક નાઇજિરિયન શખ્સને પહોંચાડવાનો હતો. હાલ નરોડા પોલીસ મથકમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા નાઇજિરિયન નાગરિકો સહિત તમામ આરોપીઓને દબોચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
calendar_today September 18, 2026

Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અનેક રાજ્ય વરસાદ વરસ્યો છે. તેમજ વહેલી સવારથી ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. તેમજ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે, ભારે વરસાદ વચ્ચે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ત્યારે આ વચ્ચે હવે દેશના વિવિધ રાજ્યોમાં શુક્રવારે (18 સપ્ટેમ્બર) ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 21 રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના છે અને પવનની ગતિ 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMDએ અનેક રાજ્યોમાં વીજળી પડવાની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહીહાલ ભારે વરસાદને લઈને 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે તો ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ બોટાદ,અમદાવાદ,ગાંધીનગર,  અરવલ્લી,ખેડા,આણંદ, મહિસાગર,પંચમહાલ,દાહોદ, વડોદરા,ભરુચ,નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.IMDના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર થાઈલેન્ડ પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પહોંચવાની શક્યતા છે. તેની અસર હેઠળ, 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં તે જ વિસ્તારમાં લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ)નું ક્ષેત્ર રચાઈ શકે છે. શનિવારથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિલ્હી-NCRમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા ઝાપટાંની શક્યતા છે. મહત્તમ તાપમાન 33°C થી 35°C ની વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22°C થી 24°C ની વચ્ચે રહેવાની ધારણા છે.બંગાળ, બિહાર અને ઝારખંડમાં વરસાદહવામાન વિભાગે 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતા છે. વિભાગે જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​બિહાર, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો અને અંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ આવી જ હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન એજન્સીએ આજે ​​રાષ્ટ્રીય રાજધાનીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.ચોમાસું ક્યારે વિદાય લેશે?રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય આ અઠવાડિયે શરૂ થઈ શકે છે; જોકે, તે પહેલાં 18 સપ્ટેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદની શક્યતા છે અને 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢમાં વ્યાપક વરસાદની સંભાવના છે.IMD અનુસાર, ગુજરાતમાં 18-19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો દોર ચાલુ રહેશે. ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.આ પણ વાંચો: બાથરૂમ સુધી કર્યો પીછો... 17 વાર છરીથી હુમલો, Americaમાં 'Mr Singh'પોસ્ટ બાદ વિવાદ વચ્ચે શીખ ડ્રાઈવર પર હુમલો

Read Full Story arrow_forward