android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Abhijeet Dipke: અભિજીત દિપકે પર પોલીસની કાર્યવાહી તેજ, અનેક FIR નોંધાઈ; હવે કોર્ટમાં રજૂ કરાશે
calendar_today October 17, 2026

Abhijeet Dipke: અભિજીત દિપકે પર પોલીસની કાર્યવાહી તેજ, અનેક FIR નોંધાઈ; હવે કોર્ટમાં રજૂ કરાશે

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેની દિલ્હી પોલીસે શુક્રવારે અટકાયત કરી હતી. તિરંગા માર્ચ પહેલાં દિપકેને તેમના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા કલાકોમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે એટલે કે 17 ઓક્ટોબરે શનિવારે દિલ્હી પોલીસ અભિજીતને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરશે. એક અઠવાડિયામાં દિપકેને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની આ બીજી ઘટના છે.આ પહેલાં મુંબઈથી દિલ્હી પહોંચ્યા ત્યારે પણ તેમની અટકાયત થઇ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરવાની તેમની યોજના હતી. જ્ઞાનેશ કુમાર પર મતદાર યાદીમાં ગેરરીતિ કરવાના આરોપો લાગ્યા છે.CJPએ શુક્રવારે દાવો કર્યો હતો કે તિરંગા માર્ચ પહેલાં અભિજીત દિપકેને કસ્ટડીમાં લીધા બાદથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં CJPએ કહ્યું, “અમારો તેમની સાથે સંપર્ક તૂટી ગયો છે. તેમને વકીલો સાથે વાત કરવા દેવામાં આવતા નથી. આ સરકાર યુવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કેમ કરે છે? અમે પણ ભારતના સમાન નાગરિકો છીએ અને બંધારણ દ્વારા મળેલા તમામ અધિકારો તથા સુરક્ષા મેળવવાનો અમને હક છે.”નેહા બોરા કસ્ટડીમાંથી મુક્તAISAનાં પ્રમુખ નેહા બોરાને શુક્રવારે સાંજે કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શનિવારે વહેલી સવારે તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. 12 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેમને આરકે પુરમ પોલીસ સ્ટેશનમાંથી છોડી મૂકવામાં આવ્યાં હતાં.રાતભર વિદ્યાર્થી સંગઠનોના સભ્યો નેહા બોરાની મુક્તિની માગ કરતા રહ્યા હતા. 29 વર્ષનાં વિદ્યાર્થી નેતા નેહા બોરાને જંતર-મંતર પાસે અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. આ અઠવાડિયે દિલ્હી પોલીસે 'કોકરોચ યુથ મૂવમેન્ટ'ના નેતૃત્વ હેઠળ પ્રદર્શન કરી રહેલા લોકોના પ્રયાસો સામે કડક કાર્યવાહી કરી છે. =કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ નેહા બોરાએ ANI સાથે વાત કરતાં કહ્યું, “કાયદો અને વ્યવસ્થા સાથે દરેક રીતે ચેડાં થઈ રહ્યાં છે. સામાન્ય નાગરિકો સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે, જાણે તેઓ કોઈ મોટા ગુનેગાર હોય. દેશમાં લાંબા સમયથી આવું થઈ રહ્યું છે. કયા અધિકાર હેઠળ આને યોગ્ય ઠેરવી શકાય? કયા કાયદા કે આદેશ હેઠળ અટકાયતમાં લેવાયેલા લોકોને આખી રાત બંધ રાખવાનું યોગ્ય ગણાવી શકાય?”કૂચ યોજવા પાછળનું એક મહત્ત્વનું કારણ CJPના સભ્યો સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ પણ હતી. 13 ઓક્ટોબરે જંતર-મંતર પર તિરંગો લઈને પ્રવેશ કરવાના આરોપસર બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Read Full Story arrow_forward
Supreme court: બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું આ મૂળભૂત અધિકાર
calendar_today October 17, 2026

Supreme court: બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું આ મૂળભૂત અધિકાર

બાળકોના ઇન્ટરનેટ ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના મતે, બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવાનો વિચાર યોગ્ય નથી. બાળકોની સુરક્ષા જેટલી મહત્ત્વપૂર્ણ છે, એટલી જ તેમની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પણ મહત્ત્વ ધરાવે છે. તેથી બાળકોને ઑનલાઇન જોખમોથી બચાવવાની સાથે તેમને ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરવાની તક આપવી પણ જરૂરી છે.ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર મૂળભૂત અધિકારોનો એક ભાગસુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર મૂળભૂત અધિકારોનો એક ભાગ છે, જેમાં બાળકોના અધિકારોનો પણ સમાવેશ થાય છે. અદાલતે ઉંમરના આધારે ઇન્ટરનેટના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો અભિગમ સ્વીકાર્યો નથી. જોકે, બાળકોની ઑનલાઇન સુરક્ષા માટે કડક માતા-પિતાના નિયંત્રણો, જાતીય શોષણ સંબંધિત સામગ્રીની ફરિયાદ કરવાની અને તેને દૂર કરવાની વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો કોની સાથે સંપર્ક કરી શકે અને કઈ સામગ્રી જોઈ શકે તેના નિયંત્રણ માટે ખાસ ‘ચાઇલ્ડ મોડ’ જેવી સુવિધાઓનો વિચાર રજૂ કર્યો છે.સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવુંભારતીય બંધારણની કલમ 21 અને કલમ 19(1)(a) હેઠળ ઇન્ટરનેટના ઉપયોગ સાથે જોડાયેલા અધિકારોને મૂળભૂત અધિકારોના વ્યાપ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ અધિકારો માત્ર પુખ્ત વયના લોકો પૂરતા મર્યાદિત નથી, પરંતુ બાળકોને પણ તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વિના અધિકારો મળે છે. તેથી બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવાને બદલે, તેમને સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવું અને ઑનલાઇન જોખમોથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે રોકવું યોગ્ય નથીકોર્ટના તર્ક અનુસાર, બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ મનાઈ કરવી એ એવી દલીલ કરવા સમાન છે કે ચોક્કસ ઉંમરથી નાનાં બાળકોમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા નથી અથવા તેમને પોતાની વાત વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ નહીં. બાળકોની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા માટે પગલાં લેવાં જરૂરી છે, પરંતુ તેના નામે તેમની તમામ ઑનલાઇન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય ઉકેલ નથી.બાળકોને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ, નવી માહિતી, સર્જનાત્મકતા અને દુનિયા સાથે જોડાવાની તક મળે છે. તેથી તેમના અધિકારો અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બને છે. બાળકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ મળે અને તેઓ જવાબદારીપૂર્વક ઇન્ટરનેટનો ઉપયોગ શીખે, તે દિશામાં પ્રયાસ થવા જોઈએ.કાયદાકીય પ્રતિબંધથી સમસ્યાનો ઉકેલ આવશે?સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું કે માત્ર કાયદો બનાવીને બાળકોને ઇન્ટરનેટથી દૂર રાખવાનો પ્રયાસ હંમેશાં અસરકારક સાબિત થાય એવું નથી. પ્રતિબંધ હોવા છતાં બાળકો માતા-પિતા અથવા સંબંધિત અધિકારીઓની જાણ બહાર ઇન્ટરનેટનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. આવી સ્થિતિમાં તેઓ વધુ જોખમી અને અનિયંત્રિત ડિજિટલ માધ્યમો તરફ વળી શકે છે.આવા પ્લેટફોર્મ પર બાળકોને નુકસાનકારક સામગ્રી, અજાણ્યા લોકોના સંપર્ક અને ઑનલાઇન શોષણ જેવા જોખમોનો સામનો કરવો પડી શકે છે. પરિણામે, સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો હેતુ જ નબળો પડી શકે છે.માતા-પિતાની જવાબદારી પણ મહત્ત્વપૂર્ણબાળકોને ઑનલાઇન સુરક્ષિત રાખવા માટે માતા-પિતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. બાળકો કઈ વેબસાઇટનો ઉપયોગ કરે છે, સોશિયલ મીડિયા પર કોની સાથે સંપર્કમાં છે અને કઈ પ્રકારની સામગ્રી જુએ છે, તેના પર ઉંમરને અનુરૂપ દેખરેખ રાખવી જરૂરી છે.આ ઉપરાંત, માતા-પિતાએ બાળકો સાથે ઇન્ટરનેટના જોખમો અંગે ખુલ્લી વાતચીત કરવી જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ સંપર્ક કરે અથવા અયોગ્ય સામગ્રી જોવા મળે તો વિશ્વાસપાત્ર પુખ્ત વ્યક્તિને જાણ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ.મુખ્ય વાત એ છે કે બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાના વિરોધી નથી. યોગ્ય માર્ગદર્શન, જવાબદાર ઉપયોગ અને અસરકારક સુરક્ષા વ્યવસ્થાઓ દ્વારા બંનેનું રક્ષણ કરી શકાય છે.

Read Full Story arrow_forward
YouTuber યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીની કોર્ટનું જામીનપાત્ર વોરંટ, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી
calendar_today October 17, 2026

YouTuber યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીની કોર્ટનું જામીનપાત્ર વોરંટ, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી

પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટે 2018ના માનહાનિ (Defamation) કેસમાં તેમની સામે જામીનપાત્ર વોરંટ (Bailable Warrant) જારી કર્યું છે. આ કાર્યવાહી વિકાસ સાંકૃત્યાયન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે.શું છે માનહાનિ કેસનો આખો મામલો?'લાઈવ લો' ના અહેવાલ મુજબ, ફરિયાદી વિકાસ સાંકૃત્યાયનનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ "ભાજપ આઈટી સેલ ભાગ II" (BJP IT Cell Part II) શીર્ષક હેઠળ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ફરિયાદીનો દાવો છે કે આ વિડીયોમાં તેમના પર અનેક ખોટા, પાયાવિહોણા અને તેમની છબી ખરડાતાં બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા.સાકેત કોર્ટે કેમ જારી કર્યું જામીનપાત્ર વોરંટ?સાકેત કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ જૈને આ કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે ધ્રુવ રાઠીને પહેલા નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ જે સરનામે નોટિસ મોકલાઈ હતી તે ઘર લોક (બંધ) હાલતમાં મળ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કોર્ટે નવું સમન્સ જારી કર્યું હતું. મૂળભૂત રીતે આ કેસની સુનાવણી ૨૦ નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ તારીખ આગળ વધારવા વિનંતી કરી હતી.ફરિયાદીની દલીલ અને ભારતમાં ધ્રુવ રાઠીની હાજરીફરિયાદીએ કોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે જર્મનીમાં વસે છે, પરંતુ તાજેતરમાં તેઓ "CJP (કોકરોચ જનતા પાર્ટી) વિરોધ પ્રદર્શન" ના સંદર્ભમાં ભારતમાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિદેશમાં રહેવાના કારણે જ આ કેસમાં સમન્સની બજવણી છેલ્લા ઘણા વર્ષોથી અટકેલી હતી. ફરિયાદીએ કોર્ટને જણાવ્યું કે તેઓ હરિયાણામાં ધ્રુવ રાઠીના સરનામા વિશે જાણે છે, જેથી નોટિસ ઝડપથી બજાવી શકાય. હવે આ કેસની આગામી સુનાવણી 31 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.ભારત છોડી લંડન પહોંચ્યા ધ્રુવ રાઠી: આંતરરાષ્ટ્રીય વિરોધનું આહ્વાનમુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે ધ્રુવ રાઠી 10 ઓક્ટોબરે ભારત આવ્યા હતા. જોકે, હવે તેઓ દેશ છોડીને લંડન પહોંચી ગયા છે. લંડન પહોંચીને તેમણે 'મત ચોરી' સામેના વિરોધ પ્રદર્શનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું આહ્વાન કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ લંડનમાં ભારતના ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.આ પણ વાંચો : Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ

Read Full Story arrow_forward