android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી
calendar_today September 1, 2026

Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી

સુરત જિલ્લાના સાયણ સુગર મીલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી ચૂંટણીને લઈને વિવાદ ગરમાયો છે. ચૂંટણીમાં રાજકીય મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા ખેડૂત સભાસદો મેદાને ઉતર્યા છે. આજે સાયણ સુગર મીલના કંપાઉન્ડમાં ખેડૂતો અને સભાસદોની બેઠક મળી હતી, જેમાં “સુગર મીલ બચાવો, મેન્ડેટ ભગાવો”ના નારા ગુંજી ઉઠ્યા હતા.4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશેઓલપાડ પ્રાંત દ્વારા આગામી 4 સપ્ટેમ્બરે સાયણ સુગર મીલના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ખેડૂત સભાસદોએ આ ચૂંટણી ભાજપના મેન્ડેટના આધારે નહીં, પરંતુ સહકારી ધોરણે યોજવાની માંગ કરી છે.મેન્ડેટ નહીં, સહકારી ધોરણે ચૂંટણીની માંગખેડૂત સભાસદોનું કહેવું છે કે સુગર મીલ એક સહકારી સંસ્થા હોવાથી તેની ચૂંટણી પણ સહકારી સિદ્ધાંતો અને નિયમો અનુસાર થવી જોઈએ. રાજકીય પક્ષના મેન્ડેટના આધારે ચૂંટણી યોજવાથી સંસ્થાની સ્વતંત્રતા અને લોકશાહી પ્રક્રિયા પર અસર થઈ શકે છે.મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા ચૂંટણી અધિકારી અને સાયણ સુગર મીલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોના હિત અને સંસ્થાના સારા વહીવટ માટે નિયમ મુજબ ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.પારદર્શક અને લોકશાહી ચૂંટણીની માંગખેડૂત સભાસદોએ મેન્ડેટ પ્રથા વિના પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સભાસદોના મત અને સહકારી ધોરણોના આધારે થવી જોઈએ.4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણીખેડૂતોએ આગામી 4 સપ્ટેમ્બરે મેન્ડેટ લાવનારાઓનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. વિરોધ કરી રહેલા ખેડૂત સભાસદોએ એકસુરે જણાવ્યું છે કે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવશે અને જરૂર પડશે તો સુગર મીલમાં પ્રવેશ સામે પણ વિરોધ નોંધાવવામાં આવશે.  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય
calendar_today September 1, 2026

Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ સોબો સેન્ટર ખાતે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આ સિસ્ટમ ફ્લોપ સાબિત થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આમ છતાં, તંત્ર દ્વારા હવે શહેરના પોશ અને ધમધમતા વેપારી મથક સી. જી. રોડ પર ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ AMC નું નવું પાર્કિંગ આયોજનનવી નીતિ મુજબ, સી. જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી લઈને પંચવટી ક્રોસ રોડ સુધીના માર્ગ પર કુલ 280 ફોર-વ્હીલર વાહનો પાર્ક થઈ શકે તેવી સ્માર્ટ બેરિયર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે કેશલેસ અને ઓટોમેટેડ રાખવામાં આવી છે. વાહન ચાલકે પાર્કિંગનો ઉપયોગ કરવા માટે અથવા વાહન બહાર કાઢતી વખતે સ્માર્ટ બોક્સ પર આપેલા QR કોડને સ્કેન કરીને UPI કે અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પેમેન્ટ સફળ થયા બાદ જ ફ્લેપ બેરિયર ઓટોમેટિક નીચે નમશે અને વાહન બહાર નીકળી શકશે.નવી પાર્કિંગ સિસ્ટમની મુખ્ય શરતો અને સુવિધાઓ આ સ્માર્ટ પાર્કિંગમાં કોઈ પણ પ્રકારનું કેશ (રોકડ) પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.આ નક્કી કરાયેલા 280 સ્લોટ માત્ર ચાર-પૈડા વાહનો (Car) માટે જ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટુ-વ્હીલર માટે 'નો એન્ટ્રી' રાખવામાં આવી છે. જો કોઈપણ વાહનચાલકને પાર્કિંગ સંબંધિત કોઈ સમસ્યા નડે અથવા ત્યાં તૈનાત કર્મચારીઓ દ્વારા રોકડ રકમની ગેરકાયદે માગણી કરવામાં આવે, તો તંત્ર દ્વારા તુરંત 70410 40111 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે.આ પણ વાંચો: Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ

Read Full Story arrow_forward
ISRO 4 સપ્ટેમ્બરે લોન્ચ કરશે GSLV-F17, ચીન-પાકિસ્તાન બોર્ડર પર રહેશે નજર
calendar_today September 1, 2026

ISRO 4 સપ્ટેમ્બરે લોન્ચ કરશે GSLV-F17, ચીન-પાકિસ્તાન બોર્ડર પર રહેશે નજર

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) 4 સપ્ટેમ્બરે EOS-05 સેટેલાઈટનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. આ સેટેલાઈટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 2:55 વાગ્યે GSLV-F17 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. EOS-05ને પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે ભારતના મોટા વિસ્તાર પર સતત નજર રાખવાની સાથે એક જ વિસ્તારની તસવીરો વારંવાર મેળવી શકશે. ભારતનો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશેEOS-05 ભારતનો એવો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશે, જે ચક્રવાત, પૂર, વાદળ ફાટવા અને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ કરશે. સેટેલાઈટથી મળતી તસવીરોના આધારે પૂર કેટલા વિસ્તારમાં ફેલાયું છે અથવા ચક્રવાતથી કયા વિસ્તારો પ્રભાવિત થયા છે તેની માહિતી ઝડપથી મેળવી શકાશે. જંગલમાં આગ લાગવાના કિસ્સામાં પણ અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી મેળવવામાં મદદ મળશે.ભૌગોલિક ફેરફારો પર નજર રહેશેસેટેલાઈટથી મળતી માહિતીનો ઉપયોગ હવામાન વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી ટીમો અને અન્ય સરકારી એજન્સીઓ કરી શકશે. આ ઉપરાંત ખેતી, જમીનના ઉપયોગ અને મોટા વિસ્તારોમાં થતા ભૌગોલિક ફેરફારો પર નજર રાખવામાં પણ EOS-05 ઉપયોગી સાબિત થઈ શકે છે. સરહદી વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ આ સેટેલાઇટની ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે.EOS-05ને એવી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે પૃથ્વીની ગતિ સાથે સુમેળમાં પરિભ્રમણ કરશે. સામાન્ય રીતે પૃથ્વીની નજીકની કક્ષામાં ફરતા સેટેલાઈટ કોઈ ચોક્કસ વિસ્તાર ઉપરથી પસાર થયા બાદ થોડા સમય પછી ફરી ત્યાં પહોંચે છે. જોકે EOS-05ની કક્ષા તેને ભારતના મોટા ભાગ પર વારંવાર નજર રાખવાની ક્ષમતા આપશે.GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશેGSLV-F17ની આ 19મી ઉડાન હશે. તેમાં GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોકેટ આશરે 51.7 મીટર લાંબું અને લોન્ચ સમયે લગભગ 420.5 ટન વજનનું હશે. રોકેટ ત્રણ તબક્કામાં કામ કરીને પહેલા સેટેલાઈટને પ્રારંભિક કક્ષામાં પહોંચાડશે અને ત્યારબાદ તેને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.આ મિશનનું જોડાણ 2021ના EOS-03 મિશન સાથે પણ છે. 12 ઓગસ્ટ 2021ના રોજ GSLV-F10થી EOS-03નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટના અંતિમ તબક્કામાં ટેક્નિકલ ખામી સર્જાતા સેટેલાઈટ નિર્ધારિત કક્ષામાં પહોંચી શક્યો નહોતો. હવે EOS-05 મિશન દ્વારા ISRO આ પ્રકારની સેટેલાઈટ સેવા ફરી શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે.આ પણ વાંચો : Sonia Gandhiના પુસ્તક Belonging પર પેંગ્વિનનો યુ-ટર્ન, પ્રકાશન ન કરવા પાછળ શું હતો ખુલાસો?, જાણો

Read Full Story arrow_forward