android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR
calendar_today October 17, 2026

Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR

મોરબી મહાનગરપાલિકામાં સામે આવેલા ચર્ચાસ્પદ બોગસ બિલ કૌભાંડ સંદર્ભે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મનપાના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કામોની સમીક્ષા સાથે બોગસ બિલ કૌભાંડ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી અને મેયરે સ્પષ્ટ જાહેરાત કરી છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચલાવી સીધા કાનૂની પગલાં ભરીને ફોજદારી કેસ નોંધવામાં આવશે.સમગ્ર તપાસ માટે ખાસ કમિટીની કરાઈ રચના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે બોગસ બિલ કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જો 700ના બદલે 1700 કામો દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની એક-એક વિગત તપાસવામાં આવશે. મંત્રીએ મનપાના વહીવટમાં સફાઈ આપતા ઉમેર્યું હતું કે, "અમારા તમામ 52 કોર્પોરેટરો સંપૂર્ણપણે ક્લિન છે અને હું પોતે મંત્રી તરીકે પણ ક્લિન છું." તેથી કોઈ અધિકારી કે કર્મચારી ગેરરીતિમાં સામેલ હશે તો તેની સામે સખત કાર્યવાહી નક્કી છે.મેયર ઉત્તમ સુરાણીનું વલણ અને કાનૂની કાર્યવાહીસંકલન બેઠક બાદ મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મહાનગરપાલિકાના વિકાસ કાર્યોમાં પારદર્શિતા જાળવવી પ્રથમ પ્રાથમિકતા છે. બોગસ બિલ કૌભાંડમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોષિત સાબિત થશે તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ફોજદારી ફરિયાદ (FIR) દાખલ કરાશે. હાલ તમામ બિલ અને કામગીરીના ચોપડાઓની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!
calendar_today October 17, 2026

Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!

અમદાવાદ શહેરને ઝંઝોળી મુકનારી કરુણ ઘટનાને એક અઠવાડિયું પૂર્ણ થવા છતાં 9 વર્ષની બાળકી મનીષા સલાટનો કોઈ પત્તો લાગ્યો નથી. ગત શનિવારે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીની શોધખોળ માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી ચાલુ રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સાત-સાત દિવસ વીતી ગયા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. જેમ જેમ સમય વિતી રહ્યો છે તેમ તેમ માસૂમ બાળકીના પરિવારજનોની આશા ધૂંધળી બની રહી છે અને તેમની અસહ્ય પીડા અને ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.રેસ્ક્યૂ કામગીરીમાં વિલંબ અને પરિવારની આક્રોશભરી આશાએક અઠવાડિયાથી પરિવારની આંખો ગટરના નાળા પર અટકેલી છે અને માસૂમ બાળકી સલામત મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સર્ચ કામગીરીની ધીમી ગતિ અને પરિણામ વગરના પ્રયાસો સામે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશાળ લશ્કર અને આધુનિક સાધનો હોવાનો દાવો કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ પાસે આટલા દિવસો પછી પણ બાળકીની ભાળ મેળવવા અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી.ખુલ્લી ગટર અને વહીવટી તંત્રની બેદરકારી સામે સવાલોઆ કરુણ દુર્ઘટનાએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. ઘટના બાદ હવે સ્થાનિકો અને નાગરિકો તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે કે, "ભરચક વિસ્તારમાં ગટર ખુલ્લી રાખવા માટે ખરેખર જવાબદાર કોણ?", "9 વર્ષની માસૂમ બાળકીની શોધખોળમાં આટલો મોટો વિલંબ કેમ થઈ રહ્યો છે?" અને "ભવિષ્યમાં આવી જાનલેવા ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી તંત્ર ક્યારે આપશે?".ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અલ નીનોની અસરથી ગુજરાતમાં વીજ સંકટ, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
calendar_today October 17, 2026

અલ નીનોની અસરથી ગુજરાતમાં વીજ સંકટ, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વપરાશમાં આવેલા અચાનક અને ઐતિહાસિક ઉછાળા પાછળનું સાચું કારણ આખરે સામે આવ્યું છે. વૈશ્વિક હવામાન પેટર્ન ‘અલ નીનો’ (El Niño) ના કારણે રાજ્યમાં તાપમાનનો પારો અસામાન્ય રીતે ઊંચકાતાં વીજળીની માગમાં તોતિંગ વધારો નોંધાયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની વાસ્તવિક વીજ સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખુલાસો કર્યો છે કે દિવસે તો સોલાર અને વિન્ડ એનર્જીથી ગાડું ગબડે છે, પરંતુ સાંજ પડતાં જ અછત સર્જાતી હોવાથી સરકારે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક ૧,૦૦૦ મેગાવોટ વધારાની વીજળી ની માંગણી કરી છે.અલ નીનોથી તાપમાન વધ્યું, સાંજથી રાત સુધી વીજ પુરવઠો ખૂટે છેઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પાવર ક્રાઈસિસ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સક્રિય અલ નીનોની સીધી અસર હેઠળ રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને તાપમાન વધ્યું છે, જેના પરિણામે ઘરગથ્થુ, ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે પાવર વપરાશ આસમાને પહોંચી ગયો છે.હાલમાં વીજળીનો ઉપયોગ અભૂતપૂર્વ રીતે વધીને ભારે દબાણ ઊભું કરી રહ્યો છે.દિવસના સમયે તો રાજ્યમાં મોટા પાયે કાર્યરત સૌર ઊર્જા (Solar Power) અને પવન ઊર્જા (Wind Energy) ના ઉત્પાદનના કારણે વીજળીની ઘટ સરભર થઈ જાય છે.પરંતુ મોટો પડકાર સાંજ પછી ઊભો થાય છે; સૂર્ય આથમતાં જ સોલાર પાવર બંધ થઈ જાય છે અને સાંજથી લઈને મધરાત સુધી રાજ્યમાં પૂરતો વીજ પુરવઠો મેળવવામાં ભારે તંગી સર્જાઈ રહી છે.કેન્દ્ર પાસે 1,000 મેગાવોટ માંગી, કેન્દ્ર તરફથી ખાતરી મળીસાંજના સમયે ઊભી થતી વીજ ખાધને પહોંચી વળવા રાજ્ય સરકારે દિલ્હી દરબારમાં રજૂઆત કરી છે.ગુજરાત સરકારે કેન્દ્રીય પૂલમાંથી તાત્કાલિક ધોરણે વધારાની 1,000 મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકાર સમક્ષ સત્તાવાર માગ મૂકી છે.કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતની આ રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે અને રાજ્યને વહેલી તકે વધારાનો પાવર સપ્લાય ઉપલબ્ધ કરાવવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.ઉદ્યોગ ગૃહોને વીજ કાપ સ્વીકારવા વિનંતી, ટૂંક સમયમાં સ્થિતિ થાળે પડશેખેડૂતો અને સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે તે હેતુથી સરકારે ઔદ્યોગિક એકમોનો સહયોગ માંગ્યો છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીડ બેલેન્સ જાળવી રાખવા માટે રાજ્યના મોટા ઉદ્યોગ ગૃહોને પીક અવર્સ એટલે કે સાંજના સમયે સ્વેચ્છાએ વીજળીનો વપરાશ ઘટાડવા/કાપ મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર તરફથી વધારાનો ક્વોટા મળતાં જ ગણતરીના દિવસોમાં રાજ્યમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય અને પૂર્વવત થઈ જશે.

Read Full Story arrow_forward