android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી
calendar_today September 1, 2026

Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી

ગુજરાતની નામાંકિત અને ઐતિહાસિક એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે આગામી 23 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બની રહેશે. ભારતના દેશના પ્રથમ નાગરિક અને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૨૩ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરારાષ્ટ્રપતિના હસ્તે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સત્તાધીશોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને આધ્યાત્મિક તથા સામાજિક સંદેશ પાઠવશે.MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિરાષ્ટ્રપતિના આગમનને પગલે વડોદરા શહેર પોલીસ, એસપીજી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના આકરા ઇંતઝામ અને હાઇ-એલર્ટ પ્રોટોકોલ ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભના સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થા અંગેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો: Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે

Read Full Story arrow_forward
Surat : રાત્રે બ્રિજ પર શું બન્યું? પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યા, બાઈક સવાર હુમલાખોરો ફરાર
calendar_today September 1, 2026

Surat : રાત્રે બ્રિજ પર શું બન્યું? પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યા, બાઈક સવાર હુમલાખોરો ફરાર

સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મેમણ સમાજના અગ્રણી અને પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ઘાતકી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. રાત્રે અંદાજે 9:45 વાગ્યે બાઈક પર આવેલા એક કરતાં વધુ હુમલાખોરોએ તેમના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા48 વર્ષીય ફૈઝલ ઝકારીયા હસન ફત્તા રાંદેર વિસ્તારના ગોરાટ પાસે આવેલા અલનુર રેસીડેન્સીમાં રહેતા હતા. તેઓ રાત્રે ચોક બજાર સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આવ્યા હતા, ત્યારે હુમલાખોરો તેમના પર તૂટી પડ્યા હતા. ગંભીર હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાની કોશિશ કરી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બ્રિજ પર લોહીના ડાઘ, બચવા ભાગ્યા હોવાની આશંકાઘટનાસ્થળેથી બ્રિજની નીચે અને પેરાપિટ નજીક લોહીના ડાઘ મળી આવ્યા છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ ફૈઝલ ફત્તાએ બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેમને બચીને નીકળવાની તક આપી ન હતી.એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો હુમલાખોરો બાઈક પર આવ્યા હોવાનું અને એક કરતાં વધુ વ્યક્તિઓ હત્યામાં સામેલ હોવાની વિગતો સામે આવી છે. હત્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.જમીનના સોદા કે જૂનો વિવાદ? હત્યા પાછળ અનેક અટકળોફૈઝલ ફત્તા પ્રોપર્ટી ડિલર તરીકે શહેરમાં અનેક જમીન સોદા સાથે જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના અનેક પ્રભાવશાળી અને માથાભારે લોકો સાથે સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. જમીનના સોદાઓ અને સંબંધોને લઈને અગાઉ કોઈ વિવાદ થયો હતો કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છેહત્યાની રીત અને હુમલાની ગંભીરતાને જોતા પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે. જમીન વિવાદ, અંગત સંબંધો અથવા અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે કે નહીં તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોતરાઈઘટનાની જાણ થતાં લાલગેટ, ચોક બજાર અને રાંદેર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સમગ્ર હત્યા કેસની તપાસમાં જોડાઈ છે. હવે આ હત્યા પાછળનું સાચું કારણ શું છે અને હુમલાખોરો કોણ છે, તે સૌથી મોટો સવાલ બની ગયો છે. મેમણ સમાજના અગ્રણીની જાહેર સ્થળે થયેલી હત્યાએ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.. આ પણ વાંચો    :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી
calendar_today September 1, 2026

Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી

સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને કાયદાકીય અને ટેકનિકલ તપાસ દરમિયાન એક મોટું સાયબર રેકેટ પકડી પાડવામાં સફળતા મળી છે. સાઇબર શાખાની ટીમે 4 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં સામે આવ્યું હતું કે, આ તમામ 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' (બીજાના નામે ખોલાવેલા કે ભાડે રાખેલા ખાતાઓ) નો ઉપયોગ કરોડો રૂપિયાના અરાષ્ટ્રીય અને ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવી રહ્યો હતો.મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ગેરકાયદે વ્યવહારોઆ ગેંગ દ્વારા સામાન્ય અને આર્થિક રીતે નબળા લોકોને રૂ. 1,000 થી લઈને રૂ. 10,000 સુધીની કમિશન કે ભાડાની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવીને લોકો પોતાના પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો આ સાયબર ઠગોને સોંપી દેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ૪ બેંક ખાતાઓ મારફતે અત્યાર સુધીમાં રૂ. 14 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાઇબર ફ્રોડ દ્વારા લોકો સાથે આચરાયેલી રૂ. 14 લાખથી વધુની સીધી છેતરપિંડીનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો મુખ્ય ઉપયોગ શેરબજારના ગેરકાયદેસર રમત ગણાતા 'ડબ્બા ટ્રેડિંગ' તેમજ સાઇબર ગુનાના નાણાંની હેરફેર માટે થતો હતો.સાયબર ગેંગના 9 આરોપીઓ ઝડપાયાસાબરકાંઠા પોલીસે આ ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા 9 મુખ્ય આરોપીઓની એકસાથે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપનાર કે વેચનાર વ્યક્તિ પણ આ ગુનામાં ભાગીદાર ગણાશે અને તેની સામે પણ કાયદેસરની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે જિલ્લાના તમામ નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓને બેંક વિગતો, ઓટીપી કે ખાતાનો ઉપયોગ કરવા ન દેવા અપીલ કરી છે.આ પણ વાંચો:Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી

Read Full Story arrow_forward