android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NEET Paper Leak:  જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ!
calendar_today September 18, 2026

NEET Paper Leak: જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ!

કોકરોચ જનતા પાર્ટીના નેતા સ્વતંત્ર ભારદ્વાજને ત્રણ અઠવાડિયાના જામીન મળ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ અને સમર્થકો તેમને તાત્કાલિક એક કારમાં બેસાડીને ઝડપથી રવાના થઈ ગયા હતા, જેના કારણે તેઓ મીડિયા સમક્ષ આવી શક્યા ન હતા અને મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા.જામીનની કડક શરતો અને મીડિયા પ્રતિબંધપટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ સૌરભ પ્રતાપ સિંહ લાલરે ૧૫ સપ્ટેમ્બરના રોજ સ્વતંત્ર ભારદ્વાજને ₹૫૦,૦૦૦ ના વ્યક્તિગત બોન્ડ પર ૩ અઠવાડિયાના જામીન મંજૂર કર્યા હતા. આ જામીન આપતી વખતે કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ, ભારદ્વાજ કેસ સાથે સંકળાયેલા કોઈપણ સાક્ષી કે પીડિતનો સંપર્ક કરી શકશે નહીં. આ ઉપરાંત, કોર્ટે તેમને સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આ વિવાદ સંબંધિત કોઈપણ પ્રકારનું નિવેદન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ જ કાનૂની ગૂંચવણો અને કોર્ટની કડક શરતોના કારણે જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમને મીડિયાના કેમેરાથી દૂર રાખવામાં આવ્યા હતા.તિહાર જેલના ગેટ નંબર 3 બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામાસ્વતંત્ર ભારદ્વાજને તિહાર જેલના ગેટ નંબર ૩ માંથી સુરક્ષાકર્મીઓ અને સમર્થકોના ચુસ્ત ઘેરા વચ્ચે બહાર લાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ તેમનું નિવેદન લેવા માટે હાજર હતા, પરંતુ સુરક્ષા અને કાનૂની મર્યાદાઓને કારણે તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તેઓ બહાર આવતા જ તેમને તાત્કાલિક સફેદ કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને કાફલો ત્યાંથી રવાના થઈ ગયો હતો. શું છે સમગ્ર કેસ?દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા NEET પેપર લીક વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કેટલાક દલિત કાર્યકરો પર કથિત રીતે હુમલો કરવાનો અને જાતિવાદી ટિપ્પણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે સ્વતંત્ર ભારદ્વાજ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી તેમની ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી હાલ તેમને મર્યાદિત સમય માટે જામીન મળ્યા છે.આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાજ્યમાં અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: રાજ્યમાં અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
calendar_today September 18, 2026

Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ વિસ્તારોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયુંગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલી એમ કુલ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વરસાદઅમીરગઢ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિત ડાભેલા, વિરમપુર અને ઢોલીયા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને મગફળી તથા કપાસના પાકને ઘણો મોટો ફાયદો થશે.આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ

Read Full Story arrow_forward