android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે
calendar_today September 18, 2026

Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તર ભારતના વિવિધ શહેરો તરફ જતી 18 સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવવામાં આવી છે.કેટલીક ટ્રેનોની ટ્રીપ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.જ્યારે કેટલીક ટ્રેનોની વધારાની ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.ગાંધીગ્રામ ખાતે પ્લેટફોર્મની મર્યાદાને કારણે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે 04180 સાબરમતી-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે દોડશે.નવી સેવા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રહેશે.ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ હવે 04179 પ્રયાગરાજ-સાબરમતી તરીકે 3 ઓક્ટોબરથી 28નવેમ્બર સુધી દોડશે.04179 પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.જ્યારે 04180 સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડશે.ફતેહપુરથી મહેસાણા વચ્ચેના સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય.પ્લેટફોર્મની મર્યાદાને કારણે 01906 આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના ટુંડલા,ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો છે.આ ફેરફાર 6 ઓક્ટોબરથી અમલમાં આવશે.ગુજરાત સાથે જોડાયેલી આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે.આ પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશેઉધના-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09078) 25 નવેમ્બર 2026 સુધી અને પરત આગ્રા કેન્ટ-ઉધના (09077) 24 નવેમ્બર સુધી દોડશેઉધના-પ્રયાગરાજ સ્પેશિયલ (04106) 30 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-ઉધના (04105) 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છેઉધના-સુબેદારગંજ સ્પેશિયલ (04146)ની વધારાની ટ્રીપ 20 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર મંગળવાર અને શુક્રવારે દોડશેસુબેદારગંજ-ઉધના (04145) 19 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર સોમવાર અને ગુરૂવારે દોડશેવલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04120) 29 નવેમ્બર સુધી અને પરત 04119 28 નવેમ્બર સુધી દોડશેબીજી વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04178) ૨૫ નવેમ્બર સુધી અને પરત 04177 24 નવેમ્બર સુધી દોડશેઆસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09097) 24 નવેમ્બર સુધી અને પરત 09098 23 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છેજ્યારે આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (01906) 1 ડિસેમ્બર સુધી અને પરત 01905 30 નવેમ્બર સુધી દોડશેવેરાવળ-પ્રયાગરાજ સ્પેશિયલ (04174) 27 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-વેરાવળ (04173) 26 નવેમ્બર સુધી દોડશેઆ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ

Read Full Story arrow_forward
Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ
calendar_today September 18, 2026

Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ

દેશમાંથી ચોમાસાની વિદાય પહેલાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ૧૮ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસું વિદાય લેતી વખતે મેદાની વિસ્તારોમાં સારો વરસાદ છોડી રહ્યું છે, જેના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.૧૮ રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી મેદાની વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.યુપી અને બિહારમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે વરસાદઉત્તર પ્રદેશ અને બિહારમાં ચોમાસું અત્યારે પૂરજોશમાં સક્રિય છે. યુપીના ૨૫ જિલ્લાઓ અને બિહારના ૧૮ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. પહેલાથી જ ગંગા નદી અને અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ નવા વરસાદે તંત્રની ચિંતા વધારી દીધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ઠંડીની શરૂઆતમેદાની વિસ્તારોમાં વરસાદની સાથોસાથ પર્વતીય રાજ્યોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગ તેમજ ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં સિઝનની પહેલી હિમવર્ષા (બરફવર્ષા) નોંધાઈ છે. આ હિમવર્ષાના કારણે પર્વતીય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને તાપમાન ગગડવાથી વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.દિલ્હી-એનસીઆરમાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ગળું પલાળતા વરસાદની પ્રબળ શક્યતા છે. ચોમાસાની આ વિદાય વેળાની બેટિંગે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતો અને તંત્ર માટે ચિંતા પણ વધારી દીધી છે.આ પણ વાંચોઃ iPhone 18 Pro માટે લોકોમાં ગાંડો ક્રેઝ! દિલ્હીથી મુંબઇ સુધી લોકો રાતથી લોકોએ લગાવી લાંબી લાઇનો

Read Full Story arrow_forward
Air Indiaના પાઇલટ સહિત 8 ક્રૂ મેમ્બરને 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા, 35 મિનિટ મોડા પહોંચતા કાર્યવાહી
calendar_today September 18, 2026

Air Indiaના પાઇલટ સહિત 8 ક્રૂ મેમ્બરને 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા, 35 મિનિટ મોડા પહોંચતા કાર્યવાહી

આ નિયમોમાં ક્રૂ મેમ્બરના પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. હવે એ જ નિયમનું સમયસર પાલન ન કરવા બદલ Air India એક્સપ્રેસના 8 ક્રૂ મેમ્બરને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલો 2 ઓગસ્ટ 2026નો હોવાનું સામે આવ્યું છે.બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઇટ અલ્કોહોલ ટેસ્ટ કરાવવો જરૂરીમળતી માહિતી મુજબ, Air India એક્સપ્રેસની ફ્લાઇટ AX-192 દુબઈથી ઉડાન ભરીને સવારે 9:50 વાગ્યે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. ડીજીસીએના નિયમો અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરનારા ભારતીય એરલાઇનના ક્રૂ મેમ્બરે ભારતમાં લેન્ડિંગ કર્યા બાદ બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઇટ અલ્કોહોલ ટેસ્ટ કરાવવો જરૂરી હોય છે.પરંતુ આ ફ્લાઇટ સાથે જોડાયેલા આઠેય ક્રૂ મેમ્બર નિર્ધારિત સમયમર્યાદામાં ટેસ્ટ માટે પહોંચી શક્યા નહોતા. તેઓ ફ્લાઇટ લેન્ડ થયાના બે કલાક અને 35 મિનિટ બાદ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ માટે પહોંચ્યા હતા. એટલે કે નિર્ધારિત બે કલાકની સમયમર્યાદા કરતાં 35 મિનિટનો વિલંબ થયો હતો.ખાસ વાત એ છે કે, જ્યારે તમામ આઠ ક્રૂ મેમ્બરનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમની તમામ રિપોર્ટ નેગેટિવ આવી હતી. એટલે કે ટેસ્ટમાં કોઈ પણ ક્રૂ મેમ્બર દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું નહોતું. તેમ છતાં, નિર્ધારિત સમયમર્યાદાનું પાલન ન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી.એક ક્રૂ મેમ્બરની તબિયત બગડી હતીસૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા બાદ એક ક્રૂ મેમ્બરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને કારણે ક્રૂ મેમ્બર્સે પોસ્ટ-અરાઇવલની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ પોતાના નિર્ધારિત હોટેલ તરફ ગયા હતા.બાદમાં તમામ ક્રૂ મેમ્બર બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરાવવા માટે ફરી એરપોર્ટ પર પરત ફર્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ફ્લાઇટના લેન્ડિંગને બે કલાક અને 35 મિનિટનો સમય વીતી ગયો હતો. પરિણામે ડીજીસીએ દ્વારા નક્કી કરવામાં આવેલી બે કલાકની સમયમર્યાદાનું પાલન થઈ શક્યું નહોતું.Air India એક્સપ્રેસે ડીજીસીએને જાણ કરીઆ ઘટનાની જાણ Air India  એક્સપ્રેસ દ્વારા ડીજીસીએને કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમો હેઠળ એરલાઇને આઠેય ક્રૂ મેમ્બરને તાત્કાલિક ડ્યૂટી પરથી હટાવી દીધા હતા અને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.આ કાર્યવાહીનો સામનો કરનારા કર્મચારીઓમાં ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. હાલ આ આઠેય કર્મચારીઓની ઓળખ અથવા તેમની સાથે જોડાયેલી અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.આ સમગ્ર ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના પરિણામો તમામ ક્રૂ મેમ્બર માટે નેગેટિવ આવ્યા હતા. તેમ છતાં, પોસ્ટ-ફ્લાઇટ ટેસ્ટ માટે નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાનું પાલન ન થવાને કારણે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

Read Full Story arrow_forward