android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
તહેવારો પહેલા Railway કર્મચારીઓ માટે ખુશખબર,  ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!
calendar_today September 18, 2026

તહેવારો પહેલા Railway કર્મચારીઓ માટે ખુશખબર, ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!

તહેવારોની સિઝન નજીક આવતાની સાથે જ દેશભરના રેલવે કર્મચારીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશામતભર્યા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રેલવે કર્મચારીઓના વાર્ષિક બોનસની રકમમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. કર્મચારી સંગઠનો દ્વારા બોનસની રકમ ₹17,951 થી વધારીને ₹53,855 કરવાની સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને લઈને આગામી 21 સપ્ટેમ્બરે મોટી તૈયારીઓ ચાલી રહી છે.બોનસ વધારવા પાછળનું મુખ્ય કારણછેલ્લા 10 વર્ષોથી રેલવે કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (PLB) ની ગણતરી માટે લઘુત્તમ વેતન ₹7,000 માનવામાં આવતું હતું, જેના આધારે દર વર્ષે આશરે ₹17,951 ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ લઘુત્તમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પૂર્વ મધ્ય રેલવે કર્મચારી સંઘ (ECREU) અને ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) નું માનવું છે કે જ્યારે સરકારે નવું લઘુત્તમ વેતન ₹21,000 નક્કી કર્યું છે, ત્યારે કર્મચારીઓના બોનસની ગણતરી પણ આ નવા વેતનના આધારે જ થવી જોઈએ. જો આ નિયમ લાગુ થાય તો કર્મચારીઓનું બોનસ ત્રણ ગણું વધીને સીધું ₹53,855 સુધી પહોંચી શકે છે.કર્મચારી સંઘોની સરકારને ચીમકીઆ મામલે ECREU દ્વારા કેન્દ્ર સરકાર અને કેબિનેટ સચિવને પત્ર લખીને ગણતરીની સ્પષ્ટતા સાથે માંગણી મૂકવામાં આવી છે. જો સરકાર દ્વારા આ અંગે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 21 સપ્ટેમ્બરે સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતો અને વિરોધની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દુર્ગા પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલા રેલવે કર્મચારીઓની આ માંગણી સ્વીકારાય છે કે નહીં, તે તરફ અત્યારે સમગ્ર દેશના લાખો કર્મચારીઓની નજર ટકેલી છે.આ પણ વાંચોઃ NEET Paper Leak: જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અરવલ્લીના મોડાસમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને મુશ્કેલી
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: અરવલ્લીના મોડાસમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને મુશ્કેલી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
calendar_today September 18, 2026

Ahmedabad News: પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ મોડી રાત્રે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે.અમદાવાદમાં વહેલી સવારથી વરસાદઆજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતાં. શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર ભારે વરસાદ ખાબકવાનું શરૂ થયું હતું. શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને સ્કૂલે બાળકોને મુકવા જનારા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય વરસાદમાં જ સવારમાં જ લોકોને હાલાકી સર્જાઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ ખાબકેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરત અને કચ્છમાં પણ વરસાદબીજી તરફ સુરત શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના કતારગામ ,વેડ રોડ ,ડભોલી ,રાંદેર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરમા પણ વહેલી સવારથી કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખબક્યો છે. કચ્છના રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં માત્ર એક જ કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ ખાબકવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભારે વરસાદના પગલે બાદરગઢ, લોદ્રાણી, ગાગોદર તેમજ આડેસર, ભીમાસર, પલાંસવા અને ખડીર સહિતના વિસ્તારોમાં નદી-નાળામાં પાણીની ભારે આવક થઈ છે, જેનાથી સ્થાનિક જળસ્રોતોમાં વધારો થવાની સાથે ખેડૂતોના પાકને પણ મોટો ફાયદો થશે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

Read Full Story arrow_forward