android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ
calendar_today September 18, 2026

Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ

ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને સુરત સહિતના મોટા શહેરોમાં ભારે વરસાદ વરસ્યો છે. બીજી તરફ જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો તેવા ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે. સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠ સહિત અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અંબાજી પદયાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. અરવલ્લીમાં અંબાજી પદયાત્રીઓ વરસાદને કારણે મુશ્કેલીમાં અરવલ્લી જિલ્લાના શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે બીજી બાજુ અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ ધોધમાર વરસાદમાં ભીંજાઈ ગયા છે.રસ્તામાં ભારે વરસાદ પડવાથી માતાજીના રથને સુરક્ષિત રાખવા માટે પદયાત્રીઓએ તેના પર પ્લાસ્ટિક ઢાંકીને ચાલવાની ફરજ પડી છે જેના કારણે આ વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે.સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદસાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ અને વિજયનગર, પોશીના, વડાલી તેમજ ઈડર સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને જીવનદાન મળવાની સાથે તળાવોમાં પાણીની આવક થવાની અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને રાહત મળી છે, જોકે હજુ પણ નદી, તળાવ અને ચેકડેમોમાં પાણીની અછત હોવાથી જિલ્લામાં વધુ વરસાદની તાતી જરૂરિયાત છે. બીજી તરફ, ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા અને સિવિલ હોસ્પિટલ તેમજ કોલેજ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવાથી વાહનચાલકો, એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને થોડા જ વરસાદમાં પાણી ભરાતા ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીબનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે,જ્યાં ડીસા, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. આ પૈકી માત્ર ડીસામાં જ સવા ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને ડીસામાં આવેલા જલારામ મંદિર સર્કલ પાસેની કિડ્સ સ્કૂલ આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે નાના બાળકો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને સ્કૂલ સંચાલકો દ્વારા વહેલી સવારે ત્વરિત પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જોડદાર માંગ કરવામાં આવી છે.પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદપાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને શહેરના સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. તેમજ રેલવે ઘરનાળું પણ પાણીમાં ડૂબી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ધીમીધારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ સ્કૂલોમાં રજા જાહેર, AMTSના રૂટ ડાયવર્ટ કરાયા
calendar_today September 18, 2026

Ahmedabad News: શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ સ્કૂલોમાં રજા જાહેર, AMTSના રૂટ ડાયવર્ટ કરાયા

અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ રોડ અને રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે.બીજી તરફ સ્કૂલોમાં પણ સ્વૈચ્છિક રીતે રજા આપવા માટે શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.  શિક્ષણ અધિકારીએ સ્કૂલોને આદેશ આપ્યોઅમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને જોતાં સ્કૂલ સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને સૂચન કરવામાં આવ્યું હતું કે તેઓ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને રજા બાબતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશઅમદાવાદ પૂર્વ અને પશ્ચિમ DEO દ્વારા શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી.પરિસ્થિતિ મુજબ શાળા ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે.જેમાં બોડકદેવ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર,નવરંગપુરા અને કેશવબાગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.રસ્તાઓ પર પડેલાં વૃક્ષોને હટાવીને ટ્રાફિક વ્યવને પૂર્વવત કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશઆગામી સમયની સ્થિતિને જોતાં તંત્ર દ્વારા ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશ કરાયો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિમાં શહેરના ચાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. અખબારનગર, મકરબા, પરિમલ અને શાહિબાગ અંડરપાસ બંધ કરાયો છે. જ્યારે શહેરમાં ભરાયેલું પાણી વહેલી તકે ઓસરી જાય તે માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતાં. આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે

Read Full Story arrow_forward
Pune Ganpati Bappa: ચોકલેટ બાદ હવે પાણીપુરીના બાપ્પા, પુણેમાં અનોખી ગણપતિ પ્રતિકૃતિ જોવા ઉમટી ભીડ, Video
calendar_today September 18, 2026

Pune Ganpati Bappa: ચોકલેટ બાદ હવે પાણીપુરીના બાપ્પા, પુણેમાં અનોખી ગણપતિ પ્રતિકૃતિ જોવા ઉમટી ભીડ, Video

દર વર્ષે લોકો કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે પુણેમાં પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલી ગણપતિ બાપ્પાની વિશાળ અને અનોખી પ્રતિકૃતિ ચર્ચાનું કેન્દ્ર બની છે. પાણીપુરી જેવી નાજુક વસ્તુમાંથી ગણપતિ બાપ્પાનું આટલું સુંદર સ્વરૂપ તૈયાર કરવું સરળ કામ નહોતું. આ માટે આયોજકો અને કલાકારોએ લગભગ ત્રણ મહિના સુધી સતત મહેનત કરી હતી.આ અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવા માટે લગભગ 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીપુરીને ખાસ રીતે એકબીજા સાથે ગોઠવીને ગણપતિ બાપ્પાનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રતિકૃતિની સુંદરતા અને તેની પાછળ કરવામાં આવેલી મહેનત વિશે જાણ થતાં જ લોકો અહીં દર્શન માટે પહોંચવા લાગ્યા છે. બાળકો હોય કે યુવાનો, દરેકમાં પાણીપુરીથી બનેલા બાપ્પાને જોવા માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અહીં આવીને પ્રતિમા સાથે તસવીરો અને વીડિયો પણ બનાવી રહ્યા છે. આ અનોખી ગણપતિ પ્રતિકૃતિની ચર્ચા માત્ર પુણે પૂરતી મર્યાદિત રહી નથી. આયોજકોના જણાવ્યા અનુસાર, મુંબઈથી પણ કેટલાક લોકો ખાસ પાણીપુરીવાળા બાપ્પાના દર્શન કરવા માટે અહીં પહોંચ્યા છે.પાણીપુરીને સુરક્ષિત રાખવી પણ મોટો પડકારપાણીપુરીથી ગણપતિ બાપ્પાની પ્રતિકૃતિ તૈયાર કર્યા બાદ તેને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવી પણ એક મોટો પડકાર છે. પાણીપુરીને લાંબા સમય સુધી સામાન્ય સ્થિતિમાં રાખવી મુશ્કેલ હોય છે. ખાસ કરીને ભેજ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે પાણીપુરી નરમ પડી શકે છે.આ સમસ્યાથી બચવા માટે પ્રતિકૃતિની આસપાસ હેલોજન લાઇટ્સ લગાવવામાં આવી છે. આ લાઇટ્સથી આસપાસનું વાતાવરણ ગરમ રાખવામાં આવે છે, જેથી પાણીપુરીમાં ભેજની અસર ઓછી થાય અને તે નરમ ન પડે. આ રીતે ગણપતિ બાપ્પાની અનોખી પ્રતિકૃતિને તેની હાલની સ્થિતિમાં જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આસ્થા સાથે સર્જનાત્મકતાનો સંગમગણેશોત્સવ દરમિયાન અલગ-અલગ વસ્તુઓમાંથી ગણપતિ બાપ્પાની પ્રતિમાઓ અને પ્રતિકૃતિઓ બનાવવાનો ટ્રેન્ડ લોકોનું સતત ધ્યાન ખેંચી રહ્યો છે. પુણેમાં અગાઉ ચોકલેટથી બનાવવામાં આવેલા ગણપતિ બાપ્પા પણ ચર્ચામાં રહ્યા હતા. હવે 21 હજાર પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલા બાપ્પાએ લોકોમાં ઉત્સુકતા વધારી છે.આ પ્રતિકૃતિમાં ધાર્મિક આસ્થા સાથે સર્જનાત્મકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. દર્શન કરવા આવતા લોકો માટે પણ આ એક અલગ અનુભવ બની રહ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પાણીપુરીથી તૈયાર કરાયેલા આ ગણપતિ બાપ્પાએ ફરી એકવાર બતાવ્યું છે કે ગણેશોત્સવ દરમિયાન ભક્તિ સાથે સર્જનાત્મકતાના નવા પ્રયોગો પણ લોકોને આકર્ષી શકે છે. ચોકલેટથી લઈને પાણીપુરી સુધી, બાપ્પાના અલગ-અલગ સ્વરૂપો તહેવારની ઉજવણીમાં નવી રંગત ઉમેરે છે. હાલ પુણેમાં 21 હજાર પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલી આ અનોખી ગણપતિ પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Read Full Story arrow_forward