android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Valsad : વલસાડ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાયું
calendar_today September 17, 2026

Valsad : વલસાડ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાયું

**વલસાડ : વલસાડ ખાતે રૂ 3.10 કરોડનાખર્ચે નિર્મિત વલસાડ તાલુકા પંચાયત કચેરીની લોકાર્પણ વિધિ આજરોજ દેશના વડાપ્રધાનના જન્મદિને રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી કનુભાઈ અને જિ પં પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, નવા મકાનના લોકાર્પણથી અધિકારીઓ અને કર્મચારીઓને સારી સુવિધા મળવાથી ઉર્જા સાથે કામ કરશે. વલસાડ- ડાંષના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આભારવિધિતા. પં. પ્રમુખ કિશોરભાઈ મેહવાલાએ કરી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, ડી. ડી .ઓ અતિરાગ ચપલોત, જિ પો.અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા ભાજપપ્રમુખ હેમંતભાઈ કંસારા, તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. **ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad :વાવ- થરાદ જિલ્લામાં ગૌસેવા સાથે રક્તદાન
calendar_today September 17, 2026

Tharad :વાવ- થરાદ જિલ્લામાં ગૌસેવા સાથે રક્તદાન

આજના વ્યસ્ત યુગમાં જ્યારે જન્મદિન માત્ર ઉજવણી પૂરતા સીમિત થઈ જતા હોય છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિનને વાવ-થરાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સાચા અર્થમાં 'સેવા દિવસ' તરીકે મનાવીને માનવતા અને જીવદયાની એક અદ્ભુત મિસાલ બેસાડવામાં આવી છે. જિલ્લાના ખૂણે-ખૂણે યોજાયેલા આ સેવાકીય અને હૃદયસ્પર્શી કાર્યોએ સમગ્ર પંથકમાં માનવતાની સુવાસ ફેલાવી દીધી છે.ગૌસેવા એ જ પ્રભુસેવા ના પવિત્ર મંત્રને સાર્થક કરતા વાવ-થરાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિનને યાદગાર બનાવવા માટે એક ભાવનાત્મક પહેલ કરવામાં આવી હતી. વડાપ્રધાનના 76માં જન્મદિનને અનુલક્ષીને બરાબર 76 ગાડીઓમાં લીલો ઘાસચારો ભરીને જિલ્લાની વિવિધ ગૌશાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ગૌશાળાઓમાં પહોંચીને સૌએ ગૌમાતાનું પૂજન કર્યું હતું અને મૂગા જીવોની સેવા કરી વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે હૃદયપૂર્વક પ્રભુ પ્રાર્થના કરી હતી, જેણે ઉપસ્થિત સૌના હૈયાં ગગડાવી દીધા હતા.માત્ર મૂગા પશુઓની જ નહીં, પરંતુ માનવ જીવનની રક્ષા માટે પણ જિલ્લામાં સંવેદનાનો મહાસાગર ઉમટયો હતો. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સમગ્ર વાવ-થરાદ જિલ્લાના 10 જુદા જુદા મંડળોમાં વિશાળ મહારક્તદાન કેમ્પોનું ભવ્ય આયોજન કરાયું હતું. યુવાનો અને કાર્યકર્તાઓમાં જોવા મળેલો ઉત્સાહ અભ્દુત હતો. આ તમામ કેમ્પોમાંથી સ્વયંભૂ રીતે કુલ 760 બોટલ જેટલું કિંમતી રક્ત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓની વ્હારે જવા માટે રક્તબેંકોમાં જમા કરાવવામાં આવ્યું હતું, જે અનેક નવજીવન બદાનવા માટે સંજીવની સમાન સાબિત થશેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward