android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
calendar_today September 18, 2026

Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મધ્યરાત્રિ પછી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.મોડી રાતથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુર્જાતા પાકોને નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ભારે રાહત અનુભવી છે. ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ પાણી વરસ્યું છે.આ ઉપરાંત વડાલી, તલોદ અને ઈડર તાલુકાઓમાં પણ બે ઇંચ જેટલો સારો વરસાદ ખાબક્યો છે.જ્યારે વિજયનગર અને પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાના અનેક તળાવોમાં પાણીની નવી આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશીવર્તમાન સમયમાં જિલ્લામાં મગફળી,કપાસ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત હતી.સમયાંતરે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મધ્યરાત્રિના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે,કારણ કે આ પાણી પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આવશ્યકતા છે,કેમ કે હજુ પણ ઘણી નદીઓ,તળાવો અને ચેકડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. એક તરફ વરસાદે ખેડૂતોને રાહત આપી છે તો બીજી તરફ વહીવટી તંત્ર અને નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પાણી ભરાયાઈડર પંથકમાં થોડા સમયના ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.આ સ્થિતિના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ઈડર તરફથી આવતી ડેભોલ નદી તેમજ આસપાસના પહાડો પરથી વહેતા પાણીના પ્રવાહોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

Read Full Story arrow_forward
iPhone 18 Pro માટે લોકોમાં ગાંડો ક્રેઝ! દિલ્હીથી મુંબઇ સુધી લોકો રાતથી લોકોએ લગાવી લાંબી લાઇનો
calendar_today September 18, 2026

iPhone 18 Pro માટે લોકોમાં ગાંડો ક્રેઝ! દિલ્હીથી મુંબઇ સુધી લોકો રાતથી લોકોએ લગાવી લાંબી લાઇનો

આજે ભારતમાં Appleના અત્યંત પ્રતીક્ષિત હેન્ડસેટ iPhone 18 Pro અને iPhone 18 Pro Max નો પહેલો સેલ શરૂ થઈ ગયો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં આવેલા એપલ સ્ટોર્સની બહાર ગઈ રાતથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. નવો ફોન ખરીદવા માટે ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો છે.iPhone 18 Pro માટે જબરદસ્તનો ક્રેઝદિલ્હીના સાકેત સ્થિત સિલેક્ટ સિટીવોક મોલ અને મુંબઈના એપલ સ્ટોર બહાર સેંકડો લોકોએ આખી રાત પોતાના વારાની રાહ જોઈ હતી. લાઇનમાં ઊભેલા ગ્રાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો ઉપરાંત કેટલાક લોકો વગર બુકિંગે પણ સ્ટોર પર પહોંચ્યા હતા જેથી તેઓ નવા ફોનને જલદી મેળવી શકે.મોડેલ અને કિંમતની વિગતોiPhone 18 Pro (ભારતીય કિંમત):256GB (બેઝ વેરિઅન્ટ): ₹1,64,999512GB વેરિઅન્ટ: ₹1,89,9001TB વેરિઅન્ટ: ₹2,39,9002TB (ટોપ-એન્ડ વેરિઅન્ટ): ₹3,14,900iPhone 18 Pro Max (ભારતીય કિંમત):256GB (બેઝ વેરિઅન્ટ): ₹1,79,900512GB વેરિઅન્ટ: ₹2,04,9001TB વેરિઅન્ટ: ₹2,54,9002TB (ટોપ-એન્ડ વેરિઅન્ટ): ₹3,29,900બચાવ અને આકર્ષક લુક માટે આ બંને હેન્ડસેટ બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને બર્ગન્ડી રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.વિશેષ બેંક ઓફર્સ અને ડિસ્કાઉન્ટઆ પહેલા સેલ દરમિયાન ગ્રાહકોને લલચાવવા માટે કંપની ખાસ બેંક ઓફર આપી રહી છે. પસંદગીના બેંક કાર્ડ્સનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને ₹7,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત, ફોનને સરળતાથી ખરીદી શકાય તે માટે નો-કોસ્ટ EMI ના વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેના કારણે એપલ પ્રેમીઓમાં ખરીદીનો ઉત્સાહ વધુ બેવડાઈ ગયો છે.આ પણ વાંચોઃ Kolkata : તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્ન પર ECનો વચગાળાનો પ્રતિબંધ, બંને જૂથોને નવા વિકલ્પો આપવા આદેશ

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 18-09-2026
calendar_today September 18, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 18-09-2026

Rakesh IshwarbhaiMilind KantilalJyotisha KantilalKumudkumar AmbalalSonalben Kalpeshkumarઆજના જન્મ દિવસેઆપને આનંદી મન મુબારકખૂંટે નહી તેટલું ધન મુબારકતંદુરસ્તી ભર્યું તન મુબારકઆપને જન્મ દિવસ મુબારક??? જન્મદિવસ મુબારક મિત્ર ???

Read Full Story arrow_forward