android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત - સૌરાષ્ટ્રના જિલ્લાઓને અછત જાહેર કરવાની માગ
calendar_today September 1, 2026

Gandhinagar : વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત - સૌરાષ્ટ્રના જિલ્લાઓને અછત જાહેર કરવાની માગ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પૂરતા વરસાદના અભાવે ખેતીપાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાતા અસરગ્રસ્ત જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.ચર્ચા કરવા માટે નોટિસ આપી વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ મુદ્દે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા કરવા માટે નોટિસ પાઠવી છે. તેમણે નિયમ 116 હેઠળ નોટિસ આપીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે.વરસાદ ખેંચાતા ખેતીપાક પર સંકટચોમાસાની સિઝન દરમિયાન અનેક વિસ્તારોમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ખેતીપાક પર ગંભીર અસર થવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા પાકને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં થાય તો ખેડૂતોને મોટાપાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.અછતગ્રસ્ત જિલ્લા જાહેર કરવાની માંગડો. કિરીટ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિને ગંભીરતાથી લઈને તેમને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, વરસાદની લાંબી ખેંચના કારણે ખેડૂતોની મહેનત અને પાક બંને જોખમમાં મુકાયા છે. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ.ખેડૂતોને સહાય માટે સરકાર સમક્ષ રજૂઆતઅસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે પણ માંગ કરવામાં આવી છે. પાક નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને વળતર અને જરૂરી રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!
calendar_today September 1, 2026

Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા પીઠાઈ ગામની પીઠેશ્વરી વિદ્યામંદિરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાની અચાનક હાથ ધરવામાં આવેલી સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન ધોરણ 10ના વર્ગ શિક્ષક અને ગણિત વિષય ભણાવતા કમલેશ પટેલ નામના શિક્ષક વર્ગખંડમાં શંકાસ્પદ વર્તણૂક કરતા ઝડપાયા હતા. શાળા સમય દરમિયાન શિક્ષકની આ પ્રકારે વર્તણૂક જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.સોજેલો ચહેરો અને લાલ આંખોઅધિકારીની તપાસ દરમિયાન શિક્ષક કમલેશ પટેલના ચહેરા પર સોજો અને આંખો ઘેરી લાલ જણાતી હતી, જેના કારણે તેઓ દારૂ કે અન્ય કોઈ નશાની હાલતમાં હોવાની પ્રબળ શંકા ઉપજી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શિક્ષકની અટકાયત કરી શારીરિક અને લોહીના નમૂનાના પરીક્ષણ માટે મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવશે તો સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરાશેહાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. જો હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં શિક્ષક દ્વારા નશો કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થશે, તો તેમની સામે નિયમ મુજબ આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. નશાનો રિપોર્ટ પોઝિટિવ આવવાની સ્થિતિમાં શિક્ષક કમલેશ પટેલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરાય તેવી પૂર્ણ શક્યતા છે.આ પણ વાંચો : Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...

Read Full Story arrow_forward
Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા
calendar_today September 1, 2026

Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક ફરી એકવાર સામે આવ્યો હતો. ગત 30 ઓગસ્ટ 2026ની રાત્રે કેટલાક અસામાજિક તત્વો ધારદાર હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેરમાં મારામારી કરી સ્થાનિક વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.ડીંડોલીમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહીઅચાનક સર્જાયેલી આ અરાજકતા અને મારામારીના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા હતા. વિડીયો વાયરલ થતાં અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડીંડોલી પોલીસની ટીમે તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફુટેજના આધારે ડીંડોલી પોલીસે આરોપીઓની ઓળખ છતી કરી હતી અને અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ 6 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા.ગણતરીના કલાકોમાં જ 6 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા પોલીસે અક્ષય તુકારામ સોનવણે, તુષાર ઉર્ફે ખાજા દિલીપ ગાંગડુ, પિન્ટુ બલેશ્વરસિંહ રાજપૂત, શુભમ ઉર્ફે માલ્યા દીપક ચૌહાણ, ગોલુ હરિ બંજારા અને સુમિત અશોક કામલેની અટકાયત કરી છે.પોલીસે આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી મારામારી અને ભય ફેલાવવા ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ કબ્જે કર્યું છે.પોલીસ રેકોર્ડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ છ આરોપીઓ સામે અગાઉ પણ શરીર સંબંધી અને મિલકત સંબંધી અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. ડીંડોલી પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો:  Gandhinagar: ખાનગી શાળા-કોલેજોના NCC કેડેટ્સને પણ સરકારી કેડેટ્સ સમાન મળશે કેમ્પ ભથ્થું, 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

Read Full Story arrow_forward