Panchmahalના ઘોઘમ્બા નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ગમખ્વાર ટક્કર, ડ્રાઇવર કેબિનમાં ફસાયો
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા બાકરોલ રોડ પર શામળકુવા ગામ નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો છે. ઘોઘમ્બા-બાકરોલ અને બાકરોલ-ઘોઘમ્બા રૂટ પર દોડતી બે એસટી બસો સામસામે અથડાતાં ધડાકાભેર અવાજ સાથે બસોના આગળના ભાગનો ભુકડ બોલી ગયો હતો. અકસ્માતને પગલે બંને બસોમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.સ્થાનિકોએ રેસ્ક્યૂ હાથ ધર્યુંઆ ભયાનક ટક્કરમાં બસનો ડ્રાઇવર કેબિનના ભાગમાં બ बुरी રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામ લોકો અને શામળકુવા ગામના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રેન અને દોરડાંની મદદથી ભારે જહમત ઉઠાવીને સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો.સદનસીબે મોટી જાનહાની ટળીઅકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતાં તંત્રએ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટના અંગે જાણ કરવામાં આવતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઘોઘમ્બા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward