android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : રાજ્યના જળાશયોમાં પાણીની બમ્પર આવક, 45 ડેમ હાઈ એલર્ટ, બનાસકાંઠા પર અકાળની તલવાર!
calendar_today September 19, 2026

Gandhinagar News : રાજ્યના જળાશયોમાં પાણીની બમ્પર આવક, 45 ડેમ હાઈ એલર્ટ, બનાસકાંઠા પર અકાળની તલવાર!

સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના જળાશયોમાં પાણીની વિપુલ આવક નોંધાઈ રહી છે. રાજ્યના કુલ 206 મોટા અને મધ્યમ કક્ષાના જળાશયોમાં હાલની સ્થિતિએ સરેરાશ 70.49 ટકા જેટલો મહત્વપૂર્ણ જળસંગ્રહ થઈ ચૂક્યો છે. પાણીની સતત આવકને પગલે જળસંપત્તિ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 45 જળાશયોને 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે.13 ડેમ એલર્ટ અને 10 વોર્નિંગ પરજળાશયોમાં સપાટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 45 હાઈ એલર્ટ જળાશયો ઉપરાંત 13 ડેમોને 'એલર્ટ' અને 10 જળાશયોને 'વોર્નિંગ' સ્ટેજ પર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા અને તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકોને નદી કે કેનાલ કિનારે ન જવાની અને સાવચેત રહેવાની સત્તાવાર એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડેમમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.73 જળાશયોમાં 25%થી ઓછું પાણીરાજ્યમાં સરેરાશ જળસંગ્રહ 70%ને પાર થઈ ગયો હોવા છતાં અમુક ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ પાણીની તંગી જોવા મળી રહી છે. રાજ્યના 73 જેટલા જળાશયોમાં હજુ પણ 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ ઉપલબ્ધ છે. ખાસ કરીને બનાસકાંઠાનો સીપુ ડેમ માત્ર 4.42 ટકા જ ભરાયેલો છે, જ્યારે ઊંડ-1 ડેમમાં 9.79 ટકા અને દાંતીવાડા ડેમમાં 24.85 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે. આ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે આગામી દિવસોમાં વરસાદની વધુ આવકની જરૂરિયાત વર્તાઈ રહી છે.આ પણ વાંચો : Ahmedabad AMTS ની મોટી બેદરકારી, શહેરના રસ્તાઓ પર એક જ નંબર પ્લેટ પર દોડી રહી હતી બે EV બસ!

Read Full Story arrow_forward
જળવાયુ સંમેલનમાં PM Modi, ડેંગ્યૂની વેક્સિન, વરસાદની અપડેટ સહિતના મોટા સમાચાર
calendar_today September 19, 2026

જળવાયુ સંમેલનમાં PM Modi, ડેંગ્યૂની વેક્સિન, વરસાદની અપડેટ સહિતના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચારSaudi Arabia પર હુમલો સહન નહીં થાય... હુતી બળવાખોરો પર ભારતે આપી પ્રતિક્રિયાGujarat Monsoon Update: દક્ષિણમાં વધુ બાકી બધે અછત, જાણો કયા કેટલો વરસાદ?PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM ModiAmerica નો કોઈપણ દુશ્મન હવે... ડેનમાર્ક-ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પે કરી મોટી જાહેરાતDengue સામે લડવાનું સૌથી મોટું હથિયાર તૈયાર, ભારતની પહેલી વેક્સિનને મળી મંજૂરીAsian Games 2026 Day 1: આજથી રોમાંચ શરૂ, પહેલા જ દિવસે ભારતને મેડલની આશાAhmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા 'સુગર બોર્ડ'?Donald Trumpએ 100% ટેરિફ કાયદા પર કર્યા હસ્તાક્ષર, જાણો ભારત અને ચીન પર કેવી રીતે પડશે અસર?Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટGandhinagar News : રાજ્યના જળાશયોમાં પાણીની બમ્પર આવક, 45 ડેમ હાઈ એલર્ટ, બનાસકાંઠા પર અકાળની તલવાર!

Read Full Story arrow_forward
Ahmedabad News: ગીતામંદિર પાસે ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક, રાહદારીઓને રોકીને ચલાવી લૂંટ, Viral Video
calendar_today September 19, 2026

Ahmedabad News: ગીતામંદિર પાસે ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક, રાહદારીઓને રોકીને ચલાવી લૂંટ, Viral Video

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા ગીતા મંદિર વિસ્તાર પાસેથી ધોળા દિવસે અસામાજિક તત્વોની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુલ્લેઆમ રાહદારીઓને લૂંટવામાં આવી રહ્યા છે.2 થી 3 શખ્સોની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલપ્રાપ્ત વિગતો અનુસાર, ગીતામંદિર પાસે 2 થી 3 જેટલા અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે આતંક મચાવવામાં આવ્યો છે. આ લુખ્ખા તત્વો દ્વારા રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર શરમજનક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સગીર પણ ગુનામાં સામેલ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.રાહદારીઓને રોકીને બળજબરીથી પડાવવામાં આવ્યા નાણાંવાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અટકાવીને તેમને ડરાવી-ધમકાવી રહ્યા છે. એટલું જ નહીં, બળજબરીપૂર્વક તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 'સેફ સિટી'ના દાવાઓ પોકળ સાબિત થયા?એક તરફ પ્રશાસન દ્વારા શહેરમાં સુરક્ષાને લઈને 'સેફ સિટી'ના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ ધોળા દિવસે જાહેરમાં આ પ્રકારે ચાલતી લૂંટના કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા થયા છે.જાગૃત નાગરિકની સજાગતાથી મામલો પ્રકાશમાં આવ્યોઆ ગંભીર ઘટનાથી અજાણ રહેલા તંત્રની આંખ ઉઘાડવા માટે એક જાગૃત નાગરિકે હિંમત દાખવીને આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યો છે. હવે જોવું રહ્યું કે, આ વાયરલ વીડિયોના આધારે પોલીસ પ્રશાસન આવા અસામાજિક તત્વો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે.આ પણ વાંચો: Gujarat Policeમાં 200 નવી જગ્યાઓ મંજૂર, આઉટ પોસ્ટ પર થશે PSIની નિમણૂક, તમારા જિલ્લામાં કેટલા?

Read Full Story arrow_forward