android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સતત 33મા વર્ષે 51 ગજની ધજા સાથે પહોંચ્યો વ્યાસવાડીનો સંઘ
calendar_today September 19, 2026

Gujarat Latest News Live: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સતત 33મા વર્ષે 51 ગજની ધજા સાથે પહોંચ્યો વ્યાસવાડીનો સંઘ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad AMTS ની મોટી બેદરકારી, શહેરના રસ્તાઓ પર એક જ નંબર પ્લેટ પર દોડી રહી હતી બે EV બસ!
calendar_today September 19, 2026

Ahmedabad AMTS ની મોટી બેદરકારી, શહેરના રસ્તાઓ પર એક જ નંબર પ્લેટ પર દોડી રહી હતી બે EV બસ!

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) માં તંત્રની ઘોર બેદરકારી અને પોલંપોલનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસ્તાઓ પર દોડતી બે ઈલેક્ટ્રિકલ વેહિકલ (EV) બસોમાં એક જ સરખી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવીને મુસાફરોના પરિવહન માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. એક જ નંબર પ્લેટ સાથે બે અલગ-અલગ બસો રસ્તા પર દોડતી હોવાની જાણ થતાં જ મનપા અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.બસોના AMTS કોર્ડ નંબર અલગ, પણ પાસિંગ નંબર એક જતપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને EV બસોમાં AMTS દ્વારા આપવામાં આવતા સત્તાવાર કોર્ડ નંબર અલગ-અલગ લખેલા હતા, પરંતુ વાહન વ્યવહાર વિભાગના પાસિંગ નંબર (રજીસ્ટ્રેશન નંબર) બિલકુલ એક સરખા જ હતા. આ ગંભીર લોચો અને કાયદાકીય ઉલ્લંઘન સામે આવતાં જ AMTS વિભાગ ત્વરિત હરકતમાં આવ્યો હતો. સમાન નંબર પ્લેટ સાથે જાહેર માર્ગો પર બસ ચલાવવા બદલ સંબંધિત બસ ઓપરેટર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઓપરેટરને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યોઆ સમગ્ર ગંભીર મામલો AMTS વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતાની સાથે જ સંબંધિત બસ ઓપરેટરને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા ઓપરેટર પાસેથી આ અંગે તાત્કાલિક લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે કે એક જ નંબરની બે બસો રસ્તા પર કઈ રીતે દોડી રહી હતી. ઓપરેટરનો જવાબ આવ્યા બાદ આ મામલે જવાબદારો સામે વધુ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.આ પણ વાંચો : Ahmedabad News : 10 દિવસ પૂજ્યા, વિસર્જનના દિવસે રઝળ્યા! ગણેશ મૂર્તિઓની દુર્દશાએ ઊભા કર્યા અનેક સવાલ

Read Full Story arrow_forward
Gujarat Monsoon Update: દક્ષિણમાં વધુ બાકી બધે અછત, જાણો કયા કેટલો વરસાદ?
calendar_today September 19, 2026

Gujarat Monsoon Update: દક્ષિણમાં વધુ બાકી બધે અછત, જાણો કયા કેટલો વરસાદ?

ગુજરાતમાં ચોમાસાની સિઝનને લઈને રાહત અને ચિંતા બંને પ્રકારના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરેરાશ 87.68 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાહતની વાત એ છે કે, રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ 50 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે, તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ પણ વરસાદ ઓછો રહ્યો હોવાનું સામે આવ્યું છે.ઝોનવાર વરસાદની સ્થિતિ, ક્યાં કેટલા ટકા વરસ્યા મેઘરાજા?રાજ્યમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નીચે મુજબ રહ્યું છે...દક્ષિણ ગુજરાત: 113.86% (સૌથી વધુ વરસાદ)મધ્ય ગુજરાત: 88.57%ઉત્તર ગુજરાત: 70.33%સૌરાષ્ટ્ર: 67.86%કચ્છ: 57.16%દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, જ્યારે કચ્છમાં સૌથી ઓછી મેઘાની કૃપામળતી માહિતી મુજબ, રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં 113.86 ટકા નોંધાયો છે. જ્યારે બીજી તરફ કચ્છ ઝોનમાં સૌથી ઓછો 57.16 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 88.57%, ઉત્તર ગુજરાતમાં 70.33% અને સૌરાષ્ટ્રમાં 67.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વરસાદ હજુ ઓછોસમગ્ર રાજ્યમાં તમામ ઝોનમાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ ખાબક્યો હોવા છતાં, હવામાન અને આંકડાકીય દ્રષ્ટિએ છેલ્લા ત્રણ વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે વરસાદનું પ્રમાણ હજુ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે. જેને લઈને આગામી સમયમાં ખેતી અને જળસંચયની સ્થિતિને લઈને વિશેષ ચર્ચા થઈ રહી છે.આ પણ વાંચો: Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Read Full Story arrow_forward