android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ
calendar_today September 18, 2026

Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી તંત્રને વેગવંતું બનાવવાના ભાગરૂપે ૧૦ વરિષ્ઠ અને યુવા પોલીસ અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ગાંધીનગર ગૃહ વિભાગનો મોટો નિર્ણયઆ આદેશમાં 2023 અને 2024 ની બેચના 4 યુવા IPS અધિકારીઓને સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વના વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં  માનસી આર. મીનાને અમદાવાદના વિરમગામ ખાતે,  મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ખાતે, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અને  કરણકુમાર પન્નાને દાહોદના લીમખેડા ખાતે ASP તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.આ ઉપરાંત, બઢતી (પ્રમોશન) મળ્યા બાદ જેમના પોસ્ટિંગ્સ બાકી હતા તેવા 6 સિનિયર SPS અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે.10 IPS અને SPS અધિકારીઓની બદલી વડોદરા ટ્રાફિક DCP તરીકે સેવા આપતા જે.આઈ. વસાવને SRPF ગ્રુપ-9 (વડોદરા), વિસનગર SP  ડી.એમ. ચૌહાણને SRPF ગ્રુપ-3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને SRPF ગ્રુપ-4 (પાવડી, દાહોદ), ગોધરા HQ SP  બી.એલ. દેસાઈને SRPF ગ્રુપ-5 (ગોધરા), જૂનાગઢ PTC SP એચ.પી. દોશીને SRPF ગ્રુપ-13 (રાજકોટ) અને સુરત F-ડિવિઝન DCP એલ.બી. ઝાલાને SRPF ગ્રુપ-11 (વાવ, સુરત) ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.આ પણ વાંચો: Gandhinagar: ‘27th SAFE કન્વેન્શન’માં મંત્રી પ્રવિણ માળીએ સસ્ટેનેબલ મોબિલિટી એક્સપોનું કર્યું ઉદ્ઘાટન; 'સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન

Read Full Story arrow_forward
Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી
calendar_today September 18, 2026

Panchmahalના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ, કોતરોમાં ધસમસ્યા પાણી

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જામ્યું છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાનું 'ચેરાપુંજી' ગણાતા જાંબુઘોડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. મોસમનો સારો વરસાદ વરસતાં જ સમગ્ર તાલુકાનું વાતાવરણ આહલાદક અને મનમોહક બની ગયું છે.ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઈંચથી વધુ વરસાદજાંબુઘોડા તેમજ શિવરાજપુર પંથકમાં મોડી સાંજ સુધીમાં સરેરાશ 1.5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના પંડોળ અને ચેલાવાડા સહિતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.કુદરતી કોતરોમાં ધસમસતા પાણી વહ્યાઝાડી-જંગલથી ઘેરાયેલા જાંબુઘોડા પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે આસપાસના કુદરતી કોતરો અને નાળાઓમાં ધસમસતા પાણી વહેતા થયાના દ્રશ્યો સામે આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ આટલો પોષક વરસાદ વરસતાં ચોમાસુ પાકને મોટું જીવતદાન મળ્યું છે, જેને પગલે પંથકના ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશાલી જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ambajiમાં ભારે વરસાદ વચ્ચે કરુણાંતિકા, ગબ્બર પાર્કિંગની દિવાલ ધરાશાયી થતાં નિર્દોષ બાળકનું મોત
calendar_today September 18, 2026

Ambajiમાં ભારે વરસાદ વચ્ચે કરુણાંતિકા, ગબ્બર પાર્કિંગની દિવાલ ધરાશાયી થતાં નિર્દોષ બાળકનું મોત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગબ્બર પાર્કિંગ સ્થિત આવેલી એક દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. વરસાદના કારણે જમીન ધોવાઈ જતાં કે બાંધકામ નબળું હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.દિવાલ તૂટી પડતાં વિશાલ ભરથરી નામના બાળકનું મોતઅચાનક દિવાલ ધરાશાયી થતાં ત્યાં પાસે જ ઉભેલા વિશાલ ભરથરી નામના માસૂમ બાળક પર ભારેખમ કાટમાળ તૂટી પડ્યો હતો. બાળક કાટમાળ નીચે દબાઈ જતાં સ્થળ પર હાજર લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી બાળકને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માસૂમ બાળકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બાળકના કરુણ મોતને પગલે તેના પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો છે.બે મહિના પહેલાં પડેલી દિવાલ ફરી તૂટીઆ ચોંકાવનારી ઘટના બાદ તંત્રની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગબ્બર પાર્કિંગની આ જ દિવાલ માત્ર બે મહિના અગાઉ પણ ધરાશાયી થઈ હતી અને તે જ સ્થળે પુનઃ દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. યોગ્ય મજબૂતી વગર ફરીથી દિવાલ બનાવી દેવાતાં આ હોનારત સર્જાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : Sabarkanthaના તલોદમાં મેઘમહેર, ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદી બે કાંઠે વહી

Read Full Story arrow_forward