android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 5 સૈનિકો સહિત 16ના મોત
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 5 સૈનિકો સહિત 16ના મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Morbiના હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું, GSIની તપાસમાં મોટો ખુલાસો
calendar_today September 18, 2026

Morbiના હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું, GSIની તપાસમાં મોટો ખુલાસો

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માનગઢ ગામે એક વીજપોલ પાસેની જમીનમાંથી અચાનક ગરમ હવા નીકળવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ સર્જાયો હતો. જમીનમાંથી ગરમ વાયુ કે કોઈ કુદરતી ગેસ નીકળતો હોવાની વિવિધ અફવાઓએ જોર પકડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગરથી વિશેષ ટીમ અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.GSI ની તપાસમાં ખુલાસોજીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) ની ટીમે ટેકનિકલ તપાસ કરતા અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં જમીન નીચે કોઈ કુદરતી ગેસ કે જ્વાળામુખી જેવી બાબત નથી પરંતુ વીજપોલ સાથે અર્થિંગનો તાર જોડેલો ન હતો. અર્થિંગના અભાવે વીજપોલમાંથી વીજ કરંટ સીધો જમીનમાં ઉતરી રહ્યો હતો, જેના લીધે તાપમાન વધતાં જમીનમાંથી ગરમ હવા બહાર ફેંકાઈ રહી હતી.વીજપોલ અને વાયરો બદલવાની કામગીરી શરૂઆ ખુલાસા બાદ વીજ કંપની અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ક્ષતિગ્રસ્ત વીજપોલ તેમજ જૂના વાયરો બદલવાની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ માત્ર ઈલેક્ટ્રિકલ ફોલ્ટને કારણે બનેલી ટેકનિકલ ઘટના હતી અને કોઈ ગેસ લીકેજ નથી, જેથી ગ્રામજનોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ભયભીત થવાની જરૂર નથી.આ પણ વાંચો : Gandhinagar ચૂંટણી પૂર્વે ડિજિટલ સખતાઈ! શાંતિપૂર્ણ મતદાન માટે તંત્રનો મોટો નિર્ણય, વાંધાજનક રાજકીય મેસેજ મોકલ્યા તો ખેર નથી

Read Full Story arrow_forward
Idarના મણિયોર ગૌચરમાંથી લાખો મેટ્રિક ટન રેતીની ચોરી, TDOએ સરપંચ પાસે માંગ્યો ખુલાસો
calendar_today September 18, 2026

Idarના મણિયોર ગૌચરમાંથી લાખો મેટ્રિક ટન રેતીની ચોરી, TDOએ સરપંચ પાસે માંગ્યો ખુલાસો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી મણિયોર ગ્રામ પંચાયત વિસ્તારની સરકારી ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે લાખો મેટ્રિક ટન રેતીનું ખનન કરવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. મણિયોર ગામના સર્વે નંબર 175 અને 176 ની ગૌચર જમીનમાંથી ખાણ-ખનીજ માફિયાઓ દ્વારા દિવસ-રાત કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વિના બેફામ રેતી ચોરી આચરવામાં આવી રહી હોવાના અહેવાલથી ભારે ચકચાર મચી ગઈ છે.નેશનલ હાઈવે 168-Gના કામના નામે ખનન માફિયાઓ બેફામહાલ ઈડર પંથકમાં નેશનલ હાઈવે 168-G નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીનો આડશ લઈને રેત ચોરો દ્વારા મણીયોર ઉપરાંત લાલોડા, કુકડીયા, બડોલી અને ગોધમજી સહિતના આસપાસના અનેક ગામોની ગૌચર જમીનોમાંથી હજારો મેટ્રિક ટન રેતી ઉપાડી લેવામાં આવી છે. તંત્રની જાણ બહાર કે સેટિંગમાં ચાલી રહેલા આ કૌભાંડને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.તપાસના આદેશ આપી અધિકારીઓ છટકબારી શોધતા હોવાનો આક્ષેપઅહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ઈડર તાલુકા વિકાસ અધિકારી (TDO) એ જાગીને મણિયોર ગ્રામ પંચાયતના સરપંચ પાસે આ મામલે સત્તાવાર ખુલાસો માંગ્યો છે. જોકે, સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે તલાટી, TDO, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો મોટો કાફલો હોવા છતાં ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. માત્ર તપાસના આદેશો આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward