android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો
calendar_today September 18, 2026

Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી છે. ભરૂચ LCBએ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગિંગના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. 19,28,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીને પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના બુટલેગરોમાં આંતંક અને ફફડાટ વ્યાપી ગયો છે.4,920 બિયરના ટીન, વાહન અને મોબાઈલ જપ્તદરોડા દરમિયાન પોલીસે ટાટા એસ પિક-અપ વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને 4,920 નંગ બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે હેમચંદ શ્યામલાલ તોતૂરામ કૌશલ નામના આરોપીની સ્થળ પરથી અટકાયત કરી છે. પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટાટા એસ પિક-અપ વાહન અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.ફરાર આરોપીની શોધખોળ શરૂપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂના નેટવર્કમાં અન્ય એક સાગરીત પણ સામેલ છે, જે હાલ પોલીસની પકડથી ફરાર થઈ ગયો છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : Morbiના હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું, GSIની તપાસમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Jamnagar News: ઉંડ-1 કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે ખેડૂતો મેદાને, ધારાસભ્યના ઘર સામે ધરણા
calendar_today September 18, 2026

Jamnagar News: ઉંડ-1 કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે ખેડૂતો મેદાને, ધારાસભ્યના ઘર સામે ધરણા

જામનગર પંથકમાંથી ખેડૂતોના પ્રશ્ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની પ્રબળ માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધતા તેઓ આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે.8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાતફલ્લા સેક્શન અંતર્ગત સોયલ, મજોઠ, નેસડા, વાવડી અને લીંબુડા સહિતના કુલ 8 જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના સ્થાનિક ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને પાક સંરક્ષણ અને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે પહોંચી ખેડૂતો દ્વારા ધરણાખેડૂતોની આ ગંભીર સમસ્યાને લઈને ફલ્લા સેક્શનના ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં માંગણીઓ સંતોષવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યના ઘર સામે જ બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, સૌની યોજના અથવા અન્ય ઉપલબ્ધ ડેમમાંથી ફલ્લા સેક્શનની કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જેથી તેમના ઊભા પાકને બચાવી શકાય.આ પણ વાંચો: Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત

Read Full Story arrow_forward
Bareilly : 3 વાર ટાઇપિંગમાં ફેલ થતાં કર્મચારીને ક્લાર્કમાંથી સીધો પટાવાળો બનાવી દેવાયો, કલેક્ટરની એક્શનથી હડકંપ
calendar_today September 18, 2026

Bareilly : 3 વાર ટાઇપિંગમાં ફેલ થતાં કર્મચારીને ક્લાર્કમાંથી સીધો પટાવાળો બનાવી દેવાયો, કલેક્ટરની એક્શનથી હડકંપ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સરકારી કર્મચારી સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મીરગંજ તાલુકામાં તૈનાત જુનિયર ક્લાર્ક રેહાન ખાનને હિન્દી ટાઇપિંગ પરીક્ષામાં સતત 3 વખત નિષ્ફળ રહેતાં જુનિયર આસિસ્ટન્ટના પદ પરથી હટાવીને ચોથા વર્ગના કર્મચારી એટલે કે પટાવાળાના પદ પર ડિમોટ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 16 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા આદેશથી કરવામાં આવી છે.2021માં મૃતક આશ્રિત કોટામાં ભરતીરેહાન ખાનની 5 જુલાઈ 2021ના રોજ મૃતક આશ્રિત કોટામાં નિમણૂક થઈ હતી. નિયમ મુજબ જુનિયર આસિસ્ટન્ટના પદ માટે હિન્દી ટાઇપિંગ પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. જોકે, તેઓ સતત 3 પ્રયાસમાં નિર્ધારિત માપદંડ હાંસલ કરી શક્યા નહોતા.3 તક મળી, ત્રણેયમાં નિષ્ફળરેહાન ખાને પ્રથમ ટાઇપિંગ ટેસ્ટ 25 સપ્ટેમ્બર 2023ના રોજ આપ્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ બીજી તક આપવામાં આવી હતી, પરંતુ તેમાં પણ સફળતા મળી નહોતી.ડિમોશનનો આદેશ બહાર પાડવામાં આવ્યોઆ પછી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ત્રીજી અને અંતિમ તક આપવામાં આવી હતી. આ પરીક્ષામાં પણ તેઓ નિર્ધારિત ટાઇપિંગ માપદંડ પૂર્ણ કરી શક્યા નહોતા. ત્યારબાદ શાસનાદેશ મુજબ 16 સપ્ટેમ્બરે ડિમોશનનો આદેશ બહાર પાડવામાં આવ્યો.અન્ય કર્મચારીઓને હજુ તકટાઇપિંગ પરીક્ષામાં નિષ્ફળ રહેલા અન્ય મૃતક આશ્રિત કર્મચારીઓને પ્રશાસને સુધારાની તક આપી છે. રાહુલ કુમાર અને લક્ષ્મી સક્સેનાને ત્રીજી અને અંતિમ તક આપવામાં આવી છે, જ્યારે કંચિત ચૌધરી અને નેહા જોશીને બીજી તક આપવામાં આવી છે. આ કર્મચારીઓને કમ્પ્યુટર ટાઇપિંગ શીખવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નિર્ધારિત સમયગાળામાં સુધારો નહીં થાય તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.સરકારી નાણાંના ગેરવહીવટના કેસમાં કર્મચારી બરતરફઆ જ જિલ્લામાં પ્રશાસને ફરિદપુરમાં તૈનાત રહી ચૂકેલા અંશુલ વર્માને સરકારી સેવામાંથી બરતરફ કર્યો છે. તેમના પર અમીનના નાણાં પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી ગેરવહીવટ કરવાનો આરોપ હતો. 2015-16માં તેમને અગાઉ પણ બરતરફ કરવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટના આદેશ બાદ ADM સિટીની તપાસ સમિતિએ ફરી આરોપપત્ર તૈયાર કર્યું હતું. તપાસમાં આરોપો સાચા હોવાનું સામે આવ્યા બાદ અગાઉનો બરતરફી આદેશ ફરી અમલમાં મૂકવામાં આવ્યો છે.કડક કાર્યવાહીથી ચર્ચારેહાન ખાનના ડિમોશન અને અંશુલ વર્માની બરતરફી બાદ બરેલી કચેરીના કર્મચારીઓમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. બંને કેસમાં પ્રશાસને નિયમો અને તપાસના આધારે કાર્યવાહી આગળ ધપાવી હોવાનું સામે આવ્યું છે.  આ પણ વાંચો :   Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video   આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત

Read Full Story arrow_forward