android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
TMCના નામ-ચિન્હ વિવાદમાં મમતાની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી, ECના નિર્ણયને પડકાર્યો, ચિન્હ પાછું મેળવવા કાનૂની લડત
calendar_today September 18, 2026

TMCના નામ-ચિન્હ વિવાદમાં મમતાની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી, ECના નિર્ણયને પડકાર્યો, ચિન્હ પાછું મેળવવા કાનૂની લડત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના મૂળ નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર રોક લગાવવાના ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે બંને TMC જૂથોને આગામી પેટાચૂંટણી માટે અલગ નામ અને ચૂંટણી ચિન્હ ફાળવ્યા છે.ECએ મૂળ નામ અને ચિહ્ન ફ્રીઝ કર્યુંચૂંટણી પંચે TMCના આંતરિક વિવાદને ધ્યાનમાં રાખીને ‘All India Trinamool Congress’ નામ અને પરંપરાગત ‘Flowers and Grass’ ચિન્હનો ઉપયોગ હાલની પેટાચૂંટણી માટે બંને જૂથોને ન કરવાની સૂચના આપી હતી. બંને જૂથોને અલગ નામ અને ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યા છે.મમતા જૂથને ‘Football Player’ ચિન્હચૂંટણી પંચના નિર્ણય બાદ મમતા બેનર્જીના જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું છે. બીજી તરફ ઋતવ્રત રોયના નેતૃત્વવાળા જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિન્હ મળ્યું છે.મમતાએ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યોમમતા બેનર્જીએ ચૂંટણી પંચના આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ વચગાળાની આ વ્યવસ્થાને સમાધાન તરીકે સ્વીકારશે નહીં અને પક્ષની મૂળ ઓળખ તથા પરંપરાગત ચૂંટણી ચિન્હ માટે કાનૂની લડત ચાલુ રાખશે. તેમણે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે ગંભીર વાંધા વ્યક્ત કર્યા છે અને નિર્ણયના સમયને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.પેટાચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આવ્યો નિર્ણયપશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર સહિતની બેઠકોની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બંને જૂથોને નવી ઓળખ આપી છે. પંચના જણાવ્યા મુજબ, બંને જૂથો એક જ નામ અને ચિહ્નનો ઉપયોગ કરે તો ઉમેદવારી અને ચૂંટણી પ્રક્રિયામાં કાનૂની ગૂંચવણ ઊભી થઈ શકે છે.હવે સુપ્રીમ કોર્ટમાં મામલોમમતા બેનર્જીની અરજી બાદ હવે TMCના નામ અને ચૂંટણી ચિન્હ અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચનો વચગાળાનો નિર્ણય અને પક્ષની મૂળ ઓળખ અંગે બંને પક્ષોની દલીલો હવે કાનૂની પ્રક્રિયાનો ભાગ બનશે.  આ પણ વાંચો :  Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!   આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત 

Read Full Story arrow_forward
LIC Fraud Case: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR; 2,684 કરોડથી વધુના નુકસાનનો આરોપ
calendar_today September 18, 2026

LIC Fraud Case: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR; 2,684 કરોડથી વધુના નુકસાનનો આરોપ

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની લેખિત ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેના પૂર્વ ચેરમેન અનિલ ડી. અંબાણી સામે આકરા પગલાં ભરીને એફઆઈઆર નોંધી છે. વર્ષ 2012 થી 2018 ના સમયગાળા દરમિયાન એલઆઈસી દ્વારા રિલાયન્સ કેપિટલમાં રૂ. 3,900 કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું હતું.એલઆઈસીના રોકાણમાં કરોડોની ગેરરીતિસીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ કેપિટલના તત્કાલીન મેનેજમેન્ટે ખોટી અને તથ્યવિહીન રજૂઆતો કરીને એલઆઈસીને આ રોકાણ કરવા માટે પ્રેરિત કરી હતી. આગળ જતાં આ રોકાણમાંથી એલઆઈસીને રૂ. 2,684.57 કરોડનું મોટું નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જે જાહેર નાણાંની ગંભીર ગેરરીતિ દર્શાવે છે.આ હાઇ-પ્રોફાઇલ કેસમાં સીબીઆઈએ માત્ર અનિલ અંબાણી જ નહીં પરંતુ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ, કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પણ છેતરપિંડી, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને હિસાબી ગોટાળાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ખોટી રજૂઆતો કરી રોકાણ કરાવ્યાનો સીબીઆઈ કેસમાં દાવોતપાસ એજન્સી હવે એલઆઈસી તરફથી મળેલા રોકાણના નાણાં ક્યાં અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા તેની મની ટ્રેલ શોધી રહી છે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓ સામે સીબીઆઈ દ્વારા અગાઉ પણ 8 એફઆઈઆર નોંધવામાં આવેલી છે, ત્યારે આ નવી એફઆઈઆર સાથે સીબીઆઈએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત

Read Full Story arrow_forward
Crime : અકસ્માત બાદ કારની ડિક્કી ખોલતા જ મળ્યો 13 વર્ષના બાળકનો મૃતદેહ.. કાર ચલાવવાની લાલચ આપી કિડનેપ, પછી હત્યાનો ખુલાસો
calendar_today September 18, 2026

Crime : અકસ્માત બાદ કારની ડિક્કી ખોલતા જ મળ્યો 13 વર્ષના બાળકનો મૃતદેહ.. કાર ચલાવવાની લાલચ આપી કિડનેપ, પછી હત્યાનો ખુલાસો

બેંગલુરુના બાગલુરુ વિસ્તારમાં એક અકસ્માતની ઘટનાએ કિડનેપિંગ અને હત્યાના ચકચારી કેસનો પર્દાફાશ કર્યો છે. બુધવારે રાત્રે બલ્લારી રોડ નજીક એક કાર અનેક વાહનો સાથે અથડાયા બાદ અટકી હતી. સ્થાનિકોએ કારચાલકને રોક્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 28 વર્ષીય ભાસ્કર રેડ્ડીના જવાબોમાં ગૂંચવણ જણાઈ હતી. શંકા જતા કારની તપાસ કરવામાં આવી તો ડિક્કીમાં 13 વર્ષીય પ્રજ્વલનો મૃતદેહ મળી આવ્યો હતો.કાર ચલાવવાની લાલચ આપી બાળકને સાથે લઈ ગયોપ્રાથમિક તપાસ મુજબ પ્રજ્વલને કાર ચલાવવાનો શોખ હતો. આ બાબતનો લાભ લઈને ભાસ્કર રેડ્ડી તેને પોતાની કારમાં બેસાડી એકાંત સ્થળે લઈ ગયો હતો. કારમાં તેનો એક સાથી પણ હોવાની માહિતી સામે આવી છે, જેની ઓળખ હજુ થઈ નથી.ખંડણી માટે અપહરણનો આરોપપોલીસ તપાસ મુજબ બાળકના માતા-પિતા પાસેથી ખંડણી મેળવવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રજ્વલે વિરોધ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના માથા પર લાકડી અને ત્યારબાદ સિમેન્ટના બ્લોકથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ગંભીર ઈજાઓ બાદ બાળકનું મોત થયું હતું.આરોપી લંડનથી માસ્ટર ડિગ્રી કરીને આવ્યો હતોપોલીસના જણાવ્યા મુજબ ભાસ્કર રેડ્ડી થોડા મહિના પહેલાં લંડનથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને પરત આવ્યો હતો. ત્યારબાદ તેણે વ્હાઇટફિલ્ડની એક ખાનગી કંપનીના ફાઇનાન્સ વિભાગમાં નોકરી શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે એજ્યુકેશન લોન ચૂકવવા માટે ખંડણી મેળવવાનો ઈરાદો હોવાની આશંકા છે.બાળકનો વીડિયો પણ બનાવ્યો હોવાનો ખુલાસોપોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પ્રજ્વલનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં બાળક તેના પિતાને ખંડણીની રકમ આપવા વિનંતી કરતો હોવાનું જણાવાયું છે. જો ખંડણી નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી અપાઈ હોવાની વાત પણ વીડિયોમાં હોવાનું પોલીસનું કહેવું છે.અકસ્માતથી ખુલી હત્યાની કડીબાળકના મોત બાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે ભાસ્કર કાર લઈને હાઇવે તરફ નીકળ્યો હતો. રસ્તામાં કાર પહેલા એક પોલ સાથે અને ત્યારબાદ એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરેલી 2 કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને ઘેરી લીધો અને પોલીસને જાણ કરી. તપાસ દરમિયાન કારની ડિક્કીમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો.હત્યા પૂર્વઆયોજિત હોવાની આશંકાપ્રાથમિક તપાસમાં પોલીસને હત્યા અગાઉથી ઘડાયેલા કાવતરાનો ભાગ હોવાની આશંકા છે. બાળકને ઓળખી શકે તેવા તેના માતા-પિતાને કારણે તેને જીવતો છોડવામાં જોખમ હોવાનું આરોપીએ વિચાર્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે અપહરણ અને હત્યા સંબંધિત BNSની કલમો હેઠળ FIR નોંધી છે અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો  :   Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!  આ પણ વાંચો  : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત 

Read Full Story arrow_forward