android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ayodhya : રામમંદિરમાં પૂજારીઓ માટે નવી નિયમાવલી લાગુ, પીળાં વસ્ત્રો, તિલક અને પંચકેશી ફરજિયાત
calendar_today September 18, 2026

Ayodhya : રામમંદિરમાં પૂજારીઓ માટે નવી નિયમાવલી લાગુ, પીળાં વસ્ત્રો, તિલક અને પંચકેશી ફરજિયાત

અયોધ્યાના શ્રીરામજન્મભૂમિ મંદિર પરિસરમાં સેવા આપતા પૂજારીઓ માટે નવી નિયમાવલી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. રામલલા સહિત પરિસરના અન્ય મંદિરોમાં સેવા આપતા પૂજારીઓ માટે વસ્ત્રોથી લઈને ગર્ભગૃહમાં પ્રવેશ અને સેવાકાળ દરમિયાનના વ્યવહાર સુધીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.પીળાં વસ્ત્રો અને તિલક ફરજિયાતનવી વ્યવસ્થા મુજબ પૂજારીઓએ ધર્મ સમિતિ દ્વારા નિર્ધારિત પીળાં વસ્ત્રો પહેરવાના રહેશે. ઋતુ અને હવામાન પ્રમાણે વસ્ત્રોમાં જરૂરી ફેરફાર કરી શકાશે. સેવાકાળ દરમિયાન તિલક લગાવવું ફરજિયાત રહેશે. સાથે જ પંચકેશી પરંપરાનું પાલન કરવાનું રહેશે.ગર્ભગૃહમાં મોબાઇલ અને પર્સ નહીં લઈ જઈ શકાયપૂજારીઓ હવે ગર્ભગૃહમાં મોબાઇલ ફોન, પર્સ અથવા અન્ય કોઈપણ ખાનગી વસ્તુ લઈ જઈ શકશે નહીં. મંદિર વ્યવસ્થા દ્વારા આપવામાં આવતા ભોગ-પ્રસાદ સિવાય બહારની કોઈ સામગ્રી પણ ગર્ભગૃહમાં લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ખાનગી સામાન રાખવા માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે.શૌચ બાદ સ્નાન કર્યા વિના પ્રવેશ નહીંનવી નિયમાવલીમાં શારીરિક શુચિતાને લઈને પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. શૌચ કર્યા બાદ સ્નાન કર્યા વિના પૂજારીઓ મંદિર અથવા કોઠારમાં પ્રવેશ કરી શકશે નહીં. સેવાકાળ દરમિયાન પોતાના નિર્ધારિત સેવા સ્થળે હાજર રહેવું પડશે.સ્થળ છોડવું હોય તો લેખિત જાણ કરવી પડશેસેવાકાળ દરમિયાન કોઈ જરૂરી કારણસર નિર્ધારિત સ્થળ છોડવું પડે તો શિફ્ટ ઇન્ચાર્જને લેખિત જાણ કરવાની રહેશે. પૂજારીઓને તેમની ફરજ દરમિયાન મંદિરની આંતરિક વ્યવસ્થા અને નિર્ધારિત સેવા પદ્ધતિનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.સેવાકાળ દરમિયાન વાતચીત અને હાસ્ય-મજાક પર રોકપૂજારીઓને સેવાકાળ દરમિયાન અનાવશ્યક વાતચીત, સમૂહમાં ચર્ચા અને હાસ્ય-મજાકથી દૂર રહેવા જણાવાયું છે. મંદિર વ્યવસ્થા, ધર્મગુરુ અને આચાર્યો સિવાય ટ્રસ્ટના કર્મચારીઓ અથવા સુરક્ષાકર્મીઓ સાથે પણ અનાવશ્યક સંપર્ક અને વાતચીત ટાળવાની સૂચના આપવામાં આવી છે.નિયમોના ભંગ બદલ શુદ્ધિકરણની જોગવાઈમંદિરની નિર્ધારિત મર્યાદાનો ભંગ થાય તો શુદ્ધિકરણની પ્રક્રિયા અપનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે. નવી નિયમાવલીનો હેતુ પૂજા પદ્ધતિ, શુચિતા અને મંદિરની આંતરિક વ્યવસ્થામાં શિસ્ત જાળવવાનો છે.  આ પણ વાંચો    :   Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!  આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર; 2 તાલુકામાં 3 ઈંચથી વધુ તો 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર; 2 તાલુકામાં 3 ઈંચથી વધુ તો 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ
calendar_today September 18, 2026

Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ

જૂનાગઢની જાણીતી નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ આયુર્વેદિક કોલેજ સામે વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. નિયમો અને માપદંડોની ખામીઓને પગલે નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ શૈક્ષણિક સત્ર 2026-27 માટે કોલેજની 100 બેઠકોની પ્રવેશ ક્ષમતાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો છે.નોબલ આયુર્વેદિક કોલેજ સામે મોટી કાર્યવાહીઆયુર્વેદિક શિક્ષણના ધોરણો અને જરૂરી માળખાકીય સુવિધાઓમાં ક્ષતિઓ સામે આવ્યા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાયસન્સ રદ થવાના કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં આ કોલેજમાં નવી પ્રવેશ પ્રક્રિયા થઈ શકશે નહીં. આયુર્વેદિક મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ એક મહત્વનું કેન્દ્ર ગણાતી હતી. પરંતુ 2026-27 ના શૈક્ષણિક વર્ષમાં 100 બેઠકો પર ગ્રહણ લાગતાં નોબલ યુનિવર્સિટી મેનેજમેન્ટને મોટો આર્થિક અને વહીવટી ફટકો પડ્યો છે.શૈક્ષણિક સત્ર 2026-27 માટે 100 બેઠકોની પ્રવેશ મંજૂરીનો ઇનકારબીજી તરફ, આયુર્વેદિક કોર્સ (BAMS) માં એડમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ આ સમાચાર બાદ ચિંતા અને મૂંઝવણનો માહોલ સર્જાયો છે. આ મામલે હવે યુનિવર્સિટી સંચાલકો ઉપલી સત્તાધીશ સંસ્થા સમક્ષ અપીલ કરે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.આ પણ વાંચો: Ambaji: દાંતા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલતાં દર્દીઓ બહાલ

Read Full Story arrow_forward