Tamil Naduમાં નવજાત બાળકોને મળશે સોનાની વીંટી, જાણો કોણ લઈ શકશે લાભ
Tamil Nadu Gold Ring Scheme: તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે જાહેરાત કરી છે કે સરકારી હોસ્પિટલોમાં જન્મ લેનારા બાળકોને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે. 28 સપ્ટેમ્બરથી સીએમ વિજય નવજાત બાળકો માટે એક ગ્રામ ગોલ્ડ રિંગ યોજના શરૂ કરશે. તમિલનાડુ સરકારે યોજનાના પ્રથમ હપ્તા માટે 1.28 લાખ એક ગ્રામ સોનાની વીંટીઓ ખરીદી છે.યોજનાની શરૂઆત ક્યારથી થશે?ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, તમિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર, એક ગ્રામ સોનાની વીંટી પર યુનિક સીરિયલ નંબર હશે અને તેનું પેકિંગ ટેમ્પર્ડ પ્રૂફ હશે. અન્નાદુરાઈની જન્મજયંતિ નિમિત્તે 15 સપ્ટેમ્બરે આની શરૂઆત થવાની હતી, પરંતુ સીએમ વિજયના લંડન પ્રવાસને કારણે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો.રાજ્યના રહેવાસી હોવું જરૂરીઆ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓનું તમિલનાડુનું કાયમી નિવાસી હોવું અનિવાર્ય છે. એટલે કે માત્ર રાજ્યના કાયમી રહેવાસીઓના બાળકોને જ ગોલ્ડ રિંગ સ્કીમની ભેટ આપવામાં આવશે.ચૂંટણી દરમિયાન આપ્યું હતું વચનવિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ નવજાત બાળકોને 1 ગ્રામ સોનાની વીંટી આપશે. હવે જ્યારે તેઓ રાજ્યના સીએમ બની ગયા છે, ત્યારે ચૂંટણી દરમિયાન કરેલું પોતાનું વચન પૂરું કરવાનું કામ કરી રહ્યા છે. ટીવીકેએ ઘોષણાપત્રમાં આ યોજનાનું નામ 'થાઈ મામન ગોલ્ડ રિંગ સ્કીમ' જણાવ્યું હતું. આ પણ વાંચો: થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ
Read Full Story arrow_forward