android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: 22 વર્ષથી ફરાર ગુનેગાર 'બાપુ' બનીને બેઠો હતો! દલખાણીયા રેન્જના વન ગુનામાં ફરાર 4 આરોપીઓ ઝડપાયા
calendar_today September 18, 2026

Amreli: 22 વર્ષથી ફરાર ગુનેગાર 'બાપુ' બનીને બેઠો હતો! દલખાણીયા રેન્જના વન ગુનામાં ફરાર 4 આરોપીઓ ઝડપાયા

અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડને 22 વર્ષ જૂના ગંભીર વન ગુનામાં મોટી સફળતા સાંપડી છે. ધારીની દલખાણીયા વન રેન્જમાં વર્ષ 2004માં નોંધાયેલા ફોરેસ્ટ કેસમાં નાસતા-ફરતા એક જ પરિવારના ચાર આરોપીઓને પોલીસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને વાસણા ગામેથી દબોચી લીધા છે.22 વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયાઆ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપી નીરજ વ્યાસ પોતાની ખરી ઓળખ છુપાવીને 'નીરજાનંદ સ્વામી' નામ ધારણ કરી લીધું હતું. તે છોટાઉદેપુરના વાસણા ગામે આશ્રમ બનાવીને સાધુના વેશમાં રહી કાયદાની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો. જોકે, અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને તેની પોલ ખોલી નાખી હતી.આરોપી નીરજ વ્યાસ 'નીરજાનંદ સ્વામી' બની આશ્રમ ચલાવતોવર્ષ 2004માં ધારીના દલખાણીયા રેન્જ વિસ્તારમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવા અને સરકારી વન સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને તેના 2004ના સુધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલા હર્ષદ વ્યાસ, સમીર વ્યાસ, નીરજ વ્યાસ અને મુકેશ વ્યાસ વર્ષ 2004થી લઈને આજદિન સુધી કાયદાકીય પ્રોસેસ અને કોર્ટ ટ્રાયલથી નાસતા ફરતા હતા. છેલ્લા 22 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા આ ચારેય આરોપીઓને પકડી પાડીને અમરેલી પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ

Read Full Story arrow_forward
Saputara : સાપુતારા પાસે ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતાથી ધરા ધ્રૂજી
calendar_today September 18, 2026

Saputara : સાપુતારા પાસે ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતાથી ધરા ધ્રૂજી

સાપુતારા નજીક આજે સાંજે ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. આંચકો સાંજે 7:10 કલાકે આવ્યો હતો.સાપુતારાથી 13 કિમી દૂર કેન્દ્રબિંદુભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 13 કિમી દૂર નોંધાયું છે. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.લોકોમાં હલચલભૂકંપના આંચકાના સમાચાર સામે આવતા સાપુતારા અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. હાલ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત

Read Full Story arrow_forward
Gujarat Rain : 12 કલાકમાં 224 તાલુકા મેઘમહેરથી ભીંજાયા, 2 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, અમદાવાદમાં 2.07 ઈંચ
calendar_today September 18, 2026

Gujarat Rain : 12 કલાકમાં 224 તાલુકા મેઘમહેરથી ભીંજાયા, 2 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, અમદાવાદમાં 2.07 ઈંચ

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો. આ 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 2 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.ગીર ગઢડા અને મેઘરજમાં 3 ઈંચથી વધુ વરસાદગીર સોમનાથના ગીર ગઢડામાં 3.07 ઈંચ અને અરવલ્લીના મેઘરજમાં પણ 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બંને તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદથી સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.અમદાવાદમાં 2.07 ઈંચ વરસાદઅમદાવાદમાં સવારના સમયે એકધારો 2.07 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું હતું.સાબરકાંઠા-અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદસાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મહિસાગરમાં અનેક તાલુકા ભીંજાયામહિસાગરના કડાણામાં 2.24 ઈંચ, સંતરામપુરમાં 2.17 ઈંચ અને ખાનપુરમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.નર્મદા અને ગાંધીનગરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદનર્મદાના ડેડીયાપાડામાં 2.04 ઈંચ અને ગાંધીનગરના માણસામાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત

Read Full Story arrow_forward