android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી
calendar_today September 4, 2026

Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાંતા પંથકની સરકારી શાળાના એક શિક્ષકને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી લાખોની ખંડણી માંગવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર પીડિત શિક્ષક સાથે અગાઉ ફરજ બજાવી ચૂકેલો એક શિક્ષક હોવાનું સામે આવતા ચકચાર મચી છે.મહિલાએ મિત્રતા કેળવી જંગલમાં લઈ જઈ ફસાવ્યાનો આરોપફરિયાદ મુજબ દાંતા પંથકની સરકારી શાળાના શિક્ષક સાથે એક મહિલાએ મિત્રતા કેળવી હતી. બાદમાં તેને બાળારામના જંગલ વિસ્તારમાં ફરવા લઈ જઈ પૂર્વનિયોજિત રીતે જાળમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ પીડિત શિક્ષકને ગંભીર કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.1.15 લાખ રૂપિયા ખંખેર્યાનો આરોપપીડિત શિક્ષક પાસેથી 5 શખ્સો અને 1 મહિલા સહિતના લોકો દ્વારા કુલ રૂ. 1.15 લાખ ખંખેરી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, બાદમાં વધુ રૂપિયા પડાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.‘પત્રકાર’ના નામે ન્યૂઝ લિંક બનાવી 5 લાખની ખંડણી?આ કેસમાં વધુ ચોંકાવનારો આરોપ એ છે કે એક શખ્સે પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી કથિત ન્યૂઝ લિંક બનાવી પીડિત શિક્ષક પાસેથી રૂ. 5 લાખની ખંડણી માગી હતી. સતત દબાણ અને ધમકીઓ બાદ પીડિત શિક્ષકે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ બાદ LCBનું ઓપરેશનપીડિત શિક્ષકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ LCBએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને અન્ય તપાસના આધારે હની ટ્રેપમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે મહેબુબખાન ઇસબખાન બલોચ, સલીમ ખાન આઝમખાન બલોચ અને નરસિંહ પોપટભાઈ રાવળની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.પીડિત સાથે ફરજ બજાવતો શિક્ષક મુખ્ય સૂત્રધાર?પોલીસ તપાસમાં મહેબુબખાન બલોચ આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે મહેબુબખાન બલોચ અગાઉ પીડિત શિક્ષક સાથે ફરજ બજાવી ચૂક્યો હોવાનું જણાવાયું છે. આ ઘટનાએ એક ગંભીર સવાલ ઉભો કર્યો છે કે, વિશ્વાસ સાથે કામ કરનાર વ્યક્તિ જ જો સાથી કર્મચારીને જાળમાં ફસાવવાના કથિત કાવતરામાં સામેલ હોય તો શિક્ષણ જગતની છબીને કેટલું નુકસાન થાય?3 આરોપી પોલીસ પકડથી દૂરપોલીસના જણાવ્યા મુજબ પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહિદ ખાન ઉર્ફે સફાજ મુસ્તુફાખાન તવર, શ્રવણ રાવળ અને આશા શર્મા હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.મુખ્ય સૂત્રધાર સહિત 3 જેલ હવાલેપોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ સાથે સમગ્ર હની ટ્રેપ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  આ પણ વાંચો   :     Janmashtami 2026 Live : કૃષ્ણ ભક્તિમાં રંગાયું ગુજરાત, મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ

Read Full Story arrow_forward
Surat: અઠવાલાઇન્સ પોલીસે રૂ. 87 હજારના MD ડ્રગ્સ સાથે ખલીલ લુખમાન શેખને દબોચ્યો
calendar_today September 4, 2026

Surat: અઠવાલાઇન્સ પોલીસે રૂ. 87 હજારના MD ડ્રગ્સ સાથે ખલીલ લુખમાન શેખને દબોચ્યો

સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ખાસ કરીને એમડી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાન હેઠળ અઠવાલાઇન્સ પોલીસને મોટી સફળતા મળી છે. અઠવાલાઇન્સ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખસ શંકાસ્પદ હાલતમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને તેને વેચવાની પેરવીમાં ફરી રહ્યો છે.સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કુખ્યાતની ધરપકડબાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ખલીલ લુકમાન ઉર્ફે લુખમાન શેખને ઝડપી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી 29.08 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બરામદ થયું હતું, જેની આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત રૂ. 87,240 અંકાયી છે. પોલીસે ડ્રગ્સનો આ જથ્થો કબજે કરી આરોપીની સ્થળ પર જ અટકાયત કરી હતી.29.08 ગ્રામ ડ્રગ્સ બરામદ થયુંપોલીસ પૂછપરછ અને પ્રાથમિક ક્રાઇમ રેકોર્ડ ચકાસણીમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ખલીલ લુકમાન શેખ રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ડ્રગ્સ પેડલિંગ અને હેરાફેરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.આરોપી સામે આ અગાઉ સુરતના વેસુ પોલીસ સ્ટેશન તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ (NDPS Act) હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિહિત કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Vadodara: ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની ઝડપાયો, રૂ. 1.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત

Read Full Story arrow_forward
Surat પોલીસને જન્માષ્ટમીના પાવન પર્વે મળી 65 અત્યાધુનિક PCR વાનની ભેટ
calendar_today September 4, 2026

Surat પોલીસને જન્માષ્ટમીના પાવન પર્વે મળી 65 અત્યાધુનિક PCR વાનની ભેટ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. રાજ્યભર માટે ફાળવવામાં આવેલી કુલ 500 નવી પીસીઆર (PCR) વાનમાંથી સુરત શહેર પોલીસને 65 અત્યાધુનિક વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવા વાહનો મળવાથી સુરત શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનશે.સુરતના રસ્તાઓ પર આજથી કાર્યરત થશે વાહનોશહેરના નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીને પ્રાથમિકતા આપતાં આ તમામ વાહનોને આજથી જ સુરતના રસ્તાઓ પર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ અત્યાધુનિક વાહનોની મદદથી કોઈ પણ ઈમરજન્સી કે ઘટનાના સમયે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકશે, જેનાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણસુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (વાબાંગ જામીર) અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ નવી વાહનોને લીલી ઝંડી આપીને લોકસેવા અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા વાહનોના ઉમેરાથી સુરત શહેર સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સજ્જ બનશે અને પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward