android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત!
calendar_today September 4, 2026

Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત!

સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદીના કિનારે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે થયેલા ગંભીર ધોવાણ સામે સુરક્ષા દીવાલ (સુરક્ષા પાળા) નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં નદીના ધસમસતા વહેણને કારણે કાંઠા વિસ્તારમાં મોટું ધોવાણ થતાં નજીકમાં આવેલા ઘરો અને પરિવારો માટે ભારે જોખમ ઊભું થયું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માત્ર 30 દિવસના ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે આ રક્ષણાત્મક પાળાનું નિર્માણ પૂરું કરવામાં આવ્યું છે.મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કર્યું નિરીક્ષણનદીકાંઠે સર્જાયેલા ધોવાણની સમસ્યા અંગે આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અંગત રસ દાખવીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીની મંજૂરી મળતાં જ સિંચાઈ વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મશીનરી અને માનવબળ સાથે કામગીરી શરૂ કરી દીધી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતે ઘટનાસ્થળે પહોંચીને કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કામની ગુણવત્તા ચકાસી હતી.પૂર અને ધોવાણના જોખમ સામે નદીકાંઠાના પરિવારોને મળી મોટી રાહતમાત્ર એક જ મહિના જેવા રેકોર્ડ સમયગાળામાં સુરક્ષા દીવાલ તૈયાર થઈ જતાં તાપી નદીકાંઠે વસવાટ કરતા અસંખ્ય પરિવારોને પૂર અને નદીના ધોવાણના કાયમી જોખમ સામે મોટી રાહત મળી છે. પોતાના ઘરની તદ્દન નજીક થયેલા ધોવાણને કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક નાગરિકોમાં હવે સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. સ્થાનિકોએ રાજ્ય સરકાર, ધારાસભ્ય તેમજ સિંચાઈ વિભાગની આ ત્વરિત અને ઝડપી કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો છે.આ પણ વાંચો : Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!

Read Full Story arrow_forward
Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ
calendar_today September 4, 2026

Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામના પાટીયા નજીક આવેલા બ્રિજ પાસે અને કેનાલના કિનારેથી એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ મેમર ગામના જ વતની અને આશરે 23 વર્ષીય યુવક કિશનભાઇ મોબતભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવક છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને આજે તેની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતાં રાહદારીઓ તથા ગ્રામજનોના મોટા ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.બગોદરા પોલીસ, DYSP, LCB અને FSL સહિતનો કાફલો ઘટનાસ્થળેઘટના અંગેની જાણ થતાં જ બગોદરા પીઆઈ (PI), ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB) શાખા, એફએસએલ (FSL) ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા તથા પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. FSL અને નિષ્ણાત ટીમોએ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે.ફોરેન્સિક PM માટે મૃતદેહ ખસેડાયો, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરીપોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને તેને વિધિવત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. આ ચકચારી ઘટના પાછળ કોનો હાથ છે અને યુવકની હત્યા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં બગોદરા પોલીસ અને LCB દ્વારા અલગ-અલગ તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય આશાસ્પદ યુવકના રહસ્યમય મોતને પગલે મેમર ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.આ પણ વાંચો : Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત!

Read Full Story arrow_forward
Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત
calendar_today September 4, 2026

Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત

આણંદ જિલ્લામાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બોરસદ તાલુકાના દહેવાણ ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક ઘરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. LCB આણંદે કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવવા માટેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો ઝડપાયોપોલીસ કાર્યવાહી દરમિયાન 575 લીટર આલ્કોહોલિક સ્પીરીટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઈંગ્લીશ દારૂના 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, નકલી દારૂના સ્ટીકર રોલ અને 64 ઢાંકણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવતાં વિસ્તારમાં નકલી દારૂનું આયોજનબદ્ધ નેટવર્ક ચાલી રહ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે.સ્પીરીટ, કલર અને એસેન્સથી તૈયાર થતો નકલી દારૂપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્પીરીટમાં કલર અને એસેન્સ ભેળવી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જાણીતી બ્રાન્ડના નામ જેવા નકલી સ્ટીકર અને પ્રિન્ટેડ બુચ લગાવી દારૂને અસલી તરીકે રજૂ કરીને વેચાણ કરવાની તૈયારી કરવામાં આવતી હતી.મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવાતો હતોમેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. ખાલી કાચની બોટલોમાં નકલી દારૂ ભરી તેના પર બ્રાન્ડ જેવા સ્ટીકર લગાવી બજારમાં પહોંચાડવાનો ખેલ ચાલતો હોવાની શંકા છે.3 આરોપીઓ સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે વિરસદ પોલીસ મથકે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તૈયાર દારૂ કયા વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.LCBની વધુ તપાસ શરૂLCB આણંદ દ્વારા નકલી દારૂના સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાના પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ પણ વાંચો    :     Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward