android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Janmashtami 2026 : શોભાયાત્રાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા
calendar_today September 4, 2026

Janmashtami 2026 : શોભાયાત્રાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા

Janmashtami 2026 : ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Read Full Story arrow_forward
Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!
calendar_today September 4, 2026

Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!

રાજકોટ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આંબેડકરનગર ચોક નજીક આવેલા ખોડિયારનગર શેરી નંબર 17 માંથી એક રિક્ષામાંથી ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં યુવક નિશ્ચેત હાલતમાં પડ્યો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતાં તુરંત જ આ અંગે પોલીસ અને ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. ધમધમતા વિસ્તારમાં રિક્ષામાંથી મૃતદેહ મળવાની ઘટનાથી સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.માલવિયાનગર પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીબનાવ અંગેની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 ની ટીમે પ્રાથમિક તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. માલવિયાનગર પોલીસે તુરંત જ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક લોકો તથા આસપાસના રહીશો પાસેથી પ્રાથમિક વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી રહસ્યમય મોતનું કારણ શોધવા તપાસ તેજ કરીમાલવિયાનગર પોલીસે ભાવેશ નામના યુવકના મૃતદેહનો વિધિવત કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવકનું મોત કુદરતી રીતે થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય રહસ્ય કે ગંભીર બાબત છુપાયેલી છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!

Read Full Story arrow_forward
Vadodaraના ખોડિયાર નગરમાં પાલિકાની ક્રેનની ટક્કરે બાઈક સવાર મહિલાનું કરૂણ મોત
calendar_today September 4, 2026

Vadodaraના ખોડિયાર નગરમાં પાલિકાની ક્રેનની ટક્કરે બાઈક સવાર મહિલાનું કરૂણ મોત

વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેનના ચાલકે બાઈક સવારને જોરદાર અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બાઈક પાછળ બેસેલી મહિલાનું કમકાતીભર્યું મોતમળતી માહિતી મુજબ, ક્રેને બાઈકને અડફેટે લેતાં બાઈક પર પાછળ બેસેલી મહિલા જમીન પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.પાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતી હતી ક્રેનપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર ક્રેન વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward