android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!
calendar_today September 4, 2026

Amreliના કુંકાવાવમાં ખેડૂતોનો હોબાળો, જન્માષ્ટમી પર્વે વીજ ધાંધિયાથી રોષે ભરાઈ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ!

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાથી પરેશાન થઈને સ્થાનિક ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વીજ પુરવઠાની આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કુંકાવાવ સ્થિત PGVCL કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર પાવર કાપ સામે જોરદાર સૂત્રોચ્ચારકુંકાવાવ વિસ્તારમાં આવેલા જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે. તહેવારોના દિવસોમાં તેમજ ખેતીકામ માટે પૂરતો પાવર ન મળતાં ખેડૂતોને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિથી આક્રોશિત થયેલા ખેડૂતોએ PGVCL કચેરી પરિસરમાં એકઠા થઈને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.જૂના વાયર બદલવા અને ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ હાથ ધરવા ખેડૂતોનું અલ્ટીમેટમઆવેદનપત્ર આપતાં ખેડૂતોએ માગણી કરી હતી કે વીજ લાઈનમાં રહેલા જૂના સાંધાવાળા વાયરો તાત્કાલિક બદલીને ત્યાં નવા કેબલ વાયર નાખવામાં આવે. આ ઉપરાંત વિસ્તારના ટ્રાન્સફોર્મર (T.C.) ના અર્થિંગ અને યોગ્ય મેન્ટેનન્સના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે ચીમકી આપવામાં આવી હતી. જો PGVCL તંત્ર દ્વારા આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક આંદોલન કરવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.આ પણ વાંચો : Vadodara ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો, 75 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની MD ડ્રગ્સ સાથે ઝડપાયો!

Read Full Story arrow_forward
Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત
calendar_today September 4, 2026

Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના-તુલસીશ્યામ રોડ પર તહેવારના માહોલ વચ્ચે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંસારી ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. તહેવારોના દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સપોટો બોલાઈ ગયો છે.તહેવારના દિવસે જ ભડીયાદર ગામમાં છવાયો માતમ!ભડીયાદર ગામના રહેવાસી કુલદીપ (ઉંમર 17 વર્ષ) અને જીગર (ઉંમર 21 વર્ષ) નામના બંને યુવાનો તહેવાર નિમિત્તે પોતાના બાઈક પર સવાર થઈને ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી ગામ નજીક સામેથી આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.ગામમાં શોકનું મોજું, પોલીસે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરીને પીએમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તહેવારના સમયે જ ગામના બે બેનમૂન યુવાનોના અકાળે મોત થતાં ભડીયાદર ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર કબ્જે કરીને ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ગર્લફ્રેન્ડ અને મોજશોખ માટે જ્વેલરી શોરૂમમાંથી સોના-ડાયમંડના દાગીનાની ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો
calendar_today September 4, 2026

Ahmedabad : ગર્લફ્રેન્ડ અને મોજશોખ માટે જ્વેલરી શોરૂમમાંથી સોના-ડાયમંડના દાગીનાની ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો

અમદાવાદના થલતેજ એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં આવેલી ‘ઓરા ફાઇન જ્વેલરી’માં થયેલી ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો દર્શન અશ્વિન સોની જ ચોરીનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રૂ. 5,90,242ના સોના અને ડાયમંડના દાગીનાની ચોરીના આરોપસર તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.‘બેગ ભૂલી ગયો છું’ કહી મેળવી ચાવી17 ઓગસ્ટના રોજ જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. આરોપી છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. પોલીસે કરેલી તપાસ મુજબ, દર્શન સોનીએ પોતાના સાથી કર્મચારીને ‘બેગ ભૂલી ગયો છું’ તેવું બહાનું આપીને શોરૂમની ચાવી મેળવી હતી. ચાવી મળ્યા બાદ આરોપીએ રાત્રિના સમયે શોરૂમ ખોલી અંદરથી સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ચોરી બાદ નોકરી છોડી મોજશોખમાં ફર્યોચોરીની ઘટના બાદ આરોપી ફરી નોકરી પર ગયો નહોતો અને અલગ-અલગ સ્થળોએ ફરવા જઈ મોજશોખ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ અને મોજશોખ પાછળ નાણાંની જરૂરિયાત હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.કેટલાક દાગીના માણેકચોકમાં આપ્યાની વિગતોતપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલા કેટલાક દાગીના માણેકચોકના એક વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ દાગીના કોને, કયા હેતુથી અને કઈ રીતે આપવામાં આવ્યા તેની તપાસ શરૂ કરી છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.અગાઉ 13 જેટલા ગુના નોંધાયેલાઆરોપી મૂળ પાટણનો અને હાલ અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ અલગ-અલગ પ્રકારના આશરે 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચો    :      Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward