android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો, 75 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની MD ડ્રગ્સ સાથે ઝડપાયો!
calendar_today September 4, 2026

Vadodara ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો, 75 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની MD ડ્રગ્સ સાથે ઝડપાયો!

વડોદરા શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. શહેરના કુખ્યાત અને માથાભારે હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની અને તેના સાગરીત મનોજ ત્રિવેદીની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. ઝડપાયેલો આરોપી હુસેન સુન્ની એક રીઢો ગુનેગાર છે, જેની સામે ગુજસીટોક (GUJCTOC) જેવા કડક કાયદા સહિત અગાઉ 75 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે ભૂતકાળમાં 8 વખત પાસા (PASA) હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.રૂ.1.5 લાખથી વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરાયુંક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને હુસેન સુન્ની અને મનોજ ત્રિવેદી પાસેથી રૂ.1.5 લાખથી વધુની કિંમતનું ગેરકાયદેસર MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, આરોપી હુસેન સુન્ની સામે અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો, ત્યારથી જ તે પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. નાસતા ફરતા હોવા છતાં તે ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય હોવાનું આ જથ્થાની બરામદગી પરથી સ્પષ્ટ થઈ ગયું છે.NDPS કેસમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાયદાકીય શિકંજો કસાયોગુનાહિત ઇતિહાસ ધરાવતા હુસેન સુન્નીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ખાસ ચોક્કસ બાતમીના આધારે જાળ બીછાવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને શહેરમાં કોને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો : Ahmedabad News : ડિજિટલ અરેસ્ટ સામે CBIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, 20 રાજ્યોમાં એકસાથે રાષ્ટ્રીય દરોડા, કરોડોનું નેટવર્ક પકડાયું!

Read Full Story arrow_forward
Bhavnagar એસ.ટી. બસ સ્ટેન્ડમાં યુવતીની ઘાતકી હત્યા કરનાર લિસ્ટેડ ગુનેગારની ગણતરીના કલાકોમાં ધરપકડ
calendar_today September 4, 2026

Bhavnagar એસ.ટી. બસ સ્ટેન્ડમાં યુવતીની ઘાતકી હત્યા કરનાર લિસ્ટેડ ગુનેગારની ગણતરીના કલાકોમાં ધરપકડ

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં ગઈકાલે એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. એક શખ્સે નિર્દયતાપૂર્વક ઢોર માર મારીને કાજલબેન બારૈયા નામની યુવતીની નિર્મમ હત્યા કરી નાખી હતી. જાહેર સ્થળ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ગણતરીની કલાકોમાં જ ગિરફ્તાર કરી લીધો છે.જેલમાંથી જામીન પર છોડાવનાર યુવતીની જ હત્યાપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલ આરોપી ફૈઝાન ઉર્ફે ખાટકી લાખાણી પોલીસ ચોપડે લિસ્ટેડ ગુનેગાર છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતક કાજલબેન બારૈયાએ જ માત્ર આઠ દિવસ પહેલાં ફૈઝાનને જેલમાંથી જામીન પર મુક્ત કરાવ્યો હતો. જે વ્યક્તિએ તેને જેલમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી, તેની જ આરોપીએ કોઈ અગમ્ય કારણોસર ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.મૃતકની માતાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યોઆ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ મૃતકની માતાએ તાત્કાલિક નીલમબાગ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે ફૈઝાન લાખાણી નામના નરાધમ વિરુદ્ધ દીકરીની હત્યાનો સત્તાવાર ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreliના નાની કુકાવાવમાં સિંહણનો આતંક: કપાસના ખેતરમાં કામ કરતા મજૂર પર હુમલો
calendar_today September 4, 2026

Amreliના નાની કુકાવાવમાં સિંહણનો આતંક: કપાસના ખેતરમાં કામ કરતા મજૂર પર હુમલો

અમરેલી જિલ્લામાં અવારનવાર વન્યજીવોના માનવ વસવાટમાં આવવાની અને માનવ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે નાની કુકાવાવ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાની કુકાવાવ અને લાખાપાદર ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહેલા એક ખેત મજૂર પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથક અને ખેડૂતોમાં ભારે દહેશત તથા ભયનો માહોલ વ્યાપી ગયો છે.કપાસના ખેતરમાંથી આવીને પીઠ પર કર્યો ગંભીર વારમળતી માહિતી મુજબ, ખેત મજૂર કપાસના પાકમાં કામ કરી રહ્યો હતો તે સમયે કપાસના છોડ વચ્ચે છુપાયેલી સિંહણે અચાનક બહાર આવીને મજૂર પર પીઠ પાછળથી ગંભીર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલા મજૂરે હિમ્મત દાખવીને બૂમાબૂમ કરી મૂકતાં સિંહણ ગભરાઈને સ્થળ પરથી નાસી છૂટી હતી. ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે જાણ થતાં જ વનવિભાગ દોડતું થયુંસીમ વિસ્તારમાં સિંહણ દ્વારા માનવ પર હુમલો થયાના સમાચાર મળતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સિંહણનું લોકેશન મેળવવા તેમજ તેને પકડવા માટે પીંજરું ગોઠવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા આસપાસના ખેતરોમાં કામ કરતાં મજૂરો અને ખેડૂતોને સતર્ક રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward