android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: GIDCની મિલકતો પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત, મહેસુલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: GIDCની મિલકતો પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત, મહેસુલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Janmashtami 2026 Live Update : શોભાયાત્રાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા
calendar_today September 4, 2026

Janmashtami 2026 Live Update : શોભાયાત્રાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા

Janmashtami 2026 : ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Read Full Story arrow_forward
Banaskantha News : પાંથાવાડામાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ પર પોલીસનો સપાટો, 28 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 સામે FIR
calendar_today September 4, 2026

Banaskantha News : પાંથાવાડામાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ પર પોલીસનો સપાટો, 28 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 સામે FIR

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના સંગ્રહ અને વેચાણના મોટા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંથાવાડા-કુચાવાડા હાઇવે પર આવેલી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રૂ.28.03 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસ દરોડા દરમિયાન હોટલ કમ્પાઉન્ડમાંથી આશરે 200 લીટર ખુલ્લું જ્વલનશીલ પ્રવાહી અને 20,000 કિલોગ્રામ જેટલો જ્વલનશીલ પદાર્થ ભરેલું એક આખું ટેન્કર મળી આવ્યું હતું. આ જ્વલનશીલ પદાર્થ અને ટેન્કર સહિત પોલીસે કુલ આશરે રૂ. 28.03 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ, પરવાનગી કે સુરક્ષાના સાધનો વિના આ જોખમી જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ અને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું.પંપ સંચાલક સહિત બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈજાહેર સુરક્ષાને જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરવા બદલ પંપ સંચાલક સહિત બે શખ્સો સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. પાંથાવાડા પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પેટ્રોકેમિકલ્સ અને બાયોડીઝલનો કાળો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો : Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી

Read Full Story arrow_forward